Super Dancer Chapter 4 : પવનદીપ, અરુણિતા અને ઇન્ડિયન આઇડલ સ્પર્ધકોના તાલ પર ડાન્સ કરશે સુપર ડાન્સર, જુઓ વીડિયો

આજે, ઇન્ડિયન આઇડલ 12 (Indian Idol 12) ના ગીતોનો અને સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4) ના મુવ્સનો મહાસંગમ પ્રેક્ષકોને સોની ટીવી પર જોવા મળશે.

Super Dancer Chapter 4 : પવનદીપ, અરુણિતા અને ઇન્ડિયન આઇડલ સ્પર્ધકોના તાલ પર ડાન્સ કરશે સુપર ડાન્સર, જુઓ વીડિયો
Super Dancer Chapter 4, Indian Idol
| Edited By: | Updated on: Aug 22, 2021 | 8:39 PM

આજે સોની ટીવી (Sony Tv) ના ડાન્સિંગ રિયાલિટી શો (Dancing Reality Show) સુપર ડાન્સર ચેપ્ટર 4 (Super Dancer Chapter 4) માં આજે ઇન્ડિયન આઇડલ (Indian Idol) ના સિંગિંગ ચેમ્પિયન આવવાનાં છે. આ ખાસ પ્રસંગે, આઇડલના ટોચના 6 સ્પર્ધકોના ગીતો પર સુપર ડાન્સરના બાળકો તેમના ગુરુઓ સાથે લાઇવ પરફોર્મ કરશે.

ગઈકાલના એપિસોડમાં, સુપર ડાન્સરમાં ગુરુ શિષ્યની જોડીએ સ્ટેજ પર અમર ચિત્રકથાનું ડાન્સિંગ એક્ટ મંચ પર રજૂ કર્યું. આ અઠવાડિયું સુપર ડાન્સર માટે ખૂબ જ ખાસ છે કારણ કે એક મહિના પછી શોની હોસ્ટ શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) પાછી આવી છે. તો ચાલો આજે સુપર ડાન્સર સ્ટેજ પર કેટલાક રસપ્રદ પર્ફોર્મન્સ પર એક નજર કરીએ,

સંચિત અને વર્તિકા સાથે સન્મુખ પ્રિયા

સન્મુખ પ્રિયા (Shanmukha Priya) ની તેરા ઈન્તેઝાર મુઝે, કર લેના પ્યાર મુઝે આજે સુપર ડાન્સરના સ્પર્ધક સંચિત (Sanchit) અને તેના સુપર ગુરુ વર્તિકા (Super Guru Vartika) એક શાનદાર પ્રદર્શન સ્ટેજ પર રજૂ કરશે. તેમનું પ્રદર્શન જોઈને અનુરાગ બાસુ તેમને કહેશે કે આજે તેમની સામે એક સ્વૈગનો રાજકુમાર છે અને બે સ્વૈગની રાણીઓ છે. આ શાનદાર પ્રદર્શન માટે, શિલ્પા શેટ્ટી સંચિત માટે સીડી પણ મંગાવશે અને તેની સાથે તે સીડી પર ચડીને તેમને ગ્રેન્ડ સેલ્યુટ આપવામાં આવશે.

 

સૌમિત અને વૈભવ સાથે નિહાલ

પોતાની ગાયકીથી દરેકનું દિલ જીતી લીધા બાદ, ઇન્ડિયન આઇડલના ફાઇનલિસ્ટ નિહાલ તેમની ધૂનોના તાલ પર સૌમિત (Soumit) અને તેના સુપર ગુરુ વૈભવ (Super Guru Vaibhav) ને ડાન્સ કરાવશે. આજે ‘દેખા જો તુઝે યાર, દિલ મેં બજી ગિટાર’ ગીત પર, સૌમિત અને તેના ગુરુ વૈભવની જોડી ફરી એકવાર સરસ કોમેડી એક્ટ મંચ પર રજૂ કરશે. ત્રણેય જજ આ ડાન્સને ખૂબ એન્જોય કરશે. આ એક્ટ જોઈને શોની જજ શિલ્પા શેટ્ટી બંને પર ખૂબ ખુશ થશે.

 

ફ્લોરિના અને તુષાર સાથે અરુણિતા

અરુણિતા કાંજીલાલ (Arunita Kanjilal) ના સુંદર અવાજમાં આજે સુપર ડાન્સરના મંચ પર ‘ઓ મેરે સોના રે સોના રે’ ગીત રજૂ થશે. આ ગીત પર, ફ્લોરિના અને તુષાર હમેશાની જેમ પોતાની ધમાકેદાર સ્ટાઇલ બતાવીને ડાન્સ પરફોર્મ કરશે. તેમના આ નૃત્ય માટે, તેમને ત્રણેય જજો તરફથી સ્ટેન્ડિંગ ઓવેશન મળશે. તેમનું પ્રદર્શન જોઈને અનુરાગ બાસુ તેમને કહેશે કે આ એક્ટ જોઈને એવું લાગે છે કે તુષાર અને ફ્લોરિના તેમના મૂળ સ્વરૂપમાં પાછા આવી ગયા છે.

 

 

 

આ પણ વાંચો :- Surbhi Chandna ટૂંક સમયમાં ચાહકોને આપશે ખાસ સરપ્રાઈઝ, કેઝ્યુઅલ લૂકમાં લાગી બ્યૂટીફુલ

આ પણ વાંચો :- રાજ કુન્દ્રા વિવાદ વચ્ચે Shilpa Shetty એ કરી પોસ્ટ, કહ્યું કોઈ પણ તાકાત કોઈ મહિલાનાં નિશ્ચયને ડગાવી નથી શકતું