Sooryavanshi BO Collection Day 4 :100 કરોડનાં ક્લબમાં અક્ષયની ફિલ્મની એન્ટ્રી, જાણો ચોથા દિવસે થઈ કેટલી કમાણી?

|

Nov 09, 2021 | 8:52 PM

અક્ષય કુમાર અને કેટરિના કૈફ દ્વારા અભિનીત અને રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મને દર્શકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ રીલિઝના પહેલા દિવસે ટિકિટ માટે સિનેમા હોલની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી.

Sooryavanshi BO Collection Day 4 :100 કરોડનાં ક્લબમાં અક્ષયની ફિલ્મની એન્ટ્રી, જાણો ચોથા દિવસે થઈ કેટલી કમાણી?
Akshay Kumar

Follow us on

કહેવાય છે કે ધીરજનું ફળ હંમેશા મીઠું હોય છે. એવું લાગે છે કે અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi) સાથે પણ કંઈક આવું જ થયું છે. કોરોના વાયરસને લીધે સિનેમા હોલ પર અસરને કારણે, આ ફિલ્મની રિલીઝ ડેટ વારંવાર મોકૂફ રાખવામાં આવી રહી હતી. હવે જ્યારે આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે, ત્યારે આ પહેલી એવી ફિલ્મ બની ગઈ છે, જેણે બોક્સ ઓફિસ પર જબરદસ્ત પ્રદર્શન કર્યું છે.

એક અહેવાલ મુજબ ગઈકાલે, સોમવારે ફિલ્મને રિલીઝ થવાને ચાર દિવસ થયા અને આ ચાર દિવસમાં ફિલ્મે 90 કરોડનો બિઝનેસ કર્યો હતો. આજે એટલે કે મંગળવારનો બોક્સ ઓફિસ રિપોર્ટ હજુ સામે આવ્યો નથી, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. 100 કરોડના ક્લબમાં એન્ટ્રી કરનાર અક્ષય કુમારની આ 15મી ફિલ્મ છે જ્યારે રોહિત શેટ્ટી (Rohit Shetty)ની 8મી ફિલ્મ છે.

100 કરોડના ક્લબમાં સામેલ થઈ છે અક્ષયની 15મી ફિલ્મ

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

અક્ષય કુમારની ‘એરલિફ્ટ’ (Airlift), ‘હાઉસફુલ 4’ (Housefull 4), ‘રુસ્તમ’ (Rustom), ‘જોલી એલએલબી 2’ (Jolly LLB 2), ‘રાઉડી રાઠોડ’ (Rowdy Rathore), ‘મિશન મંગલ’ (Mission Mangal), ‘કેસરી’ (Kesari) જેવી ફિલ્મો પહેલાથી જ 100 કરોડની ક્લબમાં છે અને હવે સૂર્યવંશીનું નામ પણ જોડાઈ ગયું છે. આ જ કારણ છે કે અક્ષયને બોલિવૂડનું હિટ મશીન કહેવામાં આવે છે. તે જ સમયે, રોહિત શેટ્ટીની વાત કરીએ તો, તેની ‘ગોલમાલ 3’ (Golmaal 3), ‘બોલ બચ્ચન’ (Bol Bachchan), ‘ચેન્નઈ એક્સપ્રેસ’ (Chennai Express), ‘સિંઘમ રિટર્ન્સ’ (Singham Returns), ‘દિલવાલે’ (Dilwale), ‘સિમ્બા’ (Simmba) અને ‘ગોલમાલ અગેન’ (Golmaal Again) જેવી ફિલ્મો 100 કરોડનાં ક્લબમાં સામેલ છે.

ફિલ્મ સૂર્યવંશી પણ કેટરિના કૈફ (Katrina Kaif)ની આવી 8મી ફિલ્મ છે, જે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ છે. ‘ધૂમ 3’ (Dhoom 3), ‘જબ તક હૈ જાન’ (Jab Tak Hai Jaan), ‘એક થા ટાઈગર’ (Tiger), ‘ટાઈગર ઝિંદા હૈ’ (Tiger Zinda Hai), ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ (Thugs of Hindostan), ‘ભારત’ (Bharat), ‘બેંગ બેંગ’ (Bang Bang) કેટરિનાની આ ફિલ્મો છે જેણે 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.

અક્ષય કુમાર અને કેટરિના કૈફ દ્વારા અભિનીત અને રોહિત શેટ્ટી દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મને દર્શકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મ રીલિઝના પહેલા દિવસે ટિકિટ માટે સિનેમા હોલની બહાર લાંબી લાઈનો જોવા મળી હતી. આ દ્રશ્ય દેશના અનેક ભાગોમાં જોવા મળ્યા હતા. અક્ષય અને કેટરિનાએ આ ફિલ્મમાં તેમના અભિનય અને ગીત ટિપ ટિપ બરસા પાનીમાં સિઝલીંગ પર્ફોર્મન્સથી જાન આપી દીધી હતી, પરંતુ રણવીર સિંહ (Ranveer Singh) અને અજય દેવગણ (Ajay Devgn)ની એન્ટ્રી બાદ આ ફિલ્મ વધુ મનોરંજક સાબિત થઈ.

 

આ પણ વાંચો :- Kiara Advani સાથેના સંબંધોના અહેવાલો વચ્ચે, સિદ્ધાર્થ મલ્હોત્રાને પુછ્યો લગ્નનો પ્લાન, જાણો શું મળ્યો જવાબ

આ પણ વાંચો :- Antim: The Final Truth: સલમાન ખાનના બનેવી આયુષ શર્માએ કર્યો મહિમા સાથે રોમાન્સ, રિલીઝ થયું ‘હોને લગા’ ગીત

 

Next Article