Happy Birthday Anushka Shetty : ફિલ્મ ‘બાહુબલી’થી બધા જ ભારતીયોના દિલમાં જગ્યા બનાવનાર અનુષ્કા શેટ્ટીની જાણી-અજાણી વાતો

|

Nov 07, 2021 | 7:55 AM

અનુષ્કા શેટ્ટીએ (Anushka Shetty) પોતાના કામથી દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે. તે સાઉથની ટોપની એક્ટ્રેસ પૈકી એક છે. આજે તેમના બર્થડે પર જાણીએ તેની જાણી-અજાણી વાતો.

Happy Birthday Anushka Shetty : ફિલ્મ બાહુબલીથી બધા જ ભારતીયોના દિલમાં જગ્યા બનાવનાર અનુષ્કા શેટ્ટીની જાણી-અજાણી વાતો
Anushka Shetty

Follow us on

અનુષ્કા શેટ્ટી (Anushka Shetty) સાઉથની જાણીતી એક્ટ્રેસ (South actress) છે. બાહુબલી (Bahubali) ફિલ્મથી તેને ભારતભરમાં ઘણી લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં તેના રોલને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. પરંતુ તે પહેલા પણ અનુષ્કાએ તેના કામથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા. તે સાઉથની ટોચનીએક્ટ્રેસ પૈકી એક છે. તો ચાલો જાણીએ તેના બર્થડે પર તેની વાતો.

અનુષ્કા શેટ્ટીનો જન્મ 7 નવેમ્બર 1981ના રોજ કર્ણાટક રાજ્યના પુત્તુરમાં થયો હતો. બાળપણમાં તેના માતા-પિતાએ તેનું નામ સ્વીટી શેટ્ટી રાખ્યું હતું. સાઉથની ફિલ્મોમાં કામ કરતા પહેલા અનુષ્કા યોગ ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કરતી હતી. તે કોલેજ પછી મેડિટેશન વર્કશોપમાં ભાગ લેતી હતી, જે દરમિયાન તેણે યોગના ક્લાસ પણ લીધા હતા.

અનુષ્કાનો આખો પરિવાર ડોક્ટરો અને એન્જિનિયરોથી ભરેલો છે. છતાં અનુષ્કાએ એક અલગ રસ્તો પસંદ કર્યો.તેણે અભ્યાસ પૂરો કર્યા પછી ભણાવવાનું પણ શરૂ કર્યું. અનુષ્કા તેની લાઈફમાં વ્યસ્ત હતી પરંતુ તે ડિરેક્ટર મેહર રમેશ અને પુરી જગન સાથે મુલાકાત થઇ હતી અને તેની જિંદગીએ વળાંક લીધો હતો.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

અનુષ્કાની શરૂઆતમાં એવી કોઈ ઈચ્છા નહોતી કે તે એક્ટ્રેસ બનશે. અનુષ્કાએ 2005માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. તેણે તેલુગુ ફિલ્મ ‘સુપર’માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની સાથે સુપરસ્ટાર નાગાર્જુન અક્કીનેની અને આયેશા ટાકિયાએ કામ કર્યું હતું. આ પછી અનુષ્કાએ મહાનંદી ફિલ્મમાં કામ કર્યું.

આ પછી અનુષ્કાએ ઘરે પાછા જવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ નિર્દેશક એસએસ રાજામૌલીએ તેને ફિલ્મની ઓફર કરી. રાજામૌલીએ અનુષ્કા શેટ્ટીને ફિલ્મ વિક્રમકુર્ડુમાં રવિ તેજા સાથે સાઈન કરી હતી. આ પછી અનુષ્કા શેટ્ટી સાઉથની જાણીતી એક્ટ્રેસ પૈકી એક બની ગઈ હતી.

આ બાદ અનુષ્કાએ પાછળ ફરીને જોયું નહીં તેણે સતત ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તેણે તમિલ, તેલુગુ અને કન્નડ સહિત ઘણી ભાષાઓની ફિલ્મોમાં કામ કર્યું અને પોતાની ઓળખ બનાવી. અનુષ્કાએ વિવિધ ભાષાઓમાં 30 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. એક સમયે તે દક્ષિણની સૌથી વધુ કમાણી કરનાર એક્ટ્રેસ પણ હતી. તેણે સ્ટાલિન, ડોન, અરુંધતિ, સિંઘમ, સૌર્યમ, ઓક્કા મગડુ, બાહુબલી, નિશબ્ધામ, રુદ્રમાદેવી, લિંગા જેવી ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ બનાવી છે.

પ્રભાસ સાથે ખાસ સંબંધ
અનુષ્કા શેટ્ટી અને પ્રભાસ વચ્ચે ખૂબ જ સારી બોન્ડિંગ છે. ઘણી વખત એવા સમાચાર આવ્યા હતા કે બંને લગ્ન પણ કરવા જઈ રહ્યા છે પરંતુ આ શક્ય નહોતું. અનુષ્કા શેટ્ટીએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પ્રભાસ અને તેના સંબંધો વિશે વાત કરતા કહ્યું હતું કે તે પ્રભાસને પોતાનો મિત્ર માને છે જેને ફોન કરવા માટે સમય જોવાની જરૂર નથી. તે રાત્રે 3 વાગે પણ પ્રભાસને ફોન કરી તેની સાથે વાત કરી શકે છે. આ બંનેની જોડી રીલ લાઈફમાં જેટલી સારી છે એટલી જ રિયલ લાઈફમાં પણ સારી ટ્યુનિંગ છે.

આ પણ વાંચો : India’s Best Dancer 2 : આખરે શું કારણ છે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર- 2 કરવાનું, મનીષ પોલે મલાઈકાને કર્યું ફ્લર્ટ

આ પણ વાંચો : Pm Modi : વિશ્વના સૌથી લોકપ્રિય નેતામાં દુનિયાના ટોપ લીડર્સને પાછળ છોડીને મોદી ટોપ પર, અમેરિકી રાષ્ટ્રપતિ છઠ્ઠા સ્થાન પર

Next Article