શોકિંગ : રણબીર કપૂર-આલિયા ભટ્ટના થયા બીજીવાર લગ્ન, નોરા ફતેહી જોડાઈ લગ્નની જાનમાં

|

Apr 17, 2022 | 8:47 PM

Alia Bhatt Wedding : રણબીર કપૂર અને આલિયા ભટ્ટે (Alia Bhatt) નીતુ કપૂરની સામે ફરી લગ્ન કર્યા છે. આજે તેમના લગ્નની જાનમાં મિથુન દા, નોરા ફતેહી સહિત બોલિવૂડની ઘણી હસ્તીઓએ હાજરી આપી હતી.

શોકિંગ : રણબીર કપૂર-આલિયા ભટ્ટના થયા બીજીવાર લગ્ન, નોરા ફતેહી જોડાઈ લગ્નની જાનમાં
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)
Image Credit source: instagram

Follow us on

રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) લગ્ન ગત તા. 14/04/2022ના રોજ પૂર્ણ થયા છે. આ લગ્નની દરેક વ્યક્તિ દ્વારા ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. તેમના પરિવારના સભ્યોથી લઈને બોલિવૂડ સેલિબ્રિટીઓ સુધી, તેમના ચાહકોથી લઈને સામાન્ય લોકો સુધી બધા ઈચ્છતા હતા કે બંને જલ્દીથી લગ્ન કરી લે. જો કે, હવે તેમના લગ્ન થઈ ગયા છે અને લગ્ન પછી તેમનું રિસેપ્શન પણ પૂર્ણ થઈ ગયું છે. રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને રણબીરની માતા નીતુ કપૂર (Neetu Kapoor) બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે.

નીતુ કપૂર હાલમાં કલર્સ ટીવીના રિયાલિટી શો ‘હુનરબાઝ’માં જજ તરીકે જોવા મળી રહી છે. રણબીર-આલિયાના તાજેતરના લગ્ન પછી, બંનેએ ફરી એકવાર ‘હુનરબાઝ’ના સેટ પર લગ્ન કર્યા છે, જેણે નીતુ કપૂર સહિત બધાને ખુબ ચોંકાવી દીધા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન આ વર્ષના સૌથી વધુ રાહ જોવાઈ રહેલા લગ્નોમાંથી એક છે. આ એકમાત્ર એવા લગ્ન છે કે જે વર્ષ 2022માં બોલિવૂડના મોટા લગ્નોમાંથી એક હતું. બંનેના લગ્ન બાદ રણબીરની માતા નીતુ કપૂર ફરી એકવાર ‘હુનરબાઝ’ના સેટ પર પહોંચી ચુકી છે. પરંતુ તેઓને કદાચ ખ્યાલ નહીં હોય કે આલિયા-રણબીર ફરી એકવાર શોના સેટ પર આવશે અને ફરીથી લગ્ન કરશે.

આલિયા-રણબીરે ફરી લગ્ન કર્યા

શોના નિર્માતાઓએ કલ્પના કરી હતી તે જ થયું. શોની મધ્યમાં, હોસ્ટ ભારતી અને હર્ષે કરણ જોહરને આગળ ખેંચ્યો. કરણ સામે જોઈને હર્ષ બોલ્યો, ‘કરણ સર, તમે થોડા થાકેલા દેખાઈ રહ્યા છો. એવું લાગે છે કે લગ્નમાં ખૂબ જ ડાન્સ કરવામાં આવ્યો હતો.’ પરિણીતી આગળ કહે છે, ”હા… પછી ભારતી કહે છે કે, ‘નીતુ મેડમ પણ, જેના પર નીતુ તેના હાથ પર મહેંદી બતાવવાનું શરૂ કરે છે. ત્યારે ભારતી કહે છે કે જે વરઘોડાનું વાતાવરણ ત્યાં થયું છે, તે અમે અહીં કરી લઈએ તો એકવાર નાચીને અમારો ગુસ્સો ઉતારી લઈએ. ત્યારે હર્ષ કહે છે કે જેથી અમે પણ કહી શકીએ કે અમે પણ દેશના સૌથી મોટા લગ્નમાં આવ્યા હતા.

‘હુનરબાઝ’નો લેટેસ્ટ પ્રોમો નિહાળો

બોલિવૂડની અનેક હસ્તીઓ જાનૈયા બન્યા હતા

આ પછી ભારતીએ નીતુને કહ્યું કે, નીતુ મેડમ, રણબીર અને આલિયા પણ અહીં અમારી સાથે છે. આ પછી રણબીર-આલિયાનો કાર્ડબોર્ડ કટઆઉટ ગળામાં રૂપિયાની માળા અને આલિયાના માથા પર ચૂંદડી સાથે સ્ટેજ પર લાવવામાં આવે છે. આવો નજારો જોઈને બધા જજ ચોંકી ગયા અને પછી ભારતી દરેકને સ્ટેજ પર જાનૈયા બનવાનું આમંત્રણ આપે છે અને દરેક જણ ‘બદરી કી દુલ્હનિયા’ ફિલ્મના ટાઈટલ ટ્રેક પર ડાન્સ કરવાનું શરૂ કરે છે.

આ વીડિયોમાં નીતુ કપૂર અને કરણ જોહર સિવાય મિથુન ચક્રવર્તી, નોરા ફતેહી, ભારતી સિંહ, હર્ષ લિમ્બાચિયા, પરિણીતી ચોપરા અને કરણ કુન્દ્રાની સાથે કેટલાક સ્પર્ધકો પણ સ્ટેજ પર આવ્યા અને ડાન્સ કરવા લાગ્યા હતા.

આ પણ વાંચો – નીતુ કપૂરે તેની સ્ટાઇલિસ્ટનો માન્યો આભાર, જુઓ વાયરલ વિડીયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Next Article