Siddhant Chaturvedi એ ગીત ગાઇને ચાહકોને કર્યાં મોટિવેટ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

|

Apr 29, 2021 | 7:44 PM

સોશિયલ મીડિયા પર, અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લોકોને તેમના ગીતથી મોટિવેટ કરી રહ્યા છે.

Siddhant Chaturvedi એ ગીત ગાઇને ચાહકોને કર્યાં મોટિવેટ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
Siddhant Chaturvedi

Follow us on

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે અને લોકડાઉનને લીધે બોલીવુડના તમામ કલાકારો તેમના ઘરોમાં છે અને તેમના પરિવાર સાથે સમય વિતાવે છે. દરમિયાન, હવે સોશિયલ મીડિયા પર, અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે લોકોને તેમના ગીતથી મોટિવેટ કરી રહ્યા છે.

આ વીડિયોને અભિનેતા સિદ્ધાંત ચતુર્વેદીએ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં, અભિનેતા ગિટાર વગાડતા એક ગીત ગાઇ રહ્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા પછી તેમણે ગીત લખ્યું, “કોઈ બાત નહીં મેરે યાર…. કોઈ બિસ્તર પે અકેલા હૈ, તો કોઈ બિસ્તર કે લિએ ઝેલા હૈ, કોઈ આખિરી સિગરેટ બચા રહા હૈ, કોઈ કિસી કી આખિરી સાંસ મુશ્કિલ ઘડી હૈ… પર હમ સબ સાથ હૈ ના ? કોઈ નહીં … કોઈ બાત નહીં મેરે યાર! ” ” સબ ઠિક હો જાએગા. ”

 

 

 

અભિનેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તેમના ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવ્યો છે, વીડિયોને અત્યાર સુધી હજારો લોકો જોઈ ચુક્યા છે. સાથે કોમેન્ટ કરીને તેમની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ પહેલા તેમણે તેમના સોશ્યલ મીડિયા હેન્ડલ પર એક મોનોક્રોમ તસ્વીર શેર કરી હતી, જેમાં તે વાયોલિન વગાડતા જોવા મળી રહ્યા છે. આ ફોટોને સોશિયલ મીડિયા પર શેર કર્યા પછી લખ્યું, ‘હું તને મહસુસ કરુ છું, ફિલ બ્લુ … આ ઠિક છે, આ ઠીક હશે ….. મને નથી ખબર કે આને કેવી રીતે વગાડવું. પણ તમે આ સાચું સાંભળ્યું છે. ‘

જો આપણે તેમના વર્કફ્રન્ટની વાત કરીએ, તો તે ટૂંક સમયમાં ફિલ્મ ‘ફોન ભૂત’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા ઇશાન ખટ્ટરની સાથે જોવા મળશે. આ હોરર કોમેડી ફિલ્મનું દિગ્દર્શન ગુરમીત સિંહ કરી રહ્યા છે.

તાજેતરમાં જ શૂટિંગ દરમિયાન તેમની કેટલીક તસવીરો કેટરીનાએ તેમના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ સિવાય તે શકુન બત્રાની શીર્ષક વિનાની ફિલ્મમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તે દીપિકા પાદુકોણ અને અનન્યા પાંડે સાથે જોવા મળશે.

 

આ પણ વાંચો :- Irrfan Khan death anniversary: ‘જ્યારે જીવન તમારા હાથમાં લીંબુ પકડાવે છે, ઇરફાન ખાનનો આ સંદેશ સાંભળીને આજે પણ ભાવુક થઈ જાય છે ચાહકો

આ પણ વાંચો :- Sonu Soodએ લોન્ચ કરી ‘ફ્રી કોવિડ હેલ્પ’, ઘરે બેસીને કોરોના ટેસ્ટથી લઈને ડોકટરોની મેળવી શકાશે સલાહ

Next Video