ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ 2023 (Toronto International Film Festival) સંબંધિત મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોપ સિંગર લિલ નૈસ એક્સને બોમ્બથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.આ કારણે હવે ફિલ્મ ફેસ્ટિવલ વિલંબમાં પડી રહ્યો છે. શનિવારે રાત્રે ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (Toronto Film Festival) ખાતે લિલ નૈસની ડોક્યુમેન્ટરીનું વર્લ્ડ પ્રીમિયરમાં મોડું થયું હતું. તમને જણાવી દઈએ શું છે સમગ્ર મામલો.
કાર્લોસ લોપેઝ એસ્ટ્રાડા અને જેક મેન્યુઅલ દ્વારા નિર્દેશિત ‘લિલ નૈસ એક્સ: લોંગ લાઈવ મોન્ટેરો’નું સ્ક્રિનિંગ ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલના રોય થોમસન હોલમાં રાત્રે 10 વાગ્યે શરૂ થવાનું હતું.એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ વેરાઈટી મુજબ એસ્ટ્રાડા, મેન્યુઅલ અને ફિલ્મના એડિટર એન્ડ્રુ મોરો સૌથી પહેલા આવ્યા હતા.
સુત્રો મુજબ જેવા લિલ નૈસ ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે તેની કારમાં આવ્યા હતા, આયોજકોને જાણ કરવામાં આવી હતી કે તેમને બોમ્બની ધમકી મળી છે, ત્યારબાદ તેમને રોકાવા માટે કહેવામાં આવ્યું.
નૈસ એક્સનું અસલી નામ મોન્ટેરો લૈમર હિલ છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે ધમકીએ સિંગરને નિશાન બનાવ્યું હતું કારણ કે તે અશ્વેત સમલૈંગિક કલાકાર છે. બાદમાં સુરક્ષાએ સ્થળની તપાસ કરી, જેના કારણે 24 વર્ષીય કલાકારની એન્ટ્રી 20 મિનિટ મોડી થઈ.
આ પણ વાંચો: ત્રીજી વખત પ્રેગ્નન્ટ છે જેનેલિયા દેશમુખ? પતિ રિતેશ સાથે એક ઈવેન્ટમાં જોવા મળી, Video થયો Viral
સૂત્રોએ જણાવ્યું હતું કે બોમ્બની ધમકી ખોટી હોવાનું સામે આવ્યું છે અને ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ લગભગ 10.30 વાગ્યે શરૂ થયું હતું. ટોરોન્ટો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 17 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે.