બોલિવુડ સેલેબ્સ બાદ સાઉથ સ્ટાર પણ કોરોનાના ભરડામાં, આ સાઉથ એક્ટર થયો કોરોના સંક્રમિત

તમિલ અભિનેતા ચિયાન વિક્રમ (Chiyaan Vikram) કોરોના સંક્રમિત થયા છે. અભિનેતાના મેનેજરે સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી હતી.

બોલિવુડ સેલેબ્સ બાદ સાઉથ સ્ટાર પણ કોરોનાના ભરડામાં, આ સાઉથ એક્ટર થયો કોરોના સંક્રમિત
South actor Vikram Chiyaan Infected by corona
| Edited By: | Updated on: Dec 17, 2021 | 1:37 PM

Chiyaan Vikram  :લોકપ્રિય સાઉથ અભિનેતા વિક્રમને ચિયાન (South Actor Vikram) વિક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં વિક્રમ પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક છે. સાઉથ સ્ટાર વિક્રમ દરેક ફિલ્મમાં પોતાના રોલને બખુબી નિભાવતા જોવા મળે છે. અભિનેતાએ તમિલ સહિત બોલિવુડ ઈન્ડસ્ટ્રીની(Bollywood Industry)  ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. બોલિવુડ સેલેબ્સ બાદ સાઉથ સ્ટાર પણ કોરોનાના ભરડામાં આવ્યા છે.

અભિનેતાના મેનેજરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર(Twitter)  પર આ માહિતી આપી છે. મેનેજરે લખ્યું કે, ‘અભિનેતા ચિયાન વિક્રમ કોરોના સંક્રમિત થયા છે. ‘

મહાન ફિલ્મમાં વિક્રમ અને તેનો પુત્ર પ્રથમ વખત સાથે જોવા મળશે

વિક્રમની આગામી ફિલ્મ મહાન રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેનો પુત્ર ધ્રુવ વિક્રમ (Dhruv Vikram) લીડ રોલમા જોવા મળશે. કાર્તિક સુબ્બારાજ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં ચાહકોને પહેલીવાર પિતા-પુત્રની જોડી સાથે જોવા મળશે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં એક્ટર બોબી સિમ્હા પણ જોવા મળશે. તેમજ વાણી ભોજન ફિલ્મની લીડ અભિનેત્રી તરીકે જોવા મળશે.

આ મહિનાની શરૂઆતમાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે અભિનેતા વિક્રમ તેની આગામી ફિલ્મ માટે ડિરેક્ટર પા રંજીથ સાથે કામ કરશે. મળતા અહેવાલો અનુસાર આ ફિલ્મનું ટાઈટલ ચિયાન 61 હોઈ શકે છે.તમને જણાવવુ રહ્યુ કે, ગ્રીન પ્રોડક્શન હાઉસ દ્વારા 2 ડિસેમ્બરના રોજ આ જાહેરાત કરવામાં આવી હતી.

કમલ હાસન પણ થયા હતા સંક્રમિત

ગયા મહિને અભિનેતા-રાજકારણી કમલ હાસનને (Kamal Haasan)કોરોના થયો હતો. તેણે ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા જણાવ્યુ હતુ કે, અમેરિકાથી પાછા આવ્યા બાદ મારામાં હળવા લક્ષણો હતા અને ટેસ્ટ કરાવતા જાણવા મળ્યુ કે હું કોરોના સંક્રમિત છે. અભિનેતાએ તાજેતરમાં તેનો 67મો જન્મદિવસ ઉજવ્યો હતો.

આ સિવાય બોલિવુડમાં પણ કોરોનાનું સંક્રમણ યથાવત જોવા મળી રહ્યુ છે.કરીના કપૂર, માહીપ કપૂર બાદ તેની દિકરી શનાયા કપૂર પણ કોરોના સંક્રમિત થઈ છે. તમને જણાવી દઈએ કે, કરણ જોહરના ઘરે યોજાયેલી ડિનર પાર્ટી બાદ આ સ્ટાર કોરોના સંક્રમિત થયા હતા.

 

આ પણ વાંચો : The Kapil Sharma Show : કપિલ શર્માએ અક્ષય કુમારને પુછ્યુ – શું તમે તૈમુર સાથે પણ કામ કરશો ? એક્ટરે આપ્યો આ જવાબ

આ પણ વાંચો : બ્લુ સાડીમાં અંકિતા લોખંડેએ દેખાડ્યો નવી નવેલી દુલ્હનનો અંદાજ, તમે પણ એક્ટ્રેસના લુકને કરી શકો છો કોપી