ઝલક દિખલા જા 10ના ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં સલમાન ખાન ડાન્સ કરતો જોવા મળ્યો છે. ડાન્સ રિયાલિટી શોના ગ્રાન્ડ ફિનાલે માટે માત્ર દર્શકો જ નહીં પરંતુ સલમાન ખાન પણ ખૂબ જ એક્સાઈટેડ હતો. સલમાન ખાન પણ બિગ બોસના સેટ પરથી ઝલકના ફિનાલેમાં જોડાવાનો હતો. અબ્દુ રોજિકે માધુરી દીક્ષિત માટે ગીત ગાયું હતું, આ ગીત સાંભળીને બધા ડાન્સ કરવા માટે મજબૂર થઈ ગયા.
કલર્સ ટેલિવિઝનના ઈન્સ્ટાગ્રામ પેજ પર ઝલક દિખલા જા અને બિગ બોસના એપિસોડનો એક વીડિયો શેયર કરવામાં આવ્યો છે. વીડિયોમાં માધુરી દીક્ષિત, અર્ચના ગૌતમ અને અંકિત ગુપ્તાની મજાક કરતી જોવા મળે છે. આ પછી તેણે અબ્દુ રોજિકને ગીત ગાવા માટે પણ કહ્યું. માધુરી અબ્દુને કહે છે કે મેં સાંભળ્યું છે કે તમે પણ બહુ સારું ગીત ગાવો છે.
આ પછી અબ્દુ રોજિકે માધુરી દીક્ષિત માટે હમ આપકે હૈ કૌનનું ‘દિલ પગલા હૈ…’ ગીત પણ ગાયું હતું. અબ્દુ રોજિકના મોઢેથી હિન્દી ગીત સાંભળીને બધા હેરાન થઈ ગયા હતા. માધુરી પણ અબ્દુને ગીત ગાતો જોઈને ખુશ થઈ ગઈ હતી. ક્યૂટ અબ્દુના વખાણ કરતા સલમાન ખાને કહ્યું કે તે માત્ર ક્યૂટ જ નથી તે સેક્સી પણ છે.
અબ્દુ રોજિકે ‘દિલ પાગલા હૈ’ ગીત ગાઈને શોમાં હાજર તમામ લોકોને ડાન્સ કરવા માટે મજબૂર કરી દીધા હતા. વીડિયોમાં વરુણ ધવન, કરણ જોહર અને સલમાન ખાન ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સલમાન ખાને એમ પણ કહ્યું કે તે ફિનાલે માટે એક્સાઈટેડ છે, કારણ કે તે જાણવા માંગે છે કે કોણ વિનર બનશે. આ પહેલા પણ કલર્સે એક વીડિયો શેયર કર્યો હતો. વીડિયોમાં સલમાન ખાન અને માધુરી દીક્ષિત ફિલ્મ હમ આપકે હૈ કૌનનું આઈકોનિક સીન ફરીથી રીક્રેટ કરતા જોવા મળ્યા હતા.