પાકિસ્તાની અભિનેત્રીએ પોતાના દેશમાં ઉજવી દિવાળી, સાડી અને ચાંદલો કરતા ટ્રોલ થઈ

31 ઓક્ટોબરના રોજ દેશભરમાં દિવાળીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. પાકિસ્તાની સ્ટાર પણ પોતાના દેશમાં દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન સોન્યા હુસેનને લોકોએ ટ્રોલ કરી હતી.

પાકિસ્તાની અભિનેત્રીએ પોતાના દેશમાં ઉજવી દિવાળી, સાડી અને ચાંદલો કરતા ટ્રોલ થઈ
| Updated on: Nov 10, 2024 | 5:54 PM

એવું કહેવું ખોટું નથી કે, દિવાળી માત્ર ભારતમાં જ સેલિબ્રેટ કરવામાં આવે છે. તેમજ ભારતનો પોપ્યુલર તહેવાર રહ્યો નથી પરંતુ દેશવિદેશમાં પણ દિવાળીની ધામધુમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. લોકોનો ફેવરિટ તહેવાર બની ગયો છે. આવું એટલા માટે કારણ કે, દિવાળના તહેવારમાં સાથી પાર્ટીઓની પણ સીઝન શરુ થઈ જાય છે. સેલિબ્રિટી પણ એકબીજાના ઘરે પાર્ટીનું આયોજન કરતા હોય છે. અલગ અલગ દેશમાં માત્ર દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી પરંતુ ત્યાં પણ લોકો પોતાના ઘરે પાર્ટીનું આયોજન કરતા હોય છે.

દિવાળી પર પાકિસ્તાનની ફેશન ડિઝાઈનરે પાર્ટીનું આયોજન કર્યું

આવી જ એક પાર્ટી આ વર્ષે દિવાળી પર પાકિસ્તાનની ફેશન ડિઝાઈનર દીપક પેરવાનીએ રાખી હતી. જેમાં સરવત ગિલાની, ફહદ મિર્ઝા, સોન્યા હુસેન, સનમ સઈદ, મોહિબ મિર્ઝા, તારા મહમુદ,શહરયા, મુનવ્વર સિદ્દિકી અને અન્ય પાકિસ્તાની સેલિબ્રિટી પણ આ પાર્ટીમાં સામેલ થયા હતા. આ પાર્ટીની થીમ એકદમ એથનિક હતી. જેમાં ગ્લેમર અને ટ્રેડિશનલનું કોમ્બિનેશન જોવા મળ્યું હતુ. આટલું જ નહિ આ દરમિયાન અમુક સ્ટારને ટ્રોલ પણ કરવામાં આવ્યા હતા.

 

 

સોન્યા હુસેન જેમણે સાડી પહેરી દિવાળી મનાવવી લોકોને પસંદ આવી ન હતી. પાકિસ્તાની ફેશન ડિઝાઈનર દીપક પેરવાનીની પાર્ટીમાં સોન્યા હુસેન સાડી પહેરી પહોંચી હતી. તેમણે ફેમસ ડિઝાઈનર ફહાદ હુસેનના કલેક્શન સાથે હતી. અભિનેત્રી ખુબ સુંદર લાગી રહી હતી. તેમણે કપાળ પર લાલ ચાંદલ્લો લગાવ્યો હતો. આ લુક સાથે મિનિમલ મેકઅપ કર્યો હતો.