Ankita Lokhande Mehendi : અંકિતા લોખંડેના હાથમાં લાગી વિક્કી જૈનના નામની મહેન્દી, તસવીર જોઇને ફેન્સ થયા ખુશ

|

Dec 11, 2021 | 10:34 PM

એક તસવીરમાં વીણા અંકિતાને મહેંદી લગાવતી જોવા મળી રહી છે. બીજી તસવીરમાં અંકિતા વીણા સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. અંકિતા લોખંડેની મહેંદીની તસવીર સામે આવ્યા બાદ તેના ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

Ankita Lokhande Mehendi : અંકિતા લોખંડેના હાથમાં લાગી વિક્કી જૈનના નામની મહેન્દી, તસવીર જોઇને ફેન્સ થયા ખુશ
Ankita Lokhande Mehendi

Follow us on

અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) 14 ડિસેમ્બરે તેના લાંબા સમયના બોયફ્રેન્ડ વિક્કી જૈન (Vicky Jain) સાથે સાત ફેરા લેવા જઈ રહી છે. બંનેના લગ્નની વિધિઓ આજથી એટલે કે 11 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. આજે અંકિતા લોખંડેની મહેંદી સેરેમની હતી, જેની તસવીરો સામે આવી છે. જે તસવીરો સામે આવી છે તેમાં અંકિતા લોખંડે વિક્કી જૈનના નામની મહેંદી લગાવતી વખતે ખૂબ જ ખુશ દેખાતી હતી. તમને જણાવી દઈએ કે એ જ કલાકારે અંકિતા લોખંડેને મહેંદી લગાવી છે. જેણે થોડા દિવસો પહેલા બોલિવૂડ સ્ટાર કેટરીના કૈફ અને વિકી કૌશલના હાથમાં પણ મહેંદી લગાવી હતી.

અમે વાત કરી રહ્યા છીએ મહેંદી કલાકાર વીણા નાગડાની. ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. આમાંથી એક તસવીરમાં વીણા અંકિતાને મહેંદી લગાવતી જોવા મળી રહી છે. બીજી તસવીરમાં અંકિતા વીણા સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. અંકિતા લોખંડેની મહેંદીની તસવીર સામે આવ્યા બાદ તેના ફેન્સ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. અંકિતાના ચાહકો તેને તેના જીવનની નવી સફર શરૂ કરવા માટે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

લગ્નની વિધિઓ વચ્ચે અંકિતા લોખંડેએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયો અંકિતા અને વિકીનો પ્રી-વેડિંગ વીડિયો છે, જેમાં કપલ એક સુંદર લોકેશન પર રોમાંસમાં મગ્ન જોવા મળે છે. અંકિતાએ આ નાનકડા વીડિયોને વેડિંગ સ્ટોરીનું શીર્ષક આપ્યું છે, તેને જોયા પછી એવું લાગે છે કે અંકિતા અને વિક્કી આ વીડિયો દ્વારા તેમના જીવનથી લઈને તેમના લગ્ન સુધીની સફર શેર કરવા જઈ રહ્યા છે.

વીડિયો જોઈને ખબર પડે છે કે તેનું શૂટિંગ દુબઈમાં થયું છે. તેની શરૂઆત અંકિતા અને વિક્કી રેતાળ પહાડ પર સાથે ચાલવાથી થાય છે. બંનેએ સફેદ કપડા પહેર્યા છે. આ પછી બંને એક બોટ પર જોવા મળે છે, જ્યાં બંને એકબીજાની બાહોમાં જોવા મળે છે. અંકિતાના ફેન્સને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયોને શેર કરતાં અંકિતાએ લખ્યું છે- The Sands of Time.

આ પણ વાંચો –

Kisan Maha Panchayat: હવે ઉત્તર પ્રદેશ કૈરાનામાં 12 ડિસેમ્બરે રાકેશ ટિકૈત ભરશે કિસાન મહાપંચાયત, 2022ની ચૂંટણી પર થઈ શકે છે વાત

આ પણ વાંચો –

હવે RT-PCR જ ઓમિક્રોન વેરિઅન્ટને ઓળખશે ! ટેકનોલોજીની નબળાઈ જ તેની તાકાત બની

આ પણ વાંચો –

Delhi-Ahemdabad Bullet Train: હાઈ સ્પીડ એલિવેટેડ બુલેટ ટ્રેન દિલ્હી અને અમદાવાદ વચ્ચે દોડશે, ઝડપ 350 કિલોમીટર પ્રતિ કલાકની હશે

Next Article