‘Sooryavanshi’નું ટીપ-ટીપ ગીત થયું રિલીઝ, અક્ષય અને કેટરિના વચ્ચે જોવા મળી સિઝલિંગ કેમેસ્ટ્રી

|

Nov 06, 2021 | 7:52 PM

અભિનેતા અક્ષય કુમાર અને કેટરિના કૈફ (Katrina Kaif)નું 'ટિપ-ટિપ' ગીત રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં બંને વચ્ચે સિઝલિંગ કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. 'સૂર્યવંશી'ને 5 નવેમ્બરે રિલીઝ કરવામાં આવી છે.

Sooryavanshiનું ટીપ-ટીપ ગીત થયું રિલીઝ, અક્ષય અને કેટરિના વચ્ચે જોવા મળી સિઝલિંગ કેમેસ્ટ્રી
Akshay Kumar, Katrina kaif

Follow us on

રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi)નું ‘ટિપ-ટિપ’ ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરીના (Katrina kaif)ની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. આ ફિલ્મ દિવાળીના ખાસ અવસર પર 5 નવેમ્બરના રોજ રિલીઝ થઈ છે. ફિલ્મે પહેલા દિવસે 26 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

 

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

‘ટિપ ટિપ બરસા’ પાનીમાં કેટરીના કૈફ રવિના ટંડનને પૂરી રીતે ટક્કર આપી રહી છે. આ ગીત સોશિયલ મીડિયા પર છવાયેલું છે. ગીતમાં કેટરિનાના અદભૂત ડાન્સિંગ મૂવ્સ અને અક્ષય સાથેની સિઝલિંગ કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવી રહી છે.

 

90ના દાયકાનું ગીત ‘ટિપ-ટિપ બરસા પાની’ રિક્રિએટ થયું

પહેલીવાર આ ગીત 1994માં ‘મોહરા’માં રિલીઝ થયું હતું. રવિનાનો અભિનય આજે પણ દર્શકોને યાદ છે. ‘ટિપ ટીપ બરસા પાની’નું નવું ગીત તનિષ્ક બાગચી દ્વારા રીક્રિએટ કરવામાં આવ્યું છે અને ઉદિત નારાયણ અને અલ્કા યાજ્ઞિકે ગાયું છે.

 

 

અક્ષય કુમારે આ ગીતનું ટીઝર ઈન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યું હતું

અક્ષય કુમારે તેમના ઈન્સ્ટાગ્રામ પર ‘ટિપ ટિપ’ ગીતનું ટીઝર પહેલા જ રિલીઝ કર્યું હતું. ગીતની એક નાની ક્લિપ શેર કરતી વખતે અભિનેતાએ કેપ્શન લખ્યું – ટીપ ટીપ સોંગ આવતીકાલે રિલીઝ થઈ રહ્યું છે. 90ના દશકના સુપરહિટ ગીતોને ફરીથી રીક્રિએટ કરવામાં આવી રહ્યા છે. રોહિત શેટ્ટીએ અગાઉ ‘નીદ ચુરાઈ’, ‘આંખ મારે વો લડકી મારે’ રીક્રિએટ કરી ચુક્યા છે. સૂર્યવંશીમાં અક્ષય કુમાર, અજય દેવગણ (Ajay Devgn) અને રણવીર સિંહ (Ranveer Singh) મહત્વના રોલમાં છે. આ ફિલ્મ રોહિત શેટ્ટીએ ડાયરેક્ટ કરી છે.

 

‘ટિપ ટિપ’ ગીતમાં કેટરિના કૈફ સિલ્વર કલરની ચમકદાર સાડીમાં જોવા મળી રહી છે, જ્યારે અક્ષય બ્લેક ટી-શર્ટ પેન્ટમાં જોવા મળી રહ્યા છે. કેટરિનાએ પણ જોરદાર ડાન્સ સાથે અદ્ભુત એક્સપ્રેશન્સ આપ્યા છે. તે જ સમયે, અક્ષય કેટરિનાના ડાન્સ સ્ટેપ્સ પરફેક્ટ પ્લે કરતા જોવા મળે છે. સૂર્યવંશી 66 દેશોમાં 1300 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે, આ ફિલ્મે સૌથી વધુ સ્ક્રીન્સનો રેકોર્ડ તોડ્યો છે. તે જ સમયે, તેને દેશભરમાં 4000થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે.

 

આ પણ વાંચો :- Singham 3 : સિંઘમ-3 માં જેવા મળશે Ajay Devgan-Jackie Shroff, એકબીજા સાથે ટકરાશે બાજીરાવ સિંઘમ અને ઉમર હાફીઝ 

 

આ પણ વાંચો :- Bipasha Basu એ પતિ કરણ સિંહ ગ્રોવર સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં શેર કરી દિવાળીની સુંદર તસ્વીરો, જુઓ Photos

 

Next Article