Big Boss 16: ‘બિગ બોસ’ની આગામી સીઝન ટૂંક સમયમાં શરૂ થશે, જાણીતા કલાકારો આ શોમાં જોવા મળશે

|

Jul 01, 2022 | 7:04 PM

શાહની આહુજા (Shiney Ahuja)જામીન પર બહાર આવ્યો છે પરંતુ તેની ફિલ્મ કરિયર પર પાણી ફરી વળ્યું છે, આહુજાએ ટીવી શોથી શરુઆત કરી હતી ત્યારબાદ તેમણે અનેક બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું હતુ અને તે ખુબ પોપ્યુલર પણ થયો હતો.

Big Boss 16: બિગ બોસની આગામી સીઝન ટૂંક સમયમાં શરૂ થશે, જાણીતા કલાકારો આ શોમાં જોવા મળશે
Big Boss 16
Image Credit source: Instagram

Follow us on

Big Boss 16 : આ વખતે ‘બિગ બોસ’(Big Boss) ઘણી રીતે ખાસ બનવા જઈ રહ્યો છે. મેકર્સે પણ તેને હિટ બનાવવાની તૈયારી કરી લીધી છે. આ વખતે મેકર્સ બોલિવૂડ અને ટીવી કલાકારોનો સંપર્ક કરી રહ્યા છે અને તેમાં બોલિવૂડ એક્ટર શાઈની આહુજા (Shiney Ahuja)નું નામ પણ જોડવામાં આવ્યું છે. એવી માહિતી સામે આવી રહી છે કે ‘બિગ બોસ‘ના ઘરમાં શાઈની આહુજા(Shiney Ahuja) ની શ્રેષ્ઠ એન્ટ્રી જોવા મળી શકે છે. શોના નિર્માતાઓ તેમાં શાઈનીને લાવવાનો પૂરો પ્રયાસ કરી રહ્યા છે. જો કે આમાં તેઓ કેટલા સફળ થાય છે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

‘બિગ બોસ 16’માં શાઈની આહુજા સિવાય બીજા ઘણા સ્ટાર્સ જોવા મળશે

આ શોમાં શાઈની આહુજા ઉપરાંત અર્જુન બિજલાની, દિવ્યાંકા ત્રિપાઠી દહિયા અને સનાયાનો સંપર્ક કરવામાં આવ્યો છે. પ્રખ્યાત યુટ્યુબર આશિષ ચંચલાનીને ઓફર કરવામાં આવી રહી છે. છેલ્લી વખત આશિષ ચંચલાનીએ ‘બિગ બોસ’નો પેરોડી વીડિયો પણ બનાવ્યો હતો. આ સિવાય સ્પ્લિટ્સવિલા અને રોડીઝ ફેમ બશીર અલી, ટિક ટોક સ્ટાર ફૈઝુ, જન્નત ઝુબૈર અને ટીવી એક્ટ્રેસ કાવેરી પ્રિયમના નામ પણ ચર્ચામાં છે.

શાઇની પર બળાત્કારનો આરોપ હતો

શાઈની આહુજા છેલ્લા ધણા સમયથી લાઈમ લાઈટથી દુર છે, વર્ષ 2009માં તેનું નામ ખુબ ચર્ચામાં આવ્યું હતુ જ્યારે તેના પર તેની જ નોકરાણીએ રેપનો આરોપ લગાડ્યો હતો, આ મામલે આહુજાને 7 વર્ષની સજા પણ થઈ હતી, ત્યારબાદ તેણે કબુલ કર્યું હતુ કે, તે બંન્ને વચ્ચે જે થયુ હતુ તે બંન્નેની મરજીથી થયું છે, આ સ્ટેટમેટના આધારે શાઈનીએ કોર્ટમાંથી મુક્તિ માટે અપીલ કરી હતી, ત્યારબાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

આહુજાનું ફિલ્મી કરિયર સારુ રહ્યું નહિ

તમને જણાવી દઈએ કે, આહુજા જામીન પર બહાર તો આવી ગયો છે પરંતુ તેના ફિલ્મ કરિયરને ધણું નુકસાન થયું છે. ટીવી બાદ તેણે અનેક બોલિવુડ ફિલ્મોમાં કામ કર્યું હતુ, અને તે પોપ્યુલર પણ થયો હતો, જોવાનું એ રહેશે કે તે બિગ બોસ સીઝન 16માં જોવા મળે છે કે કેમ?

Next Article