કલર્સ ટીવીનો વિવાદિત રિયાલિટી શો બિગ બોસ 17 (Bigg Boss 17 )માં સ્પર્ધકો આવતાની સાથે જ નોમિનેશન ટાસ્કની જાહેરાત કરી દીધી છે. આ નોમિનેશન ટાસ્કમાં અભિનેત્રી મુન્નાર ચોપરા , સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ નાવેદ સોલ અને અભિષેક કુમાર ઘરના સભ્યોને બહાર કરવાનો એક ટાસ્ક આપ્યો છે. હવે ત્રણ દિસમાં ક્યો સ્પર્ધક ઘરની બહાર થાય છે.આ બિગ બોસના ચાહકોને નક્કી કરવાનું છે. આ ટાસ્ક દરમિયાન તમામ 17 ખેલાડીઓને બિગ બોસમાં એકબીજાને વોટ કરવાનું કહ્યું હતુ.
દરેક રુમમાં રહેનાર સ્પર્ધકને બિગ બોસ પુછે છે કે, તે ક્યાં સ્પર્ધકને ઘરમાંથી બહાર કરવા માંગે છે. સૌથી પહેલા દિલ રુમમાં રહેનાર સ્પર્ધકોને સવાલ પુછવામાં આવ્યો. અંકિતા લોખંડે આ સવાલનો જવાબ આપતા તેણે નીલ ભટ્ટનું નામ લીધું હતુ. તો નીલ ભટ્ટે, એશ્વર્યા શર્મા, વિક્કી જૈન અને ઈશા માલવીયાએ મન્નાર ચોપરાનું નામ લીધું તો મન્નાર ચોપરાએ ઈશાનું નામ લીધું હતુ.
And the first nominations are out! Kaun face karegi first eviction?
Kiski Bigg Boss journey start hone se pehle hi hogi end? Tell us what do you think in the comments!#BB17 #BB17onJioCinema #BiggBoss17 #BiggBoss @beingsalmankhan @colorstv#AbhishekKumar @MeMannara #NavidSole pic.twitter.com/Zpgcozcgo3
— JioCinema (@JioCinema) October 17, 2023
દિમાગ રુમમાં સામેલ તમામ સ્પર્ધકે યુકેના સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સ નાવેદ સોલેનું નામ લીધું છે. તો મુનવ્વર ફારુકીની સાથે દમ રુમમાં સામેલ તમામ સ્પર્ધકે અભિષેક કુમારનું નામ ખોટી કાસ્ટિંગ આપી દીધું હતુ.આ 3 સ્પર્ધક સિવાય અન્ય તમામ ખેલાડીઓને બિગ બોસે સુરક્ષિત જાહેર કર્યા છે.વિકી જૈનના નોમિનેશનથી મન્નરા ખૂબ જ દુઃખી હતી. તેથી નાવેદ સોલ પણ તેમના નામથી ખુશ જણાતો ન હતો. પરિવારના કેટલાક સભ્યોએ કહ્યું કે જો બધાએ સાથે મળીને નોમિનેશનનું કામ કર્યું હોત તો મન્નરા ચોપરાનું નામ નોમિનેશનમાં સામેલ ન થાત.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 10:21 am, Thu, 19 October 23