
Bigg Boss All Season Prize Money: ટીવીની દુનિયાના સૌથી પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસને આજે સિઝન 16નો વિનર મળવાનો છે. બિગ બોસ 16ના ફાઈનાલિસ્ટના લિસ્ટમાં એમસી સ્ટેન, શિવ ઠાકરે, શાલિન ભાનોટ, પ્રિયંકા ચહર ચૌધરી અને અર્ચના ગૌતમનો સમાવેશ થાય છે. આ પાંચમાંથી એક આ સિઝનનો વિનર હશે, તેને ટ્રોફીની સાથે એક હુન્ડાય ગ્રાન્ડ આઈ 10 નિયોસ કાર સાથે જ પ્રાઈઝ મની પણ મળશે, આવામાં તમને જણાવી દઈએ કે વિનરને કેટલી પ્રાઈઝ મની મળશે. તેની સાથે જ તમને પહેલા સિઝનથી 15મી સિઝન સુધી કોને કેટલી પ્રાઈઝ મની મળી તે જાણો.
બિગ બોસની તરફથી આ સિઝનની ઓરિજિનલ પ્રાઈઝ મની 50 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. પરંતુ સ્પર્ધકોએ ટાસ્કમાં પ્રાઈઝ મનીમાંથી નાણાં ગુમાવી દીધા અને હવે જે આ સિઝનને પોતાને નામ કરશે તેને કેસ પ્રાઈઝ તરીકે 21 લાખ 80 રુપિયા મળશે. તો જાણો 15 સિઝનના વિનર અને તેમને મળેલી પ્રાઈઝ મની વિશે.
1. રાહુલ રોય પ્રાઈઝ મની – 1 કરોડ
2. આશુતોષ કૌશિક પ્રાઈઝ મની – 1 કરોડ
3. વિંદુ દારા સિંહ પ્રાઈઝ મની – 1 કરોડ
4. શ્વેતા તિવારી પ્રાઈઝ મની – 1 કરોડ
5. જૂહી પરમાર પ્રાઈઝ મની – 1 કરોડ
6. ઉર્વશી ઢોલકિયા પ્રાઈઝ મની – 50 લાખ
7. ગૌહર ખાન પ્રાઈઝ મની – 50 લાખ
8. ગૌતમ ગુલાટી પ્રાઈઝ મની – 50 લાખ
9. પ્રિન્સ નરુલા પ્રાઈઝ મની – 50 લાખ
10. મનવીર ગુર્જર પ્રાઈઝ મની – 50 લાખ
11. શિલ્પા શિંદે પ્રાઈઝ મની – 50 લાખ
12. દીપિકા કક્કર પ્રાઈઝ મની – 30 લાખ
13. સિદ્ધાર્થ શુક્લા પ્રાઈઝ મની – 50 લાખ
14. રુબીના દિલૈક પ્રાઈઝ મની – 36 લાખ
15. તેજસ્વી પ્રકાશ પ્રાઈઝ મની – 25 લાખ
આ પણ વાંચો : Bigg Boss 16 Trophy સોના અને હીરાની બનેલી છે, કિંમત સાંભળીને ચક્કર આવી જશે
આ બિગ બોસની સીઝન 1 થી સીઝન 15 સુધીના વિનર્સ હતા અને તેમને મળેલી પ્રાઈઝ મનીની જાણકારી. આ સાથે જ હવે એ જોવાનું રહેશે કે સિઝન 16નું વિનર કોણ બનશે. તમને જણાવી દઈએ કે આ સીઝન 1 ઓક્ટોબર 2022થી શરૂ થઈ હતી, જે આજે 12 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે.
Published On - 8:28 pm, Sun, 12 February 23