HBD Shruti Haasan: જ્યારે શ્રુતિ હાસને તેની ફિલ્મમાં અક્ષય કુમારને કાસ્ટ કરવાની વાત થઈ ત્યારે ફીને લઈને થયું હતું કંઈક આવું, એક્ટ્રેસે આપ્યું હતું રિએક્શન

શ્રુતિ અક્ષય કુમાર (Akshay Kumar) સાથે ફિલ્મ 'ગબ્બર ઈઝ બેક' (Gabbar Is Back)માં જોવા મળી હતી. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમાર અને શ્રુતિ હાસન વચ્ચે એક ટોપિક પર વાતચીત થઇ હતી.

HBD Shruti Haasan: જ્યારે શ્રુતિ હાસને તેની ફિલ્મમાં અક્ષય કુમારને કાસ્ટ કરવાની વાત થઈ ત્યારે ફીને લઈને થયું હતું કંઈક આવું, એક્ટ્રેસે આપ્યું હતું રિએક્શન
Happy birthday Shruti Haasan ( Ps : instagram)
| Edited By: | Updated on: Jan 28, 2022 | 8:36 AM

સાઉથની એક્ટ્રેસ શ્રુતિ હાસને (Shruti Haasan) ટોલીવુડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તે જ સમયે, કમલ હાસન અને સારિકાની પુત્રીએ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આજે એટલે કે 28મી જાન્યુઆરીએ શ્રુતિ હાસનનો જન્મદિવસ છે. શ્રુતિ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’માં જોવા મળી હતી. આ ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમાર અને શ્રુતિ હાસન વચ્ચે એક વિષય પર વાત થઈ હતી કે ઉત્તર ભારતીય કલાકારો દક્ષિણની ફિલ્મોમાં કામ કરતા નથી.

જ્યારે શ્રુતિ હાસન અક્ષય માટે ફિલ્મ પ્રોડ્યુસ કરવા સંમત થઈ…

તેના પર અક્ષય કુમારને શ્રુતિએ કહ્યું હતું કે આ લોકો બિલકુલ બોલાવતા નથી તો ત્યાં શ્રુતિએ પણ કહ્યું કે અમે નથી બોલાવતા? ઝૂમને આપેલા એક ઈન્ટરવ્યુમાં અક્ષયે ફરિયાદ કરી હતી કે દક્ષિણની ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં ક્યારેય ઉત્તર ભારતીય હીરો નથી હોતા, પરંતુ એક્ટ્રેસ ચોક્કસ હોય છે. આ દરમિયાન શ્રુતિએ અક્ષયને કહેવાનું શરૂ કર્યું- ‘તો આવી જાવ ને સર.’ આના પર અક્ષયે કહ્યું હતું- મને કોણ લઈ જશે? શ્રુતિએ જવાબમાં કહ્યું હતું- હું ફિલ્મ પ્રોડ્યુસ કરીશ સર. અક્ષયે પણ કહ્યું કે મને કોઈ વાંધો નથી.

આના પછી તરત જ અક્ષયે કહ્યું- ‘સાઈનિંગ એમાઉન્ટ આપો…’ આ પછી શ્રુતિ હસવા લાગી અને કહ્યું- ટોપિક બદલો. શ્રુતિએ નોર્થ ઈન્ડિયન હીરોના સાઉથમાં કામ ન કરવાનું કારણ જણાવ્યું હતું કે તે લોકો આવતા નથી તે અમારી સમસ્યા થોડી છે તમે લોકો જ નથી આવતા. તમે લોકો એરપોર્ટ સુધી આવો છો ફ્લાઈટમાં ચડતા પણ નથી.

આ પછી અક્ષયે કહ્યું હતું કે તેણે એકવાર કન્નડ ફિલ્મમાં બળજબરીથી કામ કર્યું હતું. તેણે કહ્યું હતું કે તે એક ફિલ્મમાં કામ કરી રહ્યો હતો જેમાં બે હીરો હતા. તો તે હીરોએ કહ્યું કે તે આ ફિલ્મ કન્નડમાં પણ બનાવવા માંગે છે. અક્ષયે કહ્યું હતું કે તે એક્ટર વિષ્ણુ વિજય છે.

આ પણ વાંચો : Maharashtra: ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે મુંબઈમાં બ્લેક ફંગસનો પગ પેસારો, 70 વર્ષની મહિલામાં જોવા મળ્યા લક્ષણ

આ પણ વાંચો : Beauty Tips : આ સામાન્ય તરકીબોથી શિયાળામાં રાખો તમારા વાળની ખાસ કાળજી