ધનુષ તેલુગુ ફિલ્મ Sirથી દિગ્દર્શક તરીકેની કરી રહ્યો છે ડેબ્યુ, અભિનેતાએ રિલીઝ કર્યું મોશન પોસ્ટર

|

Dec 23, 2021 | 2:05 PM

સુપરસ્ટાર ધનુષે (Dhanush) તેની આગામી ફિલ્મ 'સર'નું મોશન પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષામાં બનાવવામાં આવશે.

ધનુષ તેલુગુ ફિલ્મ Sirથી દિગ્દર્શક તરીકેની કરી રહ્યો છે ડેબ્યુ, અભિનેતાએ રિલીઝ કર્યું મોશન પોસ્ટર
Dhanush ( File photo)

Follow us on

સાઉથના સુપરસ્ટાર ધનુષે તેની આગામી ફિલ્મનું નામ જાહેર કર્યું છે. અભિનેતાએ તેના ટ્વિટર એકાઉન્ટ પર તેની આગામી ફિલ્મનું મોશન પોસ્ટર શેર કરીને ફિલ્મના ટાઇટલની જાહેરાત કરી છે. આ મોશન પિક્ચરના બેકગ્રાઉન્ડમાં માત્ર સંગીત છે. આ ફિલ્મનું નામ છે સર. આ ફિલ્મ સામાજિક મુદ્દા પર આધારિત છે.

ધનુષે ફિલ્મનું ટાઇટલ જાહેર કરતા પહેલા જ તેના ટ્વિટર પર એક પોસ્ટર શેર કર્યું હતું. જેમાં તેણે ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વિગતો શેર કરી હતી. ધનુષની આ પહેલી તેલુગુ નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષામાં બનશે. અભિનેતા તેના તમિલ વર્જનમાં મુખ્ય કલાકાર હશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ટ્વિટર પર પોસ્ટર શેર કરતા એક્ટરે લખ્યું હતું કે, “મારી આગામી તમિલ ફિલ્મ અને પ્રથમ તેલુગુ ફિલ્મ જેનું હું નિર્દેશન કરીશ. આવતીકાલે શીર્ષકની જાહેરાત કરશે. ૐ નમઃ સિવાય.”

આ અનટાઇટલ્ડ પ્રોજેક્ટ વેંકી અતુલુરી દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવ્યો છે. સિતારા એન્ટરટેઈનમેન્ટના એસ નાગા વંશી ધનુષની આગામી ફિલ્મનું નિર્માણ કરશે. આ સોશિયલ પીરિયડ ડ્રામા માં એજ્યુકેશન માફિયા બતાવવામાં આવશે. ફિલ્મમાં એક યુવક શિક્ષણના ખાનગીકરણ સામે લડત લડતો જોવા મળશે.

ધનુષ ‘અતરંગી રે’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
આ દિવસોમાં ધનુષ તેની આગામી ફિલ્મ ‘અતરંગી રે’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત છે. ફિલ્મમાં ધનુષની સાથે સારા અલી ખાન અને અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના તમિલ વર્ઝનનું નામ ગલાટ્ટા કલ્યાણમ છે. ‘અતરંગી રે’નું સંગીત એ. આર રહેમાને આપ્યું છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે OTT પર રિલીઝ થશે. આ ફિલ્મ હિન્દી અને તમિલ ભાષામાં રિલીઝ થશે. આ પહેલા ધનુષ 8 વર્ષ પહેલા ‘રાંઝણા’માં જોવા મળ્યો હતો. દર્શકોએ તેની અને સોનમ કપૂરની જોડીને ખૂબ પસંદ કરી હતી.

ધનુષ હોલીવુડ ફિલ્મ ‘ધ ગ્રે મેન’માં પણ જોવા મળશે. આ એક્શન થ્રિલર ફિલ્મ એન્થોની અને જો રુસો દ્વારા નિર્દેશિત છે. આ ફિલ્મ 2009માં માર્ક ગ્રેનીની આ જ નામની નવલકથા પર આધારિત છે. આ ફિલ્મમાં રેયાન ગોસલિંગ, ક્રિસ ઇવાન્સ, જેસિકા હેનવિક અને અન્ય કલાકારો છે.

આ પણ વાંચો : કામની વાત : NRI બાળકના આધાર કાર્ડ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે ? અહીં જાણો શું છે નિયમો

 આ પણ વાંચો : શું હૃતિક રોશન હોલીવુડ એક્ટ્રેસ સામંથા લોકવુડ સાથે કોઈ મોટો પ્રોજેક્ટ કરી રહ્યો છે? જુઓ તસ્વીર

Next Article