Tadap Postponed: સુનીલ શેટ્ટીના પુત્ર અહાનની ડેબ્યૂ ફિલ્મની જોવી પડશે રાહ, જાણો ક્યારે રિલીઝ થશે ‘તડપ’

|

Aug 24, 2021 | 3:55 PM

તડપ એક રોમેન્ટિક ફિલ્મ છે. અહાન તેની પ્રથમ ફિલ્મમાં તારા સુતરિયાની સાથે જોવા મળશે. થોડા સમય પહેલા ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. હવે ફિલ્મની નવી રિલીઝ ડેટ બહાર આવી છે.

Tadap Postponed: સુનીલ શેટ્ટીના પુત્ર અહાનની ડેબ્યૂ ફિલ્મની જોવી પડશે રાહ, જાણો ક્યારે રિલીઝ થશે તડપ
Tadap

Follow us on

સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીએ બોલિવૂડમાં પગ મૂક્યો છે. હવે અભિનેતાનો પુત્ર અહાન શેટ્ટી પણ તેની બોલિવૂડ ડેબ્યુ માટે તૈયાર છે. અહાન શેટ્ટીની પહેલી ફિલ્મનું પોસ્ટર થોડા સમય પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે. હવે ફિલ્મની રિલીઝ ડેટ બદલાઈ ગઈ છે. ફિલ્મની નવી રિલીઝ તારીખ હવે મેકર્સ દ્વારા આજે ચાહકો સમક્ષ રજૂ કરવામાં આવી છે.

તાજેતરમાં, નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે અહાનની ફિલ્મની રજૂઆતમાં થોડો વધુ સમય લાગશે. અહાનની પહેલી ફિલ્મ તડપની રિલીઝ ડેટને લગભગ બે મહિના આગળ વધારી દેવામાં આવી છે. હવે અહાનની પહેલી ફિલ્મ તડપ ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં રિલીઝ થવા જઈ રહી છે.

તડપની બદલાવામાં આવી રિલીઝ ડેટ

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ફિલ્મ તડપના નિર્દેશક, મિલન લુથરિયાએ ખુદ ફિલ્મની રિલીઝ તારીખ લંબાવવાની માહિતી આપી છે. સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી શેર કરતાં ડાયરેક્ટરે લખ્યું, “રાહ જોઈ રહ્યો છું… એક અદભુત લવ સ્ટોરી સાજિદ નડિયાદવાલાની તડપ મોટા પડદા પર 3 ડિસેમ્બર 2021 ના ​​રોજ. આ ફિલ્મમાં તારા સુતારિયા ફિમેલ લીડ રોલમાં છે.

અહાનના ફર્સ્ટ લૂકે દર્શકોમાં ભારે ઉત્તેજનાની લહેર ઉભી કરી છે અને નવો ચહેરો જોવાની અપેક્ષા અપાર છે. આ ફિલ્મ 3 ડિસેમ્બર 2021 ના ​​રોજ રૂપેરી પડદા પર ધુમ મચાવા માટે પૂરી રીતે તૈયાર છે.

https://twitter.com/milanluthria/status/1430055098084855812?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1430055098084855812%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fentertainment%2Fsuniel-shetty-son-ahan-debut-film-tadap-changed-release-date-film-will-release-in-december-793679.html

મિલન લુથરિયા દ્વારા નિર્દેશિત, તડપમાં અહાન શેટ્ટી, તારા સુતારિયા, સૌરભ શુક્લા, કુમુદ મિશ્રા અને સુમિત ગુલાટી જેવા કલાકારો છે. આ ફિલ્મને સાજીદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા કો-પ્રોડ્યુસર છે, જે રજત અરોરાએ લખી છે અને ફિલ્મમાં આત્મીય સંગીત પ્રીતમ દ્વારા આપવામાં આવ્યું છે.

અક્ષય કુમારે કરી હતી જાહેરાત

તડપ જાહેર ખુદ અક્ષય કુમારે કરી હતી. સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કરતા અક્ષયે લખ્યું હતું કે અહાન, તમારા માટે મોટો દિવસ, મને તમારા પિતા સુનીલ શેટ્ટીની પ્રથમ ફિલ્મ બલવાનનું પોસ્ટર આજે પણ યાદ છે અને આજે હું તમારી પ્રથમ ફિલ્મનું પોસ્ટર રજૂ કરી રહ્યો છું. હું ખુશ છું અને ગર્વ અનુભવું છું … ત્યારે અક્ષયે ફિલ્મની રિલીઝ ડેટ 24 સપ્ટેમ્બર કહી હતી. અમે તમને જણાવી દઈએ કે તડપ એક રોમેન્ટિક એક્શન ફિલ્મ છે, જે 2018 ની તેલુગુ ફિલ્મ આરએક્સ 100 ની રિમેક છે.

 

આ પણ વાંચો :- Spotted: Sanjay Leela Bhansaliની ઓફિસની બહાર જોવા મળી સોનમ કપૂર, શું ‘સાવરિયા’ પછી ફરી કરશે સાથે કામ?

આ પણ વાંચો :- Thalaivii: કંગના રનૌતના ચાહકો માટે સારા સમાચાર, આ દિવસે થિયેટરોમાં રિલીઝ થશે ‘થલાઈવી’

Next Article