રણબીર કપૂર અને રશ્મિકા મંદનાની અપકમિંગ ફિલ્મ ‘એનિમલ’નું શૂટિંગ આજથી શરૂ થયું

|

Apr 22, 2022 | 11:17 PM

Ranbir Kapoor : અપકમિંગ ફિલ્મ 'એનિમલ'નું (Animal Film) નિર્માણ ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમારની ટી-સિરીઝ, મુરાદ ખેતાનીના સિને1 સ્ટુડિયો અને પ્રણય રેડ્ડી વાંગાના ભદ્રકાલી પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

રણબીર કપૂર અને રશ્મિકા મંદનાની અપકમિંગ ફિલ્મ એનિમલનું શૂટિંગ આજથી શરૂ થયું
Ranbir Kapoor & Rashmika Mandanna (File Photo)

Follow us on

રણબીર કપૂરે (Ranbir Kapoor) તાજેતરમાં અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે લગ્ન કર્યા છે. પરંતુ લગ્ન બાદ રણબીર અને આલિયા બંને પોતાના કામમાં તરત જ વ્યસ્ત થઈ ગયા છે. લગ્નના માત્ર 2 દિવસ બાદ રણબીર કપૂર ટી-સીરીઝની ઓફિસમાં જોવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે ત્યાં સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ ‘એનિમલ’ (Animal Film) માટે મીટિંગ માટે ગયો હતો. આ દરમિયાન પાપારાઝીએ તેની તસવીરો ક્લિક કરી હતી અને તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે કશું કહ્યું ન હતું.

તાજેતરમાં એવા સમાચાર આવી રહ્યા છે કે, હવે રણબીર કપૂર હિમાચલના મેદાનોમાં રશ્મિકા મંદાના સાથે આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. સંદીપ રેડ્ડી વાંગાના મેગ્નમ ઓપસ દ્વારા નિર્દેશિત ‘એનિમલ’નું શૂટિંગ આજથી મનાલીના બરફીલા પહાડોમાં શરૂ થઈ ચૂક્યું છે. આ ફિલ્મના મુખ્ય કલાકારો એટલે કે રણબીર કપૂર અને રશ્મિકા મંદાનાએ હિમાચલ પ્રદેશમાં ફિલ્મનું પ્રથમ શૂટિંગ શેડ્યૂલ આજથી શરૂ કર્યું છે.

રણબીર-રશ્મિકાએ ‘એનિમલ’નું શૂટિંગ શરૂ કર્યું

આ ક્રાઈમ ડ્રામામાં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ લીડ રોલમાં જોવા મળશે. જો કે, આ ફિલ્મે દર્શકોમાં પહેલાથી જ ધૂમ મચાવી છે. આ ફિલ્મ આગામી તા. 11/08/2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

રણબીર તેની કો-આર્ટિસ્ટ રશ્મિકા મંદાના સાથે બરફથી ઢંકાયેલી પહાડીઓ પર આજે જોવા મળ્યો હતો. આ ફિલ્મ માટે આર.કે. ખૂબ જ અલગ લુકમાં જોવા મળ્યો હતો, ત્યારે રશ્મિકા મંદાનાએ લાલ પરંપરાગત ટોપી અને શાલ સાથે સફેદ બરફની ચાદર વચ્ચે કલર પૉપ ઉમેર્યો હતો. આ બહુપ્રતિક્ષિત ફિલ્મના નિર્માતાઓએ આજે ઔપચારિક રીતે ફિલ્મ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મની ટીમે વિશેષ પૂજા વિધિ સાથે ફિલ્મનું શૂટિંગ શરુ કર્યું હતું.

ફિલ્મનું શીર્ષક સૂચવે છે તેમ, રેડ્ડી રણબીરને સંપૂર્ણપણે નવા અવતારમાં રજૂ કરવા માટે તૈયાર છે. પેન ઈન્ડિયા પ્રોજેક્ટ હિન્દી ઉપરાંત દક્ષિણની તમામ ભાષાઓમાં પણ રિલીઝ થશે. આ સિવાય બહુ જલ્દી આલિયા અને રણબીરની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ પણ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં બંને પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મ દરમિયાન બંને નજીક આવ્યા હતા અને ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા છે.

શું તમે રણબીર કપૂર અને આલિયા ભટ્ટને સ્ક્રીન પર એકસાથે જોવા માટે ઉત્સાહિત છો ?? નીચે અમને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવશો ……

 

આ પણ વાંચો – અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘ઝુંડ’ ZEE5 પર પ્રીમિયર માટે તૈયાર, જાણો તમામ વિગતો 

 

Next Article