Bigg Boss 16 : ખૂબ જ સ્ટાઇલિશ છે રેપર એમસીસ્ટેન , જેકેટની કિંમત સાંભળીને તમે ચોંકી જશો

એમસી સ્ટેન (MC STAN)ના કપડાંની માત્ર તેના ચાહકો જ નહીં પરંતુ બિગ બોસ 16ના ઘરમાં સેલિબ્રિટી સ્પર્ધકોને પણ સ્ટેનની સ્ટાઇલ ગમે છે.

Bigg Boss 16 : ખૂબ જ સ્ટાઇલિશ છે રેપર એમસીસ્ટેન , જેકેટની કિંમત સાંભળીને તમે ચોંકી જશો
ખૂબ જ સ્ટાઇલિશ છે રેપર એમસી
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Dec 12, 2022 | 9:59 AM

બોલિવુડના દબંગ સુપર સ્ટાર સલમાન ખાનના બિગ બોસ 16માં સામેલ રેપર એમસી સ્ટેન ઘરમાં ખુબ જ મોંધા કપડાં પહેરે છે. તમને જણાવી દઈએ કે, બિગ બોસના ઘરમાં આ રેપરનો વોર્ડરોબ આજ સુધીની સીઝનનો સૌથી મોંધો વોર્ડરરોબ સાબિત થયો છે. તેમજ તેના કલેક્શનમાં 4.5 લાખ રુપિયાની લુઈસ વિટન જેકેટ પણ સામેલ છે. એમસી સ્ટેન એક શાનદાર રેપર હોવાની સાથે સાથે એક સ્ટાઈલિશ પર્સનાલિટી પણ છે. આજ કારણ છે કે, બિગ બોસ પહેલા પણ તેના લાખો ચાહકો હતા.

બિગ બોસના ઘરમાં એન્ટ્રી લેતા પહેલા સલમાન ખાને એમસીની ફેશન અને ફેશનના ખુબ વખાણ કર્યા હતા. સોશિયલ મીડિયા પર તેના બિગ બોસના ઘરના પરફોર્મન્સથી વધુ તેના કપડાં અને વોર્ડરોબની ચર્ચા થાય છે. તેના કલેક્શનમાં એક થી એક ચડિયાતા મોંધા બ્રાન્ડ જેવી કે, વસોર્ચે, ઝારા, લુઈ વુઈટન, પામ એન્જેલ્સ પણ સામેલ છે. હાલમાં જ સ્ટેનને લુઈસ વિટનની નિયોન અને ગ્રીન ગ્રેડિએટ જેકેટમાં જોવા મળ્યો હતો. જેની કિંમત eBay પર 8,600 ડોલર જોવા મળી રહી છે. જો ભારતીય રુપિયામાં જોવા જઈએ તો આ કિંમત 8 થી 9 લાખ રુપિયાની આસપાસ છે.

 

જાણો એમસી સ્ટેનનું કહેવું શુ છે

શોમાં હાલમાં સુમ્બુલ તૌકીરને પણ એમસી સ્ટેનનું જેકેટ પહેરતી જોવા મળી હતી. ટીના પણ કેટલીક વખત એ કહેતા જોવા મળી કે, તેને સ્ટેનનું જેકેટ ખુબ પસંદ છે. સ્ટેનની પાસે એક લુઈ વુઈટન મોનોગ્રામ વાળી શર્ટ પણ છે. જેની કિંમત 2.5 લાખ રુપિયાની આસપાસ છે. તેની ટી શર્ટની કિંમત 40 હજાર રુપિયા છે.

એક કોન્સર્ટ માટે 25 લાખ ફી લે છે એમસી સ્ટેન

સ્ટેનની પ્રેમિકા અનમ શેખ, જે બુબ્બાના નામથી ઓળખાય છે. તેમણે હાલમાં પોતાના કેટલાક ટીશર્ટ અને કપડા ગીફટ તરીકે મોકલ્યા હતા કારણ કે, શોમાં થોડા સમયથી સ્ટેન ખુબ ઉદાસ જોવા મળી રહ્યો છે. સ્ટેન અને તેની ગર્લફેન્ડ બંન્ને અંદાજે 1 વર્ષથી રિલેશનમાં છે. એમસી સ્ટેન તેના એક શો માટે 25 લાખ રુપિયાની ફી લે છે. બિગ બોસના યજમાન સલમાન ખાને સ્ટેનની ઉદાસીનું કારણ જણાવતા કહ્યું કે, નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં અનેક મ્યુઝિકલ શો થાય છે. એક સિંગર અંદાજે 8 થી 10 શો કરવાનો મળે છે. ત્યારે સ્ટેન આ વર્ષે અંદાજે 4 કરોડ રુપિયા કમાવવાની તક ગુમાવી ચૂક્યો છે.