Bigg Boss 16: અબ્દુ રોજિકનો આ વીડિયો જોઈને થઈ જશો હેરાન, તેને શોધી સુવાની નવી જગ્યા

|

Nov 03, 2022 | 6:39 PM

અબ્દુ રોજિકના (Abdu Rozik) ઈન્સ્ટા પર એક નવો વીડિયો શેયર કરવામાં આવ્યો છે. જેમાં અબ્દુ બેડ પર નહીં પણ વોશિંગ મશીનની અંદર સૂતો જોવા મળે છે. અબ્દુની આ પોસ્ટ પર લોકોની ફની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

Bigg Boss 16: અબ્દુ રોજિકનો આ વીડિયો જોઈને થઈ જશો હેરાન, તેને શોધી સુવાની નવી જગ્યા
Abdu Rozik

Follow us on

બિગ બોસ 16માં તજાકિસ્તાનથી આવેલા અબ્દુ રોજિક આ શોની શાન છે. 3 ફૂટના અબ્દુએ આ શોમાં મોટાં સ્ટાર્સે પછાડયાં છે. અબ્દુને કારણે બીગ બોસના ઘરમાં રોનક રહે છે. નાનો અબ્દુ જેટલો સુંદર છે, તેની ક્રિયાઓ પણ દિલને સ્પર્શી જાય તેવી છે. અબ્દુના ઈન્સ્ટા પર જ શેયર કરવામાં આવેલ નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અબ્દુની આ પોસ્ટ પર લોકોની ફની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

અબ્દુ રોજિક ક્યાં સૂઈ ગયો?

વીડિયોમાં દરેકનો ફેવરિટ અબ્દુ બેડ પર નહીં પણ વોશિંગ મશીનની અંદર સૂતો જોવા મળે છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે લખવામાં આવ્યું છે – હું ખરેખર ક્યાંય પણ સૂઈ શકું છું. મને તમારા વિશે પણ કહો. અબ્દુ રોજિકની આ પોસ્ટ પર લોકોની ફની પ્રતિક્રિયાઓ આવી રહી છે. ફેન્સ લવ યુ બ્રો લખીને કોમેન્ટ કરી રહ્યા છે. અબ્દુ રોજિક એક યુટ્યૂબર અને કન્ટેન્ટ ક્રિએટર પણ છે. તેનું ઈન્સ્ટા એકાઉન્ટ જોઈને તમારો મૂડ સારો થઈ જશે. ક્યારેક અબ્દુ ગાતો જોવા મળે છે તો ક્યારેક તે ફની રીલ્સ વીડિયો બનાવે છે.

19 વર્ષીય અબ્દુ પરફેક્ટ એન્ટરટેઈનર છે. વીડિયોમાં 3 ફૂટનો અબ્દુ વોશિંગ મશીનની અંદર આરામથી બેઠો જોવા મળે છે. તેની ક્યૂટ સ્ટાઈલ ફેન્સના ચહેરા પર સ્માઈલ લાવી રહી છે. અબ્દુ તજાકિસ્તાનનો સ્ટાર છે. પરંતુ બિગ બોસમાં આવ્યા બાદ તે ભારતનો મોટો સ્ટાર બની ગયો છે.

અબ્દુને કઈ બિમારી છે?

3 ફૂટનો અબ્દુ દરેક માટે ઈન્સ્પિરેશન છે. અબ્દુની હાઈટ અને ગ્રોથ રિકેટ્સ નામની બિમારીને કારણે અટકી ગઈ. અબ્દુને યોગ્ય સમયે સારવાર મળી શકી ન હતી. તેના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. આ જ કારણ છે કે જો સારવાર ન મળવાથી અબ્દુનો ગ્રોથ અટકી ગયો. એવું પણ કહેવાય છે કે અસલી હીરો એ છે જે પોતાની નબળાઈને તાકાત બનાવીને જીવે છે. અબ્દુએ એ જ કર્યું અને જુઓ આજે તે ગ્લોબલ સ્ટાર બની ગયો છે. દરરોજ ફેન્સનો પ્રેમ કમાઈ રહ્યો છે. બિગ બોસ સીઝન 16માં તે અબ્દુ છે જે ઝઘડાની વચ્ચે પણ પોઝિટીવિટી લાવે છે. બિગ બોસમાં બોરિંગ સ્પર્ધકોમાં અબ્દુ એકમાત્ર એવો છે જે લોકોને હસાવે છે.

નોંધ- સ્ટોરીમાં વીડિયો માત્ર જોવા માટે અપલોડ કરવામાં આવ્યો છે, ઘરે આ પ્રકારના કોઈ પ્રયાસ કરવા નહીં.

Next Article