Swara Bhasker Net Worth: કરોડોની માલિક છે સ્વરા ભાસ્કર, એક ફિલ્મ માટે લે છે મોટી રકમ

સ્વરા ભાસ્કર લાંબા સમયથી ચાહકોમાં રાજ કરી રહી છે. અભિનેત્રી હંમેશા તેના ખાસ અભિનય માટે જાણીતી છે. આજે અમે તમને અભિનેત્રીની નેટવર્થ સાથે પરિચય કરાવીશું.

Swara Bhasker Net Worth: કરોડોની માલિક છે સ્વરા ભાસ્કર, એક ફિલ્મ માટે લે છે મોટી રકમ
Swara Bhasker
| Edited By: | Updated on: Aug 19, 2021 | 10:09 PM

Swara Bhasker Net Worth: બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સ્વરા ભાસ્કર (Swara Bhasker) તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે. સ્વરાએ અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં વિવિધ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. સ્વરા એક એવી અભિનેત્રી છે જે પોતાની વાત બેબાકીથી રાખે છે, જેના કારણે તેમને ઘણી વખત ટ્રોલિંગનો પણ સામનો કરવો પડે છે. આજે સ્વરાએ પોતાના દમ પર સિનેમામાં નામ અને પૈસા કમાયા છે.

અભિનય ઉપરાંત સ્વરા ભાસ્કર ફિલ્મો પણ પ્રોડ્યુસ પણ કરે છે. સ્વરાએ ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’માં કંગના રનૌતની મિત્ર પાયલનું પાત્ર ભજવ્યું હતું, જેનાથી તેમને દર્શકોની વચ્ચે ઓળખ મળી હતી. આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે સ્વરાએ પોતાની મહેનતના આધારે કરોડોની સંપત્તિ ભેગી કરી છે.

સ્વરા ભાસ્કર નેટવર્થ

દિલ્હીમાં જન્મેલી સ્વરા ભાસ્કર આજે કરોડોમાં રાજ કરે છે. મીડિયા અહેવાલો અનુસાર, સ્વરાની નેટવર્થ 2021 માં 5 મિલિયન ડોલર છે. સ્વરાએ 2009 થી અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં 15 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. અભિનેત્રી અભિનયની સાથે સાથે કમાણીમાં પણ મોટી અભિનેત્રીઓને હરાવી રહી છે.

સ્વરાની કમાણીનું સાધન ફિલ્મોની ફી સિવાય જાહેરાત છે. સ્વરા ઘણી લોકપ્રિય જાહેરાતો જેવા કે તનિષ્ક, ફોર્ચ્યુન ઓઇલ, સ્પ્રાઇટ, આયોડેક્સ વગેરે જેવી નો ભાગ રહી ચુકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લીડ રોલ તરીકે સ્વરા ભાસ્કર એક ફિલ્મ માટે મોટી રકમ લે છે. અહેવાલો અનુસાર, સ્વરા એક ફિલ્મ માટે પાંચ કરોડ ચાર્જ કરે છે.

સ્વરાનું ઘર

તમને જણાવી દઈએ કે દિલ્હીમાં રહેતી સ્વરા ભાસ્કરનું આજે મુંબઈમાં પોતાનું ઘર છે. સ્વરા મુંબઈમાં 3 BHK ફ્લેટમાં રહે છે, તેમના લક્ઝુરિયસ ફ્લેટનું ઇન્ટિરિયર ઘણું સરસ છે. અભિનેત્રી પાસે BMW X1 સિરીઝ જેવી કાર પણ છે.

બાય ધ વે, તમને જણાવી દઈએ કે સ્વરાએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2009 માં ફિલ્મ માધોલાલ કીપ વોકિંગ (Madholal Keep Walking) થી કરી હતી. વર્ષ 2010 માં, તે સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગુઝારિશમાં પણ ખાસ ભૂમિકામાં જોવા મળી હતી, જોકે અભિનેત્રીને સાચી ઓળખ તનુ વેડ્સ મનુ પાસેથી મળી હતી. ફિલ્મ રાંઝણા (Raanjhanaa) માં ભૂમિકાએ અભિનેત્રીની કારકિર્દીને વેગ આપ્યો હતો. હવે સ્વરા ઘણી શાનદાર ફિલ્મોનો ભાગ રહી ચુકી છે, અને તે તેમના ચાહકોમાં રાજ કરે છે.

 

આ પણ વાંચો :- Gangubai Kathiawadi: ભણસાલી અને આલિયા ભટ્ટને મોટી રાહત, હાઈકોર્ટે બદનક્ષીની કાર્યવાહી પર આપ્યો વચગાળાનો સ્ટે

આ પણ વાંચો :- Anurag Thakur Jan Ashirvad Yatra : હિમાચલ ભવનથી અનુરાગ ઠાકુરની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ, પરવાનુમાં કરવામાં આવશે ભવ્ય સ્વાગત