મનોરંજન જગત પર કોરોનાનું ગ્રહણ, સુમોના ચક્રવર્તીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો

સુમોના ચક્રવર્તીએ મંગળવારે માહિતી આપી કે તેનો કોવિડ -19 માટેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં, તેણે માહિતી આપી હતી કે તેને હલકા લક્ષણો છે અને તે ઘરે ક્વોરેન્ટાઇન છે.

મનોરંજન જગત પર કોરોનાનું ગ્રહણ, સુમોના ચક્રવર્તીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો
Sumona Chakravarti (File Image)
| Edited By: | Updated on: Jan 04, 2022 | 5:04 PM

દેશમાં કોરોનાના (Corona Cases) કેસમાં ફરી ઉછાળો નોંધાયો છે. કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) બસ શરૂ થઈ જ ચૂકી છે અને તેની સૌથી મોટી અસર બોલીવૂડ (Bollywood) પર પડી રહી છે. એક બાદ એક કલાકાર કોરોનાની ઝરેટમાં આવી રહ્યા છે.

કરીના કપૂર, અમૃતા અરોરા, અર્જુન કપૂર, અંશૂલા કપૂર, પ્રેમ ચોપરા, ઉમા ચોપરા બાદ હવે ધ કપિલ શર્મા શોથી ઘર ઘરમાં પ્રખ્યાત થયેલી એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti) હવે કોવિડ પોઝિટીવ થઈ છે. સુમોના ચક્રવર્તીએ મંગળવારે માહિતી આપી કે તેનો કોવિડ -19 માટેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેણે માહિતી આપી હતી કે તેને હલકા લક્ષણો છે અને તે ઘરે ક્વોરેન્ટાઈન છે. તેણે પોતાના સંપર્કમાં આવેલા દરેક વ્યક્તિને ટેસ્ટ કરાવવા કહ્યું છે.

મારો કોવિડ રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે અને મને હલકા લક્ષણો છે. હું હાલમાં હોમ ક્વોરેન્ટાઈન છું. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન મારા સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિને હું વિનંતી કરુ છુ કે તેઓ પોતાનો કોવિડ ટેસ્ટ કરાવે.

દેશભરમાં કેસોમાં થયેલા વધારાને કારણે મનોરંજન ઉદ્યોગને અસર થઈ છે. અગાઉ, દ્રષ્ટિ ધામી, ડેલનાઝ ઈરાની, જ્હોન અબ્રાહમ અને પત્ની પ્રિયા રુંચલ, પ્રેમ ચોપરા અને નિર્માતા એકતા કપૂર જેવા કલાકારોનો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 68 નવા કેસ, મુંબઈમાં જ 40 દર્દી

3 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં કોરોનાના 12,160 નવા કેસ મળ્યા. તે સિવાય મહારાષ્ટ્રમાં 68 ઓમિક્રોનના નવા કેસ સામે આવ્યા. તેમાંથી માત્ર મુંબઈમાં જ 40 ઓમિક્રોનના કેસ મળ્યા. ત્યારબાદ પૂણેમાં 14, નાગપુરમાં 4 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં કુલ 578 ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 259 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવી ચૂક્યા છે.

 

આ પણ વાંચો – તાપસી પન્નુએ વિક્રાંત મેસીને ‘હસીન દિલરૂબા’માં લીડ એક્ટર તરીકે પસંદ કરવામાં આવતા કરી હતી કમેન્ટ, હવે સ્પષ્ટતા આપતા કરી આ વાત

આ પણ વાંચો – જુનિયર NTRનો ખુલાસો, રાજામૌલી રેફ્રિજરેટરમાં માખીઓ રાખતા, રામ ચરણે જણાવ્યું તેની પાછળનું કારણ

આ પણ વાંચો – તમિલ ફિલ્મોનો સુપરસ્ટાર છે જીવા, રણવીર સિંહની ’83’માં શ્રીકાંતની ભૂમિકા ભજવીને જીતી લીધું બધાનું દિલ