શું Shahrukh Khanનો ડર સાચો પડી રહ્યો છે ! તેણે ક્હયુ હતુ ‘મારી પોપ્યુલારિટી જ મારા બાળકો માટે બનશે મુસિબત’

|

Oct 23, 2021 | 8:33 AM

2008માં જર્મન ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં શાહરૂખે તેની લોકપ્રિયતા અને તેના બાળકો પર તેની અસર વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, "મારા પરિવાર માટે મારા જીવનમાં સૌથી મોટો ડર ખાસ કરીને બાળકો માટે મારા પડછાયાથી દૂર રહેવાનો છે.

શું Shahrukh Khanનો ડર સાચો પડી રહ્યો છે ! તેણે ક્હયુ હતુ મારી પોપ્યુલારિટી જ મારા બાળકો માટે બનશે મુસિબત
Super star Shahrukh khan once said my name can spoil my children's life

Follow us on

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan Drug Case) ડ્રગના કેસમાં આર્થર રોડ જેલમાં બંધ છે. તેમનો પરિવાર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. 21 ઓક્ટોબરે એનસીબીની (NCB) ટીમ શાહરૂખ ખાનના ઘરે મન્નત (Mannat) પહોંચી હતી. હવે શાહરૂખ ખાનનો એક જૂનો ઈન્ટરવ્યુ સામે આવ્યો છે જેમાં અભિનેતાએ કહ્યું હતું કે, “મારું નામ મારા બાળકોનું જીવન બગાડી શકે છે અને હું એવું નથી ઈચ્છતો”.

2008માં જર્મન ટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં શાહરૂખે તેની લોકપ્રિયતા અને તેના બાળકો પર તેની અસર વિશે ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું, “મારા પરિવાર માટે મારા જીવનમાં સૌથી મોટો ડર ખાસ કરીને બાળકો માટે મારા પડછાયાથી દૂર રહેવાનો છે. મારો સૌથી મોટો ડર તેમના માટે મારી લોકપ્રિયતા છે. હું નથી ઇચ્છતો કે તે ક્યારેય આની સામે લડે અને કહે કે ઓહ હું મારા પિતા કરતાં સારો છું અને હું નથી ઇચ્છતો કે તે માને કે તેને કંઈ કરવાની જરૂર નથી કારણ કે તે મારું બાળક છે.

તેણે આગળ કહ્યું, “પરંતુ એ સાચું છે કે મારું નામ તેની જીંદગી બગાડે શકે છે અને હું એવું નથી ઈચ્છતો. હું તેના પિતા તરીકે ઓળખાવા માંગુ છું.  હું નથી ઇચ્છતો કે તેને મારા બાળક તરીકે ઓળખવામાં આવે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

શાહરૂખની ચાહક જેલેના પેટ્રોવિચે 2008 ના આ ઇન્ટરવ્યૂનો વીડિયો એડિટ કરતી વખતે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોના અંતમાં કોફી વિથ કરણ એપિસોડનો એક ભાગ પણ સામેલ છે જેમાં શાહરૂખે કહ્યું હતું કે, “બાળકને જન્મ આપવાનો નિર્ણય તમારા હૃદયના ટુકડાને તમારા શરીરમાંથી બહાર જવા દેવાનો નિર્ણય છે.” તેણે વધુમાં કહ્યું કે, જો મારા બાળકો તરફ એક કાર ઝડપથી આવી રહી હોય તો. હું તે કારની સામે ઊભો રહીશ અને તેને રોકીશ.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની NCB દ્વારા ડ્રગ્સ કેસમાં 2 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી. અભિનેતાની લીગલ ટીમ આર્યનને જામીન મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો –

Pearl Farming: મોતીની ખેતીથી માલામાલ થઇ રહ્યા છે ખેડૂતો, જાણો આ ખેતી વિશેની સંપૂર્ણ જાણકારી

આ પણ વાંચો –

Kerala Rain: ભારે વરસાદથી બેહાલ કેરળ, રાહત શિબિરોની વ્યવસ્થા માટે ગ્રામ અધિકારીઓને મળશે 25 હજાર રૂપિયા

આ પણ વાંચો –

Viral Video : આ શ્રમિક બાળકનો વીડિયો જોઇને તમારી પણ આંખો ખુલ્લી રહી જશે, વીડિયો જોઇ લોકો બોલ્યા વાહ !

Next Article