Dharmendra Health Update: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના બીમાર હોવાની વાત અફવા, પુત્રોએ કહ્યું પપ્પા સ્વસ્થ છે

અભિનેતા ધર્મેન્દ્ર(Dharmendra)ની બીમારીના સમાચાર મળતાં જ તેમના ચાહકો ચિંતામાં પડી ગયા હતા. ગયા મહિનાની શરૂઆતમાં, ધર્મેન્દ્રને સ્નાયુઓમાં ખેંચાણના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Dharmendra Health Update: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના બીમાર હોવાની વાત અફવા,  પુત્રોએ કહ્યું પપ્પા સ્વસ્થ છે
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રના બીમાર હોવાની અફવા પર પુત્રોએ કહ્યું- પપ્પા સ્વસ્થ છે
Image Credit source: file photo
| Edited By: | Updated on: Jun 07, 2022 | 1:28 PM

Actor Dharmenra Health Update: બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર (Dharmendra) તાજેતરમાં બીમાર હોવાના સમાચાર હતા. ધર્મેન્દ્રને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયાના સમાચાર પણ સામે આવ્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેમની તબિયત લથડી હતી. જ્યારથી આ સમાચાર વાયરલ થયા છે ત્યારથી અભિનેતા ધર્મેન્દ્રના ચાહકો ખૂબ જ ચિંતિત થઈ ગયા છે. જો કે, તેમના બંને પુત્રોએ તેમના પિતા ધર્મેન્દ્ર (Dharmenra)ની તબિયત અંગે સ્પષ્ટતા જાહેર કરી છે. સની દેઓલ અને બોબી દેઓલે કહ્યું કે પ્પપાની તબિયત સારી છે. તેઓ સંપૂર્ણપણે ઠીક છે.

સની-બોબીએ કહ્યું કે પપ્પા સ્વસ્થ છે

અભિનેતામાંથી રાજનેતા બનેલા સની દેઓલે સોમવારે કહ્યું કે તેના પિતા સિનેમાના આઇકોન ધર્મેન્દ્ર સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. તેમની તબિયત સારી છે. સની દેઓલનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે તેના પિતા ધર્મેન્દ્રની બીમારીની અફવાઓ ફેલાઈ રહી હતી. સનીએ પીટીઆઈને કહ્યું, ‘તેના પિતાની તબિયત સારી છે.. તે એકદમ સ્વસ્થ છે.’ તેના નાના ભાઈ અને અભિનેતા બોબી દેઓલે પણ પ્પપા સંબંધિત અફવા પર પ્રતિક્રિયા આપી હતી.

બોબીએ કહ્યું, તેના પિતા હાલમાં મુંબઈમાં તેના ઘરે છે અને લોકો અફવાઓ ફેલાવે છે તે દુઃખદ છે. બોબી દેઓલે કહ્યું, ‘તે (મારા પિતા) મુંબઈમાં છે અને તેઓ બિલકુલ ઠીક છે.’

ખુદ ધર્મેન્દ્રએ પણ વીડિયો શેર કર્યો છે

 

પોતાની બિમારીની અફવાઓ વચ્ચે ખુદ અભિનેતા ધર્મેન્દ્રએ પણ એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેણે જણાવ્યું કે તે સંપૂર્ણ સ્વસ્થ છે. અભિનેતા ધર્મેન્દ્રનો આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ધર્મેન્દ્રને ગયા મહિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

ધર્મેન્દ્રને ગત મે મહિનાની શરૂઆતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાએ બાદમાં જણાવ્યું કે પીઠના સ્નાયુઓમાં ખેંચાણના કારણે તે થોડા દિવસો માટે હોસ્પિટલમાં દાખલ હતા. તમને જણાવી દઈએ કે, ધર્મેન્દ્રએ તેમની શાનદાર કારકિર્દીમાં શોલે, ચુપકે ચુપકે, યાદો કી બારાત, સત્યકામ અને સીતા અને ગીતા જેવી ક્લાસિક ફિલ્મોમાં અભિનય કર્યો છે.