Bigg Boss 16 :બાથરૂમ સાફ કરવાને લઈને MC સ્ટેન અને પ્રિયંકાનો થયો ઝઘડો, રેપર લેશે બદલો

પ્રિયંકા ચૌધરીએ આજે ​​એમસી સ્ટેન સાથે ઝગડો થયો છે પરંતુ કેપ્ટન ન હોવા છતાં, સ્ટેન કે ગોરી નાગોરીમાંથી કોઈને પણ પ્રિયંકાની આ રીતે પસંદ આવી નહિ

Bigg Boss 16 :બાથરૂમ સાફ કરવાને લઈને MC સ્ટેન અને પ્રિયંકાનો થયો ઝઘડો, રેપર લેશે બદલો
Bigg Boss 16 :બાથરૂમ સાફ કરવાને લઈને MC સ્ટેન અને પ્રિયંકાનો થયો ઝઘડો, રેપર લેશે બદલો
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 17, 2022 | 9:48 AM

Bigg Boss 16 : કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 16 (Bigg Boss 16 )માં આજે બંન્ને મિત્રો એમસી સ્ટેન અને પ્રિયંકા ચોપરા વચ્ચે બાથરુમમાં ક્લીનિંગને લઈ મોટો ઝગડો થયો છે. નિમ્રત (Nimrit Kaur) બાદ બિગ બોસ ઘરનો કેપ્ટન બન્યો છે પરંતુ હવે જ્યારે બાથરુમ એરિયામાં ફેલાયેલી ગંદગી જોઈ તેને આ વાત પ્રિયંકાને જણાવી હતી અને પ્રિયંકાની સાથે મળીને એમસી સ્ટેન પાસે ગયા હાત, બાથરુમની સફાઈ કરવાની જવાબદારી એમસી સ્ટેનને આપવામાં આવી આ સમગ્ર બાબતે તેને સવાલો પણ કરવામાં આવ્યા હતા.

કેમ ગુસ્સે થયો એમસી સ્ટેન

 

 

એમસી સ્ટેનને કહ્યું હતુ કે, તેમણે બાથરુમની સફાઈ કરી હતી પરંતુ તેના બાથરુમ સાફ કર્યા બાદ ઘરના સભ્યોએ ગંદુ કર્યું હતુ. આના માટે તે જવાબદાર નથી પરંતુ પ્રિયંકા તેની વાત માનવા માટે તૈયાર ન હતી આ વાતને લઈ પ્રિયંકા અને તેની વચ્ચે ઝગડો શરુ થયો હતો. એમસી સ્ટેનને કહ્યું હતુ કે, પ્રિયંકા ઘરની કેપ્ટન નથી તેમ છતાં તે તેને સલાહ આપી રહી છે જો આવું ચાલતું રહ્યું તો પ્રિયંકાને આગળ જતા કેપ્ટન બનવા દેશે નહિ.

 

 

એમસી સ્ટેનને પણ પ્રિયંકાનું વર્તન પસંદ ન આવ્યું

સ્ટેનને પ્રિયંકા અને ગૌતમના વલણ સામે વાંધો હતો. તો એમસી સ્ટેનને પણ પ્રિયંકા અને ગૌતમનું વર્તન પસંદ નહોતું. ગૌતમ અને પ્રિયંકાને એમસી સ્ટેન સાથે એકલા લડતા જોઈને ગોરીએ તેમનો સાથ આપ્યો પરંતુ પ્રિયંકા પણ તેમની સાથે ઝઘડવા લાગી. હવે આ ઝઘડો આ બંને વચ્ચે અંતર લાવશે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે.

પ્રિયંકાએ એમસી સ્ટેનની સાથે ટીના વિશે ગોતમને સવાલો કરતા કહ્યું શું ટીનાની રોટલી ગોળ બનતી નથી, જેના માટે તે રોટલી બનાવશે નહિ,જોકે, પ્રિયંકા, અંકિત અને ઘરના તમામ સભ્યોએ ટીનાને કહ્યું કે તેઓ જે પ્રકારની રોટલી બનાવે તે ખાશે. સૌંદર્યા અને ટીના વચ્ચે આ બાબતે ઝઘડો પણ થયો હતો કારણ કે સૌંદર્યા તેમને ટોણા પણ મારતી હતી.