Bigg Boss 16 : એમસી સ્ટેને ઘરમાંથી કર્યો પહેલો લાઈવ શો, જાણીતા રેપર્સ મિત્રોએ આપ્યો સાથ

એમસી સ્ટેન સાથે તેના રેપર મિત્ર અને બિગ બોસ 16 (Bigg Boss 16) સ્પર્ધકો સાથે એક શાનદાર સ્વેગ સાથે 2023 માં પ્રવેશ કર્યો. બિગ બોસના ઈતિહાસમાં પહેલીવાર આ રીતે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Bigg Boss 16 : એમસી સ્ટેને ઘરમાંથી કર્યો પહેલો લાઈવ શો, જાણીતા રેપર્સ મિત્રોએ આપ્યો સાથ
mc stan concert
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 01, 2023 | 7:07 PM

બિગ બોસ 16ના મેકર્સે નવા વર્ષના સ્વાગત માટે ગ્રાન્ડ સેલિબ્રેશન પ્લાન કર્યું છે. આજે એટલે કે 1લી જાન્યુઆરીના એપિસોડમાં બિગ બોસના ઘરના સ્પર્ધક અને ફેમસ રેપર એમસી સ્ટેન તેના સાથી પ્રતિભાશાળી રેપર્સ સાથે મળીને ફેન્સ માટે લાઈવ મ્યુઝિકલ કોન્સર્ટ રજૂ કરતો જોવા મળશે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે નવા વર્ષના ખાસ એપિસોડનું શૂટિંગ ખૂબ પહેલા કરવામાં આવે છે. પરંતુ સ્ટેનના આ કોન્સર્ટ પ્રી-રેકોર્ડ કરવામાં આવ્યો ન હતો. તેના બદલે તેનું લાઈવ આયોજન કરવામાં આવ્યું હતું.

સ્ટેન સાથેના તમામ રેપર્સે તેમના ફેન્સ અને બિગ બોસ 16ના સ્પર્ધકો સાથે એક શાનદાર સ્વેગ સાથે 2023માં પ્રવેશ કર્યો. બિગ બોસના ઈતિહાસમાં પહેલીવાર આ રીતે કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. એમસી સ્ટેને દર્શકો અને સ્પર્ધકોની સામે લાઈવ શો કરીને બધાનું મનોરંજન કર્યું. કારણ કે દરેક વ્યક્તિ નવા વર્ષ 2023માં પોતાના પહેલા દિવસની મજા માણી રહ્યા હતા.

અહીં જુઓ બિગ બોસના કેટલાક વીડિયો

જાણો કયા રેપર્સે સ્ટેનને આપ્યો સાથ

એમસી સ્ટેનની સાથે સીધે મૌત અને ઈક્કા પણ દેશના ફેમસ રેપર છે. તેથી તેમના મિત્ર સાથે કોન્સર્ટમાં સામેલ થવા આ રેપર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેના ગીતોમાં સાજિદની ફની કોમેડી પણ જોવા મળી હતી અને તેથી આ શો સુપરહિટ સાબિત થયો હતો. આજના એપિસોડમાં ફેન્સ ટીવીની સામે બેસીને ફેન્સ આ શોની મજા માણી શકશે.

ધર્મેન્દ્રની સાથે કર્યું નવા વર્ષનું સ્વાગત

ગઈકાલના શનિવારના એપિસોડમાં સ્પર્ધકો સાથે મળીને દિગ્ગજ બોલિવૂડ એક્ટર ધર્મેન્દ્ર, કરણ કુન્દ્રા, રાજીવ અદતીયા, જન્નત ઝુબૈર અને હોસ્ટ સલમાન ખાન સાથે 2022 ના છેલ્લાં દિવસનું સેલિબ્રેશન કર્યું. આ દરમિયાન શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લેનાર વિકાસ મનકતલાને પણ ઓછા વોટ મળવાને કારણે બિગ બોસના ઘરની બહાર જવું પડ્યું હતું.