બિગ બોસ 17: 14 વર્ષથી એકતરફી પ્રેમમાં છે જિજ્ઞા વોરા! મુનાવરને કહ્યું- ધરપકડ થતાં જોઈને ભાગી ગયો હતો એક્સ પતિ

'બિગ બોસ 17'માં એક્સ જર્નાલિસ્ટ પત્રકાર જિજ્ઞા વોરા પણ છે, જે વિવાદોમાં રહી ચૂકી છે. તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે શોમાં તેના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે ઓછી વાત કરી છે, પરંતુ હાલમાં તેણે તેના એક્સ પાર્ટનર વિશે મુનાવર ફારુકી સાથે વાતચીત કરતાં ખુલાસો કર્યો છે. આ વિશે જણાવતાં તે ઈમોશનલ થઈ ગઈ હતી.

બિગ બોસ 17: 14 વર્ષથી એકતરફી પ્રેમમાં છે જિજ્ઞા વોરા! મુનાવરને કહ્યું- ધરપકડ થતાં જોઈને ભાગી ગયો હતો એક્સ પતિ
Jigna Vora - Munawar Faruqui
Image Credit source: Social Media
| Updated on: Nov 03, 2023 | 6:09 PM

રિયાલિટી શો ‘બિગ બોસ 17’માં કેટલાક ઝઘડાઓ થઈ રહ્યા છે અને કેટલાક ખુલાસા પણ થઈ રહ્યા છે. અંકિતા લોખંડેથી લઈને ઐશ્વર્યા શર્મા સુધી દરેક વ્યક્તિ પોતાની પાસ્ટ લાઈફ વિશે વાત કરી રહ્યા છે. હાલમાં એક સમયે જર્નાલિસ્ટ રહી ચુકેલી જિજ્ઞા વોરાએ પણ પોતાના એક્સ પાર્ટનર વિશે ખુલાસો કર્યો છે. તેને કહ્યું કે તે 14 વર્ષથી એકતરફી પ્રેમમાં છે અને આગળ વધી શકતી નથી. તેનો એક્સ પાર્ટનર હાઈ પ્રોફાઈલ છે, બરોડામાં પોસ્ટેડ છે અને તે પરિણીત પણ છે. તેઓ બંને છેલ્લી વાર 2019 માં મળ્યા હતા અને તેમના સંબંધોનો અંત આવ્યો હતો, પરંતુ જિજ્ઞા તેને તેના દિલમાંથી દૂર કરી શકતી નથી.

મુનાવર ફારુકી સાથે વોક કરતી વખતે, જિજ્ઞા વોરાએ તેના પાસ્ટને યાદ કર્યું જ્યારે તે તેના એક્સ પાર્ટનરને મળી હતી. તેણે કહ્યું કે તેને બધું કેવી રીતે યાદ છે. તેણે કહ્યું કે ‘મને ડેટ અને ટાઈમ યાદ છે. છેલ્લા 14 વર્ષમાં અમે 5 વખત મળ્યા. મુનાવરે પૂછ્યું કે તે તેના એક્સ પાર્ટનરને છેલ્લે ક્યારે મળી હતી, જેના જવાબમાં તેણે કહ્યું, ‘તે 25 નવેમ્બર 2019 હતી. આ ફાઈનલ કોલ હતો જે તેણે લીધો હતો કે હવે બહુ થઈ ગયું.

એક્સ વિશે વાત કરતાં રડવા લાગી જિજ્ઞા

મુનાવર ફારૂકીએ પૂછ્યું કે શું તે પરિણીત છે કે લગ્ન કરવાના છે. આના જવાબમાં જિજ્ઞા વોરાએ કહ્યું, ‘મારા મતે મને લાગે છે કે તે પરિણીત હતો.’ તેણે જણાવ્યું કે તે બરોડામાં પોસ્ટેડ હતો. ત્યારપછી મુનાવરે તેમની વન સાઈડેડ લવ સ્ટોરીને બોલિવુડ ફિલ્મો સાથે તુલના કરી. વાત કરતી વખતે જિજ્ઞા ઈમોશનલ થઈ ગઈ અને તેની આંખમાંથી આંસુ આવી ગયા.

જિજ્ઞાએ કર્યો ખુલાસો

જિજ્ઞાએ કહ્યું કે ‘હું ખૂબ ખુશ છું . મને મારા પ્રેમ પર ગર્વ છે, તે ગમે તે હોય. કોઈ અપેક્ષાઓ ન હતી. તે ખૂબ જ હાઈ પ્રોફાઈલ હતો અને મેં ક્યારેય પૈસા માંગ્યા નથી. ઝીરો આશા. બીજી છોકરીઓની જેમ મેં તેને ક્યારેય ડેટ પર જવા માટે અથવા અન્ય કોઈ વસ્તુઓ માટે માંગ કરી નથી. હું મજબૂર હતી, આ તે પણ આવું જ અનુભવી રહ્યો હશે, પરંતુ અમે કંઈ કરી શકતા નથી.

મુશ્કેલ સમયમાં જિજ્ઞાને એકલી છોડીને જતો રહ્યો હતો એક્સ પાર્ટનર

મુનાવરે જિજ્ઞાને સવાલ કર્યો કે જો તેનો કેસ ન થયો હોત તો શું સ્થિતિ અલગ હોત! જિજ્ઞા જણાવે છે, ‘ના, મને લાગે છે કે તેની પાસે હિંમત ન હતી. અમે ક્યારેય લગ્ન કરવા માંગતા ન હતા, તેથી તે ક્યારેય સવાલ ન હતો. જે દિવસે સવારે 10:20 વાગ્યે મારી ધરપકડ કરવામાં આવી હતી તે દિવસે તે અમદાવાદથી મુંબઈ આવ્યો હતો. એરપોર્ટ પર તેને બ્રેકિંગ ન્યૂઝ ‘જિજ્ઞા વોરાની ધરપકડ’ જોઈ અને તે પાછો જતો રહ્યો.

હજુ પણ તેના એક્સ પાર્ટનરને નફરત કરતી નથી જિજ્ઞા

મુનાવરે જિજ્ઞાને પૂછ્યું કે આ પછી પણ તે તેને નફરત કેમ નથી કરી શકતી? તો જિજ્ઞાએ કહ્યું કે ‘એમાં નફરત કરવાનું શું છે? દરેક વ્યક્તિ મને કહે છે કે મારા ખરાબ સમયમાં તે ક્યારેય મારી પડખે નથી. તેને ભગવાનને જવાબ આપવાનો છે. ત્યારે જિજ્ઞાએ રડતાં રડતાં કહ્યું, ‘નથી થઈ રહી નફરત’ ત્યારબાદ રિંકુ ધવન કોઈ કામ માટે જિજ્ઞા અને મુનાવર પાસે જાય છે. તે જિજ્ઞાને પૂછે છે કે શું થયું અને મુનાવરે કહ્યું કે તે તેના એક્સ વિશે વાત કરી રહી હતી. ત્યારે રિંકુ કહે છે, ‘તમે સિરીયસ છો, 14 વર્ષ અને તમે હજુ તેના માટે રડો છો!’ પછી મુનાવર કહે છે કે તે તેને 2-3 મહિનામાં મૂવ ઓન કરાવી દેશે.

આ પણ વાંચો: એલ્વિશ યાદવની મુશ્કેલી વધી શકે છે,નોઈડા પોલીસે રેડમાં 5 કોબરા સાપ સહિત ઝેર ઝપ્ત કર્યું

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો