Devoleena Bhattacharyaji: દેવોલિના ભટ્ટાચાર્યાના પડોશમાં થઈ હતી ભયાનક ઘટના, અભિનેત્રીએ કહ્યું- હું સાંભળીને ચોંકી ગઈ હતી

Devoleena Bhattacharyaji: દેવોલિના ભટ્ટાચાર્યાજીએ (Devoleena Bhattacharyaji) તાજેતરમાં એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જે તેમના પડોશની બાબત છે. તે કહે છે કે જ્યારે પણ તે આ ઘટનાને યાદ કરે છે ત્યારે તેના રૂવાંડા ઉભા થઈ જાય છે.

Devoleena Bhattacharyaji: દેવોલિના ભટ્ટાચાર્યાના પડોશમાં થઈ હતી ભયાનક ઘટના, અભિનેત્રીએ કહ્યું- હું સાંભળીને ચોંકી ગઈ હતી
A horrific incident took place in Devolina Bhattacharya's neighborhood
| Edited By: | Updated on: May 29, 2022 | 2:45 PM

ટીવી શો ‘સાથ નિભાના સાથિયા’ની (Sath Nibhana Sathiya) લોકપ્રિય અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્યા પણ રિયાલિટી શો બિગ બોસ સીઝન 13 અને 15માં જોવા મળી છે. અભિનેત્રીઓ અવાર-નવાર કોઈને કોઈ મુદ્દાને લઈને ચર્ચામાં રહે છે. દેવોલિના ભટ્ટાચાર્યાએ (Devoleena Bhattacharjee) હાલમાં જ એક એવી ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જે તેના પડોશની વાત છે. તે કહે છે કે જ્યારે પણ તે આ ઘટનાને યાદ કરે છે ત્યારે તેના તેના રૂવાંડા ઉભા થઈ જાય છે. આ વાતનો ખુલાસો કરતા અભિનેત્રી દેવોલીનાએ જણાવ્યું કે, તેમની પડોશની બિલ્ડીંગમાં હાઉસકીપિંગ ટીમે મળીને એક નોકરની હત્યા કરી હતી. બાદમાં તે ઘરેલુ નોકરનો મૃતદેહ રેલવે ટ્રેક પર છોડી દેવામાં આવ્યો હતો.

પાડોશમાં બનેલી ઘટનાથી દેવોલીના શોકમાં હતી

દેવોલીના કહે છે કે, તે આ ઘટનાથી ચોંકી ગઈ છે. તે તેના ફ્લેટમાં પાલતું પ્રાણી સાથે એકલી રહે છે. એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું- ‘આ ઘટના પછી હું શીખી ગઈ છું. હું મારા ઘરમાં એકલી પ્રાણી સાથે રહું છું. પણ હવે મને એકલા રહેવાની બીક લાગવા માંડી છે. આ ઘટના મારી પાસેની જ છે. હું જ્યાં રહું છું ત્યાંની.’ તેણે પોલીસની પ્રશંસા કરી અને કહ્યું- આભાર કે અમારી રાજ્ય પોલીસની ટીમે આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરી. તેમણે વધુમાં કહ્યું કે – સમાજમાં સુરક્ષા તપાસના પગલાં ખૂબ સારા છે પરંતુ આવા સ્ટાફને નોકરીએ રાખતા પહેલા ફરીથી વિચારવું જોઈએ.

મુંબઈ સેફ સિટીઃ દેવોલિના

તેણે આગળ કહ્યું- મુંબઈ એક એવું શહેર છે જે એકદમ સુરક્ષિત માનવામાં આવે છે. હું પણ અહીં એકલી રહું છું. પરંતુ આવી ઘટનાઓ ભયજનક છે. હવે હું મારા ઘરમાં કોઈપણ નવા વ્યક્તિને એન્ટ્રી આપતા પહેલા 100 વાર વિચારીશ. તે કહે છે કે તેને આશા છે કે ટૂંક સમયમાં તેની મમ્મી તેની સાથે રહેવા મુંબઈ આવે. તમને જણાવી દઈએ કે, દેવોલિના આસામની છે, તેનો પરિવાર આસામમાં રહે છે. દેવોલીનાએ કહ્યું- મારા ભાઈના જલ્દી લગ્ન થવાના છે. ત્યાં સુધી તે આસામમાં મારા ભાઈ સાથે રહેશે. લગ્ન પછી તે મારી સાથે મારા ઘરે રહેશે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દેવોલિના ટૂંક સમયમાં એક શોર્ટ ફિલ્મમાં જોવા મળશે. રેણુકા શહાણે આ શોર્ટ ફિલ્મ બનાવી રહી છે. અભિનેત્રીએ આ ફિલ્મનું એક ટીઝર પણ શેર કર્યું છે. અભિનેત્રીને તેની આગામી શોર્ટ ફિલ્મ માટે ચાહકોએ અભિનંદન પાઠવ્યા હતા. અને ટીઝરને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

Published On - 2:38 pm, Sun, 29 May 22