Ankita-Vicky Wedding : અંકિતા લોખંડે અને વિક્કી જૈનના સંગીતમાં પહોંચી કંગના રનૌત, બોલિવૂડ કવિનનો જોવા મળ્યો શાહી અંદાજ

અંકિતા લોખંડે (Ankita Lokhande) અને વિક્કી જૈન આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેની સંગીત સેરેમનીમાં એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) પહોંચી હતી. એક્ટ્રેસ એથનિક લુકમાં ખૂબસૂરત લાગી રહી હતી.

Ankita-Vicky Wedding : અંકિતા લોખંડે અને વિક્કી જૈનના સંગીતમાં પહોંચી કંગના રનૌત, બોલિવૂડ કવિનનો જોવા મળ્યો શાહી અંદાજ
File Photo
| Edited By: | Updated on: Dec 14, 2021 | 8:04 AM

એક્ટ્રેસ અંકિતા લોખંડે અને વિક્કી જૈન આજે લગ્નના બંધનમાં બંધાશે. બંનેના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ગયા છે. વિક્કી અને અંકિતાના લગ્ન પહેલાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બંને વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી છે. એક્ટ્રેસ કંગના રનૌત અંકિતા અને વિકીના સંગીતમાં પહોંચી હતી.

કંગના એથનિક લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. અંકિતાનો મ્યુઝિક વીડિયો સામે આવ્યો છે જેમાં કંગના અને અંકિતા સાથે બેઠેલા જોવા મળે છે. બંને વચ્ચે સારી બોન્ડિંગ જોવા મળી રહી છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. કંગનાએ અંકિતાના સંગીત સમારોહમાં લહેંગા પહેર્યો હતો. તેણે તેના આઉટફિટ સાથે ભારે જ્વેલરી કેરી કરી હતી.

અંકિતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર મહેંદી ફંક્શનની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અંકિતા વિક્કી સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. બંને ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

અંકિતા અને વિક્કીએ 12 ડિસેમ્બરે સગાઈ કરી હતી. જેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા. અંકિતાની સગાઈ સેરેમનીમાં સુશાંત રાજપૂતની ફિલ્મ રાબતાનું ટાઈટલ સોંગ વાગી રહ્યું હતું.

સગાઈમાં અંકિતાએ બ્લુ આઉટફિટ પહેર્યો હતો અને વિક્કી બ્લેક એન્ડ સિલ્વર કલરના સૂટમાં જોવા મળ્યો હતો. તેમની સગાઈમાં પરિવારના સભ્યો ઉપરાંત કેટલાક મિત્રો પણ હાજર હતા. બંનેએ તેમના મિત્રો માટે ભવ્ય કોકટેલ પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં ફેમસ રેપર બાદશાહ પણ પરફોર્મ કરશે. આજે એટલે કે 14 ડિસેમ્બરે અંકિતા અને વિક્કીના લગ્ન ગ્રાન્ડ હયાત હોટલમાં થશે. લગ્ન પછી સાંજે જ રિસેપ્શન પાર્ટી હશે.

અંકિતાએ લગ્ન પહેલા વિક્કી સાથેનો એક રોમેન્ટિક વીડિયો શેર કર્યો હતો
અંકિતાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર લગ્ન પહેલાનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અંકિતા વિક્કી સાથે જોવા મળી રહી છે. વીડિયો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, સમયની રેતી. આ વીડિયોમાં અંકિતા અને વિક્કી એકસાથે રોમેન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે. અંકિતાએ વ્હાઇટ કલરની સાડી પહેરી છે, જ્યારે વિક્કી પણ વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યો છે.

અંકિતા અને વિક્કી 2018 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે
અંકિતા અને વિક્કીએ 2018થી એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. વિક્કી એક બિઝનેસમેન છે અને અંકિતા એક્ટ્રેસ છે. બંને એકબીજાના ફોટા શેર કરીને પ્રેમ દર્શાવતા જોવા મળે છે.

 

આ પણ વાંચો : Corona Vaccine : અમેરિકી વાયુસેનાના સ્ટાફે વેક્સિન લેવાનો ઇન્કાર કરતા કરવામાં આવી કાર્યવાહી, 27 સ્ટાફને કરાયા છુટા

આ પણ વાંચો : Happy Birthday Shyam Benegal : ‘અંકુર’થી લઈને ‘મંથન’ સુધી શ્યામ બેનેગલે પોતાની ફિલ્મોથી સમાજનું સત્ય લોકો સામે લાવ્યા