બોલીવુડનો હળહળતો વિરોધ, બે પાકિસ્તાની ગાયકના વીડિયો T-Seriesએ યુટ્યૂબમાંથી હટાવી લીધા

|

Feb 17, 2019 | 1:01 PM

પુલવામામાં CRPFના કાફલા પર થયેલ આંતકી હુમલાની વિરૂધ્ધ દેશ ઉકળી રહ્યો છે અને પાકિસ્તાન અને આંતકીઓની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યાં છે. સરકાર જવાબ આપવાનું વચન આપી ચૂકી છે પણ તેના પહેલા 2 પાકિસ્તાની પ્લેબેક સિંગરને પુલવામા હુમલાની કિંમત ચૂકવવી પડી છે. બોલિવુડ મ્યુઝીકમાં વર્ષોથી મોટું નામ કમાતા પાકિસ્તાનના ગાયક આતિફ અસલમ અને […]

બોલીવુડનો હળહળતો વિરોધ, બે પાકિસ્તાની ગાયકના વીડિયો T-Seriesએ યુટ્યૂબમાંથી હટાવી લીધા

Follow us on

પુલવામામાં CRPFના કાફલા પર થયેલ આંતકી હુમલાની વિરૂધ્ધ દેશ ઉકળી રહ્યો છે અને પાકિસ્તાન અને આંતકીઓની વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યાં છે.

સરકાર જવાબ આપવાનું વચન આપી ચૂકી છે પણ તેના પહેલા 2 પાકિસ્તાની પ્લેબેક સિંગરને પુલવામા હુમલાની કિંમત ચૂકવવી પડી છે. બોલિવુડ મ્યુઝીકમાં વર્ષોથી મોટું નામ કમાતા પાકિસ્તાનના ગાયક આતિફ અસલમ અને રાહત ફતેહ અલી ખાનના ગીતોને મ્યુઝીક કંપની ટી-સીરીઝે તેમના યૂ-ટયૂબ એકાઉન્ટથી હટાવી લીધા છે. આ ગીતો યૂ-ટયૂબના બાકી એકાઉન્ટમાં હાજર છે. મ્યુઝીક કંપનીએ પુલવામા હુમલા પછી આ કાર્યવાહી કરી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સલમાન ખાનની ફિલ્મ ‘ટાઈગર જીન્દા હે’ નું ગીત ‘દિલ દિયા ગલ્લા’ સહિત ઘણાં સુપરહિટ ગીતોના ગાયક આતિફ અસલમનું ગીત ‘બારિશે’ 13 ફેબ્રુઆરીએ અપલોડ કરવામાં આવ્યું હતુ, તેને પણ હટાવી લીધુ છે. તે રીતે રાહત ફતેહ અલી ખાનનું ગીત ‘જીન્દગી’ 15 ફેબ્રુઆરીએ યૂ-ટયૂબ પર મુકવામાં આવ્યું હતુ તેને પણ હટાવી લેવામાં આવ્યું છે.

TV9 Gujarati

 

ટી-સીરીઝે આ વિશે કોઈ વાતચીત કરી નથી પણ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ બધી જ મ્યુઝીક કંપનીઓને કહ્યું કે તેઓ કોઈ પણ પાકિસ્તાની સંગીત કલાકારની સાથે કામ કરવાનું બંધ કરી દે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ ફિલ્મ સેનાના પ્રમુખ અમેય ખોપકરે જણાવ્યું કે બધી જ મ્યુઝીક કંપનીઓને ચેતવણી આપી છે કે તેઓ પાકિસ્તાની સંગીતકારો અને ગાયકો સાથે કોઈ સંબંધ ના રાખે.

[yop_poll id=1527]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:59 pm, Sun, 17 February 19

Next Article