સોનમ કપૂર પ્રેગ્નન્સી એનાઉન્સમેન્ટ બાદ પતિ આનંદ આહુજા સાથે પહેલી વાર ઇવેન્ટમાં થઇ સ્પોટ

|

Mar 24, 2022 | 6:34 PM

બોલીવુડની ફેશન કવીન ગણાતી અભિનેત્રી સોનમ કપૂર હવે લગ્ન બાદ સિલ્વર સ્ક્રીનથી બેશક તેણીએ દૂરી બનાવી લીધી છે. પરંતુ તેણી તેની ફેશન સેન્સ અને અટપટા નિવેદનોના લીધે હંમેશા સમારોમાં છવાયેલી જોવા મળે છે.

સોનમ કપૂર પ્રેગ્નન્સી એનાઉન્સમેન્ટ બાદ પતિ આનંદ આહુજા સાથે પહેલી વાર ઇવેન્ટમાં થઇ સ્પોટ
Sonam Kapoor Ahuja & Husband Anand Ahuja Together At Recent Event

Follow us on

બોલીવુડની ‘ફેશોનિસ્ટા’ ગણાતી અભિનેત્રી સોનમ કપૂર આહુજા (Sonam Kapoor Ahuja) નજીકના ભવિષ્યમાં માતા બનવાની છે. તેણીએ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કરી હતી. આ તસવીરોને તેના ચાહકો તરફથી ખુબ પ્રેમ મળી રહ્યો છે તાજેતરમાં સોનમ કપૂર એક સ્નીકર્સ બ્રાન્ડના સ્ટોર ઓપનિંગમાં તેના પતિ આનંદ આહુજા સાથે મુંબઈમાં સ્પોટ થઇ હતી. સોનમ અને પતિ આનંદ આહુજા (Anand Ahuja) એ બંને સ્નીકર્સ ફેશનના ખુબ મોટા ફેન છે. તેઓ હંમેશા તેમના ફેન્સ સાથે અવનવા સ્નીકર્સ પહેરીને પોસ્ટસ શેર કરતા રહે છે.

 

Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું
Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?

 

ગઈકાલે (23/03/2002) ના રોજ અભિનેત્રી સોનમ કપૂર તેના પતિ આનંદ આહુજા સાથે એક મલ્ટી બ્રાન્ડઝ સ્નિકર્સના સ્ટોર ઓપનિંગમાં મુંબઈ ખાતે સ્પોટ થઇ હતી. સોનમે તેની પ્રેગ્નન્સીની જાહેરાત કર્યા બાદ આ તેણીનો ફર્સ્ટ પબ્લિક અપિરિયન્સ હતો. આ ઇવેન્ટમાં અભિનેત્રી હુમા કુરેશી (Huma Qureshi) પણ જોવા મળી હતી. આ ઇવેન્ટમાં સોનમ તેના ભાઈ હર્ષવર્ધન કપૂર (Harshvardhan Kapoor) અને પિતા અનિલ કપૂર સાથે પણ જોવા મળી હતી.

અભિનેત્રી સોનમ કપૂર અને પતિ આનંદ આહુજા એ બોલીવુડના લોકપ્રિય સ્ટાર કપલમાંના એક ગણાય છે. આ ઇવેન્ટમાં બંનેએ એકબીજાનો હાથ પકડીને પાપારાઝી સામે આકર્ષક પોઝ આપ્યા હતા. અમે તમને જણાવી દઈએ કે, પતિ આનંદ આહુજાએ સોનમને ગાલ પર કિસ પણ આપી હતી, જે પળ તેમના ચાહકોને ‘Aww Moment’ લાગી રહી છે.

 

 

અમે તમને જણાવી દઈએ કે, અભિનેત્રી સોનમ કપૂરની મોટી બહેન અને ફેશન ડિઝાઈનર રિયા કપૂરે (Rhea Kapoor) તેના સોશિયલ મીડિયા પર નાની બહેનની આ ઇવેન્ટ લૂક માટેની તસવીરો શેર કરી હતી. સોનમે આ ક્યૂટ લૂક માટે બ્લ્યુ કલરના કો- ઓર્ડ બ્લેઝર સેટ્સ પર પસંદગી ઉતારી હતી. તેણીએ આ સિમ્પલ લૂક વેવી ઓપન હેરસ્ટાઇલ અને ન્યૂડ મેકઅપ કેરી કર્યો હતો.

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી સોનમ કપૂરે ગત તા. 21/03/2022ના રોજ તેના સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. તેણીએ આ પોસ્ટ માટે કેપ્શનમાં લખ્યું હતું કે, ”ચાર હાથ. બે હૃદય. એક પરિવાર. અમે તારું સ્વાગત કરવા માટે ખુબ જ ઉત્સાહિત છીએ.” આ પોસ્ટ બાદ અભિનેતા અનિલ કપૂર (Anil Kapoor) તેમની નાના બનવાની ખુશી ચાહકો સાથે શેર કરતા પોતાની જાતને રોકી શક્યા નથી. તેમણે દીકરી સોનમ અને જમાઈ આનંદ આહુજાને ઘણી બધી શુભકામનાઓ પણ પાઠવી છે.

અમે તમને જણાવી દઈએ કે, સોનમ કપૂર વર્ષ 2018માં લંડન સ્થિત ઉદ્યોગપતિ આનંદ આહુજા સાથે એક પ્રાયવેટ સેરેમનીમાં લગ્નના બંધને બંધાઈ હતી. આજે લગ્નના 4 વર્ષ બાદ તેણી માતા બનવા જઈ રહી છે, ત્યારે સોનમને તેના ચાહકો ખુબ જ પ્રેમ વરસાવી રહયા છે. સોનમ કપૂર આ ઇવેન્ટમાં ખુબ જ ખુશખશાલ અને ગ્લોઈંગ જોવા મળી રહી હતી.

 

આ પણ વાંચો – આલિયા ભટ્ટે તેની બહેન શાહીન ભટ્ટ સાથે શેયર કરી માલદીવ ટ્રીપની તસવીરો

Published On - 6:31 pm, Thu, 24 March 22

Next Article