Tadap Trailer: સુનીલ શેટ્ટીનો પુત્ર Ahan Shettyની મોટા પડદા પર ધમાકેદાર એન્ટ્રી, તડપના ટ્રેલરમાં દેખાઈ તેની એક્શન

તડપ (Tadap) ફિલ્મના ટ્રેલરમાં એક્શન અને રોમાન્સનો કોમ્બો છે. જેમાં અહાન શેટ્ટી (Ahan Shetty)એ પોતાની હાજરીને જોરદાર રીતે મહેસુસ કરાવી છે. આ ફિલ્મમાં અહાન શેટ્ટી શાનદાર એક્શન કરતો જોવા મળી રહ્યો છે.

Tadap Trailer: સુનીલ શેટ્ટીનો પુત્ર Ahan Shettyની મોટા પડદા પર ધમાકેદાર એન્ટ્રી, તડપના ટ્રેલરમાં દેખાઈ તેની એક્શન
Tadap
| Edited By: | Updated on: Oct 27, 2021 | 7:46 PM

બોલિવૂડ એક્ટર સુનીલ શેટ્ટી (Sunil Shetty) બોલિવૂડના બેસ્ટ એક્ટર્સમાંથી એક છે, તેમણે પોતાની એક્ટિંગથી બધાને ઘાયલ કર્યા છે. હવે તેમનો પુત્ર અહાન શેટ્ટી (Ahan Shetty) મોટા પડદા પર ડેબ્યુ કરવા માટે તૈયાર છે. એક દિવસ પહેલા જ તેમની આગામી ફિલ્મ તડપનું ટીઝર રિલીઝ કરીને અહાન શેટ્ટીનો લુક બતાવવામાં આવ્યો હતો, હવે તેનું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ચાલો તમને જણાવીએ કે અહાન અને તારાની ફિલ્મ તડપનું ટ્રેલર કેવું છે?

 

અહાન ધમાકેદાર એક્શન કરતા જોવા મળી રહ્યા છે

તડપ ફિલ્મના ટ્રેલર (Tadap Trailer)માં એક્શન અને રોમાન્સનો કોમ્બો છે. જેમાં અહાન શેટ્ટીની જોરદાર સ્ટાઈલે પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે. આ ફિલ્મમાં અહાન શેટ્ટી શાનદાર એક્શન કરતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં દિલજલે આશિકના રોલમાં જોવા મળેલ અહાનનું આ ટ્રેલર મસાલા એન્ટરટેનર છે. તારા સુતરિયા તેની ગર્લફ્રેન્ડનો રોલ કરી રહી છે. આ ફિલ્મના ટ્રેલરમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. ટીઝર બાદ દર્શકોની ઉત્સુકતા વધી ગઈ હતી. હવે આ ટ્રેલરે તેમની ઉત્સુકતાને એક ડગલું આગળ વધાર્યું છે.

 

આ ફિલ્મનું ટ્રેલર આજે એટલે કે 27 ઓક્ટોબરે બપોરે 1 વાગ્યે રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ ટ્રેલર દર્શકોમાં છવાઈ ગયું છે. તેમાં બતાવવામાં આવેલા ધમાકેદાર એક્શન સીન લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. અહાનને જેવી ફિલ્મ મળી છે એનાથી વધુ સારી રીતે કોઈનું પણ ડેબ્યુ ન થઈ શકે. તેણે નિરાશ પણ કર્યા નથી, તે એક્શન અવતારમાં સારો લાગી રહ્યો છે. તેની ફિલ્મના ટ્રેલરને મોટી હસ્તીઓ પણ પસંદ કરી રહી છે.

 

તેલુગુ મૂવી RX 100ની છે રિમેક

તમને જણાવી દઈએ કે ફિલ્મ તડપ 3 ડિસેમ્બર, 2021ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ 2018ની તેલુગુ ફિલ્મ RX 100ની સત્તાવાર રિમેક છે. તડપ ફિલ્મમાં અહાન શેટ્ટી અને તારા સુતારિયા (Tara Sutaria) ઉપરાંત સૌરભ શુક્લા(Saurabh Shukla) અને કુમુદ મિશ્રા (Kumud Mishra) પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મિલન લુથરિયાએ કર્યું છે અને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કર્યું છે. આ ફિલ્મ રજત અરોરા દ્વારા લખવામાં આવી છે.

 

 

આ પણ વાંચો :- Hrithik Roshan ‘ક્રિશ 4’માં ફેલાવશે પોતાના અવાજનો જાદુ, ફિલ્મમાં જોવા મળશે શાનદાર એક્શન

 

આ પણ વાંચો :- શું Vicky Kaushal અને Katrina Kaif આ દિવસે લેશે સાત ફેરા?

Follow Us
Loading...
Unable to load recommendations.