Kamal Hassan Birthday : સાઉથના સુપરસ્ટારે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી કરિયરની શરૂઆત, લવલાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા

|

Nov 07, 2021 | 7:48 AM

સાઉથના સુપરસ્ટાર કમલ હાસને (Kamal Hassan) હિન્દી સિનેમામાં એક અલગ જ ઓળખ બનાવી છે. અભિનેતાએ ફિલ્મી દુનિયાથી રાજકારણ સુધીની સફર કરી છે. આજે તેમના બર્થડે પર જાણીએ તેમની જાણી-અજાણી વાતો.

Kamal Hassan Birthday : સાઉથના સુપરસ્ટારે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી કરિયરની શરૂઆત, લવલાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા
Kamal Hassan birthday

Follow us on

સાઉથના સુપરસ્ટાર કમલ હાસન (Kamal Hassan) આજે પોતાનો 67મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. કમલ હાસન સોશિયલ મીડિયામાં પણ એક્ટિવ રહે છે જેના કારણે તેના ફેન ફોલોઇંગ પણ છે. કમલ હાસન જેટલા પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહ્યા છે તેનાથી વધારે તેની પર્સનલ લાઈફને લઇને ચર્ચામાં રહ્યા છે. એક્ટરે એ પોતાની શાનદાર એક્ટિંગથી હિન્દી સિનેમામાં એક અલગ જ ઓળખ બનાવી છે. 

અભિનેતાએ સાઉથથી લઈને બોલિવૂડ સુધીની ફિલ્મોમાં કામ કર્યું છે. કમલ હાસન માત્ર એક્ટર જ નથી પણ એક મહાન દિગ્દર્શક, સ્ક્રીન રાઈટર અને પ્લેબેક સિંગર પણ છે. ચાલો તેમના બર્થડે પર તેમના અંગત જીવન સાથે જોડાયેલી વાતો જાણીએ.

વર્ષ 1960 માં તેણે બાળ કલાકાર તરીકે તેની કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ માટે કમલ હાસનને રાષ્ટ્રપતિ તરફથી ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ પછી 1975માં કે. બાલચંદ્ર દ્વારા નિર્દેશિત ‘અપૂર્વ રંગગલ’માં એક્ટર તરીકે કામ કર્યું હતું. અભિનેતાએ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ ભાષાઓમાં એક્ટિંગથી તેનો ઝલવો દેખાડ્યો છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

એક્ટરની પ્રથમ હિન્દી ડેબ્યુ ફિલ્મ ‘એક દુજે’ રિલીઝ થઇ હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. હિન્દી સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહ્યા છે.

કમલ હાસને 2 લગ્ન કર્યા છે
કમલ હાસને પ્રથમ વખત 1978માં પ્રખ્યાત ડાન્સર વાણી ગણપતિ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના 10 વર્ષ બાદ બંનેના છૂટાછેડા થઈ ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંનેના બ્રેકઅપનું કારણ એક્ટ્રેસ સારિકા હતી. છૂટાછેડા પછી કમલ હાસન અને સારિકા લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા.

આ દરમિયાન સારિકા પ્રેગ્નન્ટ થઈ ગઈ અને ત્યારબાદ કમલ હાસને તેની સાથે લગ્ન કર્યા. વર્ષ 2002માં સારિકા અને કમલ હાસનના છૂટાછેડા થઈ ગયા અને બંને એકબીજાથી અલગ થઈ ગયા. સારિકા અને કમલ હાસનને બે દીકરીઓ શ્રુતિ અને અક્ષરા હાસન છે.

કમલ હસન 11 વર્ષ ગૌતમ તડીમલ્લા સાથે રહ્યા.
આ પછી કમલ હાસનના જીવનમાં ગૌતમ તડીમલ્લા આવ્યા હતા. બંને 2005 થી 2016 સુધી લિવ ઇન રિલેશનશિપમાં હતા. ગૌતમીએ એક બ્લોગ લખીને તેમના અલગ થવાની માહિતી આપી હતી.

કમલ હાસને સિનેમા પછી રાજકારણમાં ઝંપલાવ્યું હતું. અભિનેતાએ તમિલનાડુમાં મક્કલ નેદ્દી મૈયમ પાર્ટીની રચના કરી. તેની સત્તાવાર જાહેરાત 2018 માં મધુરાઈમાં કરવામાં આવી હતી. તેમની પાર્ટીએ 2019માં 37 બેઠકો પર ચૂંટણી લડી હતી અને તમામ બેઠકો ગુમાવી હતી.

આ પણ વાંચો : India’s Best Dancer 2 : આખરે શું કારણ છે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર- 2 કરવાનું, મનીષ પોલે મલાઈકાને કર્યું ફ્લર્ટ

આ પણ વાંચો : Pm Modi : વિશ્વના સૌથી લોકપ્રિય નેતામાં દુનિયાના ટોપ લીડર્સને પાછળ છોડીને મોદી ટોપ પર, અમેરિકી રાષ્ટ્રપતિ છઠ્ઠા સ્થાન પર

Next Article