Big Boss 16: ઘરમાં થશે કરણ કુન્દ્રા અને જન્નત ઝુબેરની એન્ટ્રી? બિગ બોસમાં આવશે નવો ટ્વિસ્ટ!

બિગ બોસ 16ના (Big Boss 16) 'વીકેન્ડ કા વાર'માં ઘણા કલાકારો ગેસ્ટ તરીકે સામેલ થાય છે. આ મહેમાનોમાં બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી સેલિબ્રિટી જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટર કરણ કુન્દ્રા અને એક્ટ્રેસ જન્નત ઝુબૈર બિગ બોસ શોમાં ગેસ્ટ તરીકે જોવા મળી શકે છે.

Big Boss 16: ઘરમાં થશે કરણ કુન્દ્રા અને જન્નત ઝુબેરની એન્ટ્રી? બિગ બોસમાં આવશે નવો ટ્વિસ્ટ!
Jannat Zubair - Karan Kundrra
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Dec 29, 2022 | 8:30 PM

કલર્સ ટીવીનો ફેમસ રિયાલિટી શો બિગ બોસ સીઝન 16 તેની શરૂઆતથી જ ટ્વિસ્ટ અને ટર્ન્સને કારણે સતત ચર્ચામાં છે. શોના અપકમિંગ એપિસોડમાં ટૂંક સમયમાં બે નવા ચહેરા ભાગ લેવાના છે. જેના માટે બિગ બોસના ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એક્ટર કરણ કુન્દ્રા અને એક્ટ્રેસ જન્નત ઝુબૈર બિગ બોસ શોમાં ગેસ્ટ તરીકે જોવા મળી શકે છે. વીકેન્ડ કા વારમાં દર વખતની જેમ શોના હોસ્ટ સલમાન ખાન ઘરના સભ્યોના પરફોર્મન્સનું રિપોર્ટ કાર્ડ રજૂ કરશે.

ઘરના સભ્યોના રિપોર્ટ કાર્ડ પ્રેઝન્ટેશન દરમિયાન શુક્રવારે ફેમસ એક્ટર ધર્મેન્દ્ર અને કૃષ્ણા અભિષેક સલમાન સાથે સ્ટેજ શેયર કરી શકે છે. કરણ અને જન્નત પણ વીકએન્ડ દરમિયાન શોનો ભાગ બનવા જઈ રહ્યા છે. તેઓ ઘરની અંદર જઈ શકે છે અને સ્પર્ધકો સાથે કેટલાક જોરદાર ટાસ્ક રમી શકે છે. બિગ બોસના સભ્યો સાથે વાત કર્યા બાદ કરણ અને જન્નત પણ સલમાન ખાનને મળવા બિગ બોસના સ્ટેજ પર આવશે. પરંતુ આ બંનેનો એપિસોડ ક્યારે ઓન એર થશે, તેની પુષ્ટિ થઈ હજુ સુધી થઈ નથી.

અહીં જુઓ બિગ બોસના કેટલાક શાનદાર વીડિયો

બિગ બોસ 15નો ભાગ રહી ચૂક્યો છે કરણ કુન્દ્રા

તમને જણાવી દઈએ કે કરણ કુન્દ્રા બિગ બોસ સીઝન 15માં ઘરનો ભાગ રહી ચૂક્યો છે. આ જ કારણ છે કે તેનું બિગ બોસના સભ્યોને મળવું અને તેમને પ્રોત્સાહિત કરવું એ સ્પર્ધકો માટે ખૂબ જ ખાસ રહેશે. જન્નત ઝુબેર પહેલીવાર બિગ બોસ શોમાં એન્ટ્રી લેવા જઈ રહી છે.

ગયા અઠવાડિયે શોમાંથી એલિમિનેટ થઈ ગયો અંકિત ગુપ્તા

ગયા વીકેન્ડ કા વારમાં ઘરના સભ્યોએ અંકિત ગુપ્તાને શોમાંથી એલિમિનેટ કરી દીધો હતો. જે બાદ બિગ બોસ સતત ચર્ચામાં છે. આવી પરિસ્થિતિમાં તે જોવાનું રસપ્રદ રહેશે કે વીકેન્ડ કા વારમાં બિગ બોસ ઘરના કયા સભ્યને ઘરની બહારનો રસ્તો બતાવશે.