બોલિવૂડ એક્ટર અજય દેવગણ (Ajay Devgn) અને સાઉથના એક્ટર કિચ્ચા સુદીપ (Kichcha Sudeep) વચ્ચે ટ્વિટર પર વોર ચાલી રહી છે. બંને વચ્ચેની આ ચર્ચા ટ્વિટર પર પણ ટ્રેન્ડ કરી રહી છે. કિચ્ચા સુદીપના નિવેદનને કારણે સર્જાયેલા આ વિવાદમાં (Hindi) કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા (Siddaramaiah) પણ કૂદી પડ્યા છે. અજય દેવગણે હિન્દીને રાષ્ટ્રભાષા ગણાવી હતી, પછી હવે સિદ્ધારમૈયાએ પોતાના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું છે કે, ‘હિન્દી ક્યારેય આપણી રાષ્ટ્રભાષા હતી અને ક્યારેય નહીં પણ હશે.’ જ્યારે પદ્મશ્રી ટીવી મોહનદાસ પાઈએ અજય દેવગણને બંધારણ વાંચવાની સલાહ આપી છે.
સિદ્ધારમૈયાએ આગળ લખ્યું, ‘દેશની ભાષાકીય વિવિધતાનું સન્માન કરવું એ દરેક ભારતીયની ફરજ છે. દરેક ભાષાનો પોતાનો સમૃદ્ધ ઇતિહાસ હોય છે, લોકોને તેનો ગર્વ હોય છે. મને કન્નડ હોવા પર ગર્વ છે.” આ સાથે જ પદ્મશ્રી ટીવી મોહનદાસ પાઈએ પણ હિન્દી વિવાદમાં (Hindi Controversy) પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું, ‘શું આપણા બંધારણ મુજબ ભારતની કોઈ રાષ્ટ્રભાષા છે ? ના, દેશમાં ઘણી સત્તાવાર ભાષાઓ છે. શા માટે અજય દેવગન આવા નિવેદનો આપીને બિનજરૂરી વિવાદ ઉભો કરી રહ્યો છે ? તેઓએ બંધારણ વાંચવું જોઈએ.
Hindi was never & will never be our National Language.
It is the duty of every Indian to respect linguistic diversity of our Country.
Each language has its own rich history for its people to be proud of.
I am proud to be a Kannadiga!! https://t.co/SmT2gsfkgO
— Siddaramaiah (@siddaramaiah) April 27, 2022
હિન્દી વિશેનો આ વિવાદ ત્યારે થયો હતો જ્યારે સાઉથના અભિનેતા કિચ્ચા સુદીપે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી. કન્નડમાં પાન ઈન્ડિયા ફિલ્મો બની રહી છે. હું આ અંગે સુધારો કરવા માંગુ છું. હિન્દી હવે રાષ્ટ્રભાષા નથી. બોલિવૂડમાં આ સમયે પાન ઈન્ડિયા ફિલ્મો બની રહી છે. તેઓ તેલુગુ અને તમિલ ફિલ્મોની રિમેક બનાવીને પણ સ્ટ્રગલ કરી રહ્યા છે. પરંતુ અમે જે ફિલ્મો બનાવી રહ્યા છીએ તે આખી દુનિયામાં જોવા મળી રહી છે.
તમને જણાવી દઈએ કે, સાઉથ અભિનેતા સુદીપે તાજેતરમાં કહ્યું હતું કે હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી. જેના પર અજય દેવગણે પોતાની નારાજગી વ્યક્ત કરતા બુધવારે ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, ‘મારા ભાઈ, જો તમારા મતે હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી તો તમે તમારી માતૃભાષાની ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને શા માટે રિલીઝ કરો છો ? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હતી, છે અને રહેશે. જન ગણ મન…….’
આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર વોર : અજય દેવગણના નિવેદન પર કિચ્ચા સુદીપે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું સાઉથ એક્ટર સુદીપે ?
આ પણ વાંચો : Happy Birthday Samantha : જાણો કયા કારણોસર અભિનેત્રી સામંથા છે આજે ડિવોર્સી
Published On - 9:55 am, Thu, 28 April 22