Annu Kapoor Robbed In France: ફ્રાન્સમાં સામાનની ચોરી બાદ ગુસ્સે ભરાયેલાં અન્નુ કપૂરે કહ્યું- નંબર વન ચોર છે

|

Jun 22, 2022 | 9:55 PM

અન્નુ કપૂરના (Annu Kapoor) કરિયરની વાત કરીએ તો તે 40 વર્ષથી કરતા પણ વધારે સમય ઇન્ડસ્ટ્રીમાં પસાર કરી ચૂક્યો છે, એક શાનદાર અભિનેતા હોવા સાથે સાથે તેણે નિર્માતા, દિગ્દર્શક, ગાયક અને હોસ્ટ તરીકે પણ બેસ્ટ કામ કર્યું છે.

Annu Kapoor Robbed In France: ફ્રાન્સમાં સામાનની ચોરી બાદ ગુસ્સે ભરાયેલાં અન્નુ કપૂરે કહ્યું- નંબર વન ચોર છે
annu-kapoor

Follow us on

બોલિવૂડ એક્ટર અન્નુ કપૂર (Annu Kapoor) સાથે હાલમાં જ એક ચોંકાવનારી ઘટના બની છે. એક્ટરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના ફેન્સ સાથે સમાચાર શેયર કર્યા હતા કે યુરોપના પ્રવાસ દરમિયાન તેનો સામાન ચોરાઈ ગયો હતો. અન્નુ કપૂરે ખુલાસો કર્યો કે તેની પ્રાડા બેગ, ક્રેડિટ કાર્ડ, તેની રોકડ ફ્રેન્ક અને યુરો, આઈપેડ અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ પણ ચોરાઈ (Robbery) ગઈ હતી. એક્ટરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની આપવીતીનું વર્ણન કરતો એક વીડિયો શેયર કર્યો છે. અન્નુ કપૂરે બધાને ફ્રાન્સમાં બેદરકારીપૂર્વક મુસાફરી કરવા પર ચેતવણી આપી છે. અન્નુ દ્વારા વીડિયો પોસ્ટ કર્યા પછી તરત જ પ્રશંસકો અને સોશિયલ મીડિયા યુઝર્સ આ બાબતે ચોંકાવનારા રિએક્શન આપી રહ્યા છે.

અહીં જુઓ અન્નુ કપૂરનો વીડિયો

હાલમાં યુરોપના પ્રવાસે છે અન્નુ કપૂર

અન્નુ કપૂર બોલિવૂડના ખૂબ જ સારા અને જાણીતા કલાકાર છે, તેઓ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને ફેન્સને પોતાની અપડેટ્સ આપતા રહે છે. અત્યારે અન્નુ કપૂર યુરોપના પ્રવાસે છે અને તાજેતરમાં જ તેમણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે કહ્યું હતું કે અહીં પ્રવાસ કરતી વખતે તેની જરૂરી વસ્તુઓ ચોરાઈ ગઈ હતી. આ વસ્તુઓમાં મુખ્ય તેનું ક્રેડિટ કાર્ડ, એક મોંઘી બેગ, યુરો રોકડ, આઈપેડ અને કેટલીક વસ્તુઓ ચોરાઈ ગઈ છે.

વીડિયો શેયર કરતી વખતે ફેન્સને કર્યા સાવધાન

વીડિયો શેયર કરતા તેણે ફેન્સને કહ્યું કે તમે જ્યાં પણ પ્રવાસ પર જાવ તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. એક્ટરના આ વીડિયોમાં કેપ્શન આપવામાં આવ્યું હતું કે હું યુરોપના પ્રવાસ પર છું, પરંતુ એ કહેતા દુઃખ થાય છે કે મારી બેગ, કિંમતી વસ્તુઓ અને કેટલાક ગેજેટ્સ ચોરાઈ ગયા છે. વીડિયો શેર કરીને, આખી વાર્તા કહેતા, અભિનેતાએ કહ્યું, “જો તમે ક્યારેય ફ્રાન્સ આવો છો તો સાવચેત રહો કારણ કે અહીં ઘણા ચોર અને કપટી ફરતા હોય છે.”

પાસપોર્ટ સિવાય તમામ કિંમતી સામાનની થઈ ચોરી

આ વીડિયોમાં તેણે આગળ કહ્યું કે તે પેરિસના પોલીસ સ્ટેશનમાં જઈને ચોક્કસ ફરિયાદ નોંધાવશે. પોતાના વીડિયોમાં તેણે બધાને સાવધાન રહેવા કહ્યું કે, વિદેશમાં મારી સાથે ખૂબ દુર્વ્યવહાર થયો છે, ભગવાનનો આભાર કે મારો પાસપોર્ટ બચી ગયો.

Next Article