
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર હાલમાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. કિંગ ચાર્લ્સના કોરોનેશન કોન્સર્ટમાં આમંત્રિત થનાર સોનમ કપૂર એકમાત્ર ભારતીય અભિનેત્રી બની છે. સોનમ કપૂર માટે આ ગર્વની ક્ષણ હશે, કારણ કે આ ઈવેન્ટમાં ટોમ ક્રૂઝ, કેટી પેરી, લિયોનેલ રિચી, એન્ડ્રીયા બોસેલી સહિતની મોટી હસ્તીઓ હાજર રહેશે પણ આ મોટી ઈવેન્ટ પહેલા તેનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને કારણે સોનમ કપૂર સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ પણ થઈ રહી છે.
યુકેમાં કિંગ ચાર્લ્સનો 6 મે, 2023 ના રોજ રાજ્યાભિષેક કરવામાં આવશે. આ ઈવેન્ટ લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યોજાશે, જ્યાં 2,000 મહેમાનો હાજર રહશે. મીડિયા રિપોર્ટ અનુસાર સોનમ શાહી ઈવેન્ટમાં સ્પોકન વર્ડ પરફોર્મ કરશે. તે પહેલા સોનમ કપૂરનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સોનમ કપૂર રેમ્પ વોક કરતી વખતે સતત ઝટકા મારતી અને ફરતી જોવા મળી રહી છે. તેની આ વિચિત્ર ચાલને કારણે હાલમાં સોશિયલ મીડિયા યુઝર્સ તેને ભારે ટ્રોલ કરી રહ્યા છે.
Not King Charles and Sonam Kapoor bonding over how nepotism doesn’t play any role in what they are today https://t.co/tlwrbeLKTw
— dwight scott (@Slaayytherin) April 30, 2023
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે.
Dedicated to the kidney touching performance of #SonamKapoor at #PrinceCharles coronation pic.twitter.com/Y6RHRxfxxx
— satire_sarathy (@SarathySatire) May 1, 2023
Sonam kapoor is the only Indian Bollywood celebrity to be invited to the King Charles coronation ceremony
Other Indian celebrities : pic.twitter.com/LddS8e9Dnl
— SwatKat💃 (@swatic12) April 29, 2023
Sonam Kapoor will be performing at the Coronation Ceremony of King Charles. Seems recession has hit the UK big time.🥲😅
— Khushi🇮🇳Mai bhi Modi (@love_liv_laf) May 1, 2023
sonam kapoor is performing at charles’ coronation????! this is the best revenge for colonialism ig
— Lebi (@fallendownawel1) April 29, 2023
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આને કોણે આવા મોટા કાર્યક્રમમાં બોલાવી હશે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ટેલેન્ટ વગરના લોકોને નેપોટિસમને કારણે જ આવી તક મળતી હોય છે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…