સિદ્ધાર્થ શુક્લાના આ જૂના વિડીયો તમારી આંખમાં પણ લાવી દેશે પાણી, જુઓ શું કહ્યું હતું અભિનેતાએ જીવન-મરણ વિશે

|

Sep 04, 2021 | 2:26 PM

સિદ્ધાર્થ શુકલાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે, 'જીવન લાંબુ છે, મળીશું ફરીથી'. આ ઉપરાંત શહનાઝ ગિલ સાથેનો પણ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

સિદ્ધાર્થ શુક્લાના આ જૂના વિડીયો તમારી આંખમાં પણ લાવી દેશે પાણી, જુઓ શું કહ્યું હતું અભિનેતાએ જીવન-મરણ વિશે
Sidharth Shukla said to a fan thai life is long, the old video goes viral

Follow us on

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) હવે આપણી વચ્ચે નથી. ગુરુવારે અચાનક સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુના સમાચારથી દેશભરમાં અચંબો ફેલાઈ ગયો. શુક્રવારે અભિનેતાનું પાર્થિવશરીર પંચતત્વમાં વિલીન થયું. અભિનેતાનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. પરિવારજનો અને અન્ય અભિનેતા-અભિનેત્રીઓએ તેમને છેલ્લી વિદાય આપી. આવામ સોશિયલ મીડિયા પર ફેન્સ સિદ્ધાર્થના ઘણા જુના વિડીયો અને તસ્વીરો શેર કરી રહ્યા છે.

એક વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ કહી રહ્યા છે, ‘જીવન લાંબુ છે, મળીશું ફરીથી’. સિદ્ધાર્થ શુક્લાએ 2 સપ્ટેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા. તેમને તેમના મુંબઈના ઘરે હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. ત્યાં અભિનેતાને મૃત જાહેર કરાયા. આ દરમિયાન એક જુના વિડીયોમાં સિદ્ધાર્થ ફેનને જલ્દીથી સ્વસ્થ થવાનો સંદેશ આપી રહ્યા છે. આ વિડીયો વાયરલ છે. વિડીયોમાં તેઓ કહે છે જીવન લાંબુ છે, ફરી મળીશું.

Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ
Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત
Expensive divorce : ઈન્ડિયાના સૌથી મોંઘા છૂટાછેડા આપનાર નવાઝ મોદી કોણ છે? જાણો

તેઓ બગ નામના એક ફેન માટે વિડીયો બનાવે છે અને કહે છે. ,અરે બગ મને દુઃખ છે આપણે ના મળી શક્યા. મને ખબર પડી તારી બેનની તબિયત ખરાબ છે. મને આશા છે તે જલ્દી સાજા થઇ જશે. મારો પ્રેમ અને પ્રાર્થના તેની સાથે છે. તું પણ ધ્યાન રાખજે. અને, જીવન લાંબુ છે, ફરી મળીશું. ધ્યાન રાખજે.’

આ સાથે જ શહનાઝ ગિલ સાથેનો પણ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો બિગ બોસના સમયનો છે. તેમાં અભિનેતા કહે છે જીવનમાં ક્યારે પણ જરૂર હોય મને કોલ કરજે. આપણે માત્ર એક કોલની દુરી પર જ હશું. ભવિષ્ય વિશે સિદ્ધાર્થ કહે છે, ભલે તું 70 વર્ષની થઇ જાય, પણ ત્યારે જો હું જીવતો હોઉં તો મને બિંદાસ ફોન કરજે.’

આ બંને વિડીયો ખુબ ઈમોશનલ છે. ફેન્સ તેને જોઇને ખુબ ભાવુક થઇ રહ્યા છે. માત્ર 40 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહેનાર આ કલાકાર લાખો દિલો પર રાજ કરતો હતો. હવે માત્ર તેના વિડીયો અને યાદોથી લોકોમાં જીવંત છે. ફેન્સ અને સેલેબ્સ હજુ આ આઘાતમાંથી બહાર નથી આવ્યા.

 

આ પણ વાંચો: સેલિબ્રિટીના મૃત્યુને બનાવી દેવામાં આવે છે તમાશો! અનુષ્કા શર્મા અને ઝાકીર ખાનનો ફૂટ્યો ગુસ્સો, જુઓ પોસ્ટ

આ પણ વાંચો: Beauty in black: શ્વેતા તિવારીનો ગ્લેમરસ અવતાર, નવી અભિનેત્રીઓને પણ શરમાવે એવી છે ફીટ શ્વેતા

Published On - 2:25 pm, Sat, 4 September 21

Next Article