
ટી20 વર્લ્ડ કપ 2022ની સેમીફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડ સામેની આ મેચમાં ભારતની હાર થઈ હતી. આ સાથે ટીમ ઈન્ડિયાનું વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું પણ અધૂરું રહી ગયું. હવે દેશભરમાં આ કારમી હારના સમયે બધા નિરાશ છે. સોશિયલ મીડિયા પર ચારેબાજુ ખળભળાટ મચી ગયો છે. ફેન્સથી લઈને ટીવી સેલિબ્રિટીઝની પ્રતિક્રિયાઓ પણ સતત સામે આવી રહી છે. ચાલો જાણીએ એ કયા સ્ટાર્સ છે જેમણે આ હાર પર નિરાશા વ્યક્ત કરી છે.
But as a BIG INDIAN CRICKET FAN i do have a complaint .. INDIA ALWAYS fails to win an ICC world tournament !!! And believe it or not IPL is a big reason for that. 😡
— RAHUL VAIDYA RKV (@rahulvaidya23) November 10, 2022
રાહુલ વૈદ્યએ ટીમ ઈન્ડિયાની હાર પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમનો મોટો પ્રશંસક હોવાના કારણે મને એક ફરિયાદ છે.. ભારત હંમેશા આઈસીસી વર્લ્ડ ટૂર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ જાય છે! અને માનો કે ના માનો, આઈપીએલ આનું એક મોટું કારણ છે.
I don’t know humari bowling itni buri hai ya unki batting itni achi hai 💔 #ICCT20WorldCup2022
— Aly Goni (@AlyGoni) November 10, 2022
રાહુલ વૈદ્ય સિવાય ટીવી એક્ટર અલી ગોનીએ પ્રતિક્રિયા આપતા લખ્યું કે, મને સમજાતું નથી કે આપણી બોલિંગ એટલી ખરાબ છે કે તેમની બેટિંગ એટલી સારી છે.
It’s just a match, gaiz.
— Nakuul Mehta (@NakuulMehta) November 10, 2022
ટીવી એક્ટર નકુલ મહેતાએ પ્રતિક્રિયા આપતા લખ્યું કે, આ એક મેચ છે. નકુલ મહેતા બડે અચ્છે લગતે હૈ સિરીયલ સેટ પર મેચ જોતો જોવા મળ્યો હતો. તેની સાથે દિશા પરમાર અને અન્ય ટીમ મેમ્બર અને કેમેરામેન તથા ક્રુ પણ સાથે હતા.