Bigg Boss 16: ફિનાલે પહેલા ગરમાયો બિગ બોસના ઘરનો માહૌલ, સ્ટેન અને શાલિન વચ્ચે થઈ લડાઈ

|

Feb 09, 2023 | 12:13 PM

Bigg Boss 16 Finale: મીડિયાની એન્ટ્રી બિગ બોસના ઘરમાં થઈ હતી, જ્યાં રિપોર્ટ્સે શાલીનથી લઈને પ્રિયંકા સુધીના દરેક સભ્યોને પ્રશ્નો પૂછ્યા હતા. જોકે, મીડિયાના ગયા બાદ શાલીન અને એમસી સ્ટેન વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી.

Bigg Boss 16: ફિનાલે પહેલા ગરમાયો બિગ બોસના ઘરનો માહૌલ, સ્ટેન અને શાલિન વચ્ચે થઈ લડાઈ
શાલીન સ્ટેન વચ્ચે લડાઈ
Image Credit source: Twitter

Follow us on

રિયાલિટી શો બિગ બોસ 16 હવે ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે. બિગ બોસ 16ના છેલ્લા સપ્તાહમાં ઘરમાં માત્ર પાંચ સભ્યો જ બચ્યા છે. શોમાં, ઘરના તમામ સભ્યોની નજર બિગ બોસ 16ની ચમકતી ટ્રોફી પર છે. બિગ બોસ પણ ઘરના સભ્યોને આરામનો શ્વાસ લેવા દેતા નથી. હાલમાં જ બિગ બોસના ઘરમાં મીડિયાની એન્ટ્રી થઈ હતી, જેનો પ્રોમો સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યો છે.બિગ બોસના ઘરમાં બાકીના 5 સ્પર્ધકોને મીડિયાના તીખા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ્સમાં શાલીનને એવા સવાલો પૂછવામાં આવ્યા કે તેના જવાબ આપવા મુશ્કેલ બની ગયા.

મીડિયાએ અર્ચના અને એમસી સ્ટેનને પણ પ્રશ્નો પુછ્યા હતા. જ્યારે શાલીન મીડિયાને જવાબ આપી રહ્યો હતો ત્યારે એમસી સ્ટેને અધવચ્ચે જ એવી પ્રતિક્રિયા આપી કે, શાલીન પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો. મીડિયાના ગયા બાદ શાલીન અને રેપર એમસી સ્ટેન વચ્ચે જોરદાર લડાઈ થઈ હતી.

રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?
શિયાળાના 3 મહિના સુધી દરરોજ ખાઓ 2 ખજૂર,મળશે લાભ
Indian Flag : કયા ભારતીયે બનાવ્યો હતો ભારતનો રાષ્ટ્રધ્વજ ?
ડાયાબિટીસમાં કઈ મીઠાઈઓ ખાવી? આ છે શ્રેષ્ઠ વિકલ્પ

 

 

શાલીન સ્ટેન વચ્ચે લડાઈ

સ્ટેનનું કહેવું છે કે જો તમે ઘરની બહાર કોઈને આ એટિટ્યુડ બતાવશો તો તમને થપ્પડ મારશે.જવાબમાં શાલીન કહે છે કે જો કોઈ મને એક વાર થપ્પડ મારશે તો હું તેને બે વાર થપ્પડ મારીશ. મીડિયાએ એમસી સ્ટેન પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે સ્ટેને તેને ખૂબ શાંતીથી સંભાળ્યો. મીડિયાએ એમસી સ્ટેનને પૂછ્યું કે તમે વારંવાર કહો છો કે જો તમે બધા મંડળીને મત આપો છો તો અમે તમને કેમ મત આપીએ. તેના જવાબમાં સ્ટેને કહ્યું કે, ‘હું પણ મંડળીનો એક ભાગ છું’, હું અહીં મારા વિશે પણ વાત કરી રહ્યો છું.

 

 

તમને જણાવી દઈએ કે બિગ બોસ સીઝન 16નો ફિનાલે 12 ફેબ્રુઆરીએ થશે. બિગ બોસના ચાહકો અને પરિવારના તમામ સભ્યો ગ્રાન્ડ ફિનાલેને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. બિગ બોસ 16 ના વિજેતાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. વોટિંગના આધારે પ્રિયંકા, શિવા અને એમસી સ્ટેન સૌથી આગળ છે. હવે જોવાનું એ રહેશે કે બિગ બોસ 16નો તાજ કોના માથે સજશે.

Next Article