Shilpa Shetty-Raj Kundra Cheating Case: ફરી વધી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલી, નોંધાયો છેતરપિંડીનો કેસ

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને તેના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. તેના પર નીતિન બારાઈ નામના વ્યક્તિએ સ્પા ચેઈન ખોલવાના નામે પૈસાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.

Shilpa Shetty-Raj Kundra Cheating Case: ફરી વધી શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાની મુશ્કેલી, નોંધાયો છેતરપિંડીનો કેસ
Shilpa shetty- raj kundra
| Edited By: | Updated on: Nov 14, 2021 | 11:13 AM

લાગી રહ્યું છે કે,બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુન્દ્રાની મુસીબતો ઓછી થતી જણાતી નથી. હવે શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) અને રાજ કુન્દ્રા (Raj Kundra)વિરુદ્ધ મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો કેસ નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, નીતિન બારાઈ નામના વ્યક્તિએ બાંદ્રા પોલીસને જણાવ્યું છે કે 2014થી શિલ્પા અને રાજ તેની સાથે એક પેઢી દ્વારા છેતરપિંડી કરી રહ્યા છે.

ફરિયાદ મુજબ, મેસર્સ એસએફએલ પ્રાઈવેટ કંપનીના ડિરેક્ટર્સ, શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા, કાશિફ ખાન, દર્શિત શાહ અને તેમના સહયોગીઓએ જુલાઈ 2014 થી નીતિન બારાઈ સાથે છેતરપિંડી કરી છે. બારાઈની ફરિયાદ બાદ બાંદ્રા પોલીસે શિલ્પા શેટ્ટી, રાજ કુન્દ્રા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 406, 409, 420, 506, 34 અને 120 (બી) હેઠળ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી છે.

મુંબઈ પોલીસ પણ જલ્દી જ આ કેસમાં આરોપીઓની પૂછપરછ કરી શકે છે, રાજ કુન્દ્રા, શિલ્પા શેટ્ટીનો પક્ષ જાણવા પોલીસ જલ્દી જ તેમનો સંપર્ક કરી શકે છે.

બારાઈએ પોલીસને જણાવ્યું કે તેને કહેવામાં આવ્યું કે જો તે તેની કંપનીની ફ્રેન્ચાઈઝી લઈને પુણેના કોરેગાંવ વિસ્તારમાં સ્પા અને જીમ ખોલે તો ઘણો ફાયદો થશે. આ પછી બારાઈને 1 કરોડ 59 લાખ 27 હજાર રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું, ત્યારબાદ આરોપીએ બારાઈના પૈસા પોતાના ફાયદા માટે વાપર્યા અને જ્યારે તેણે તેના પૈસા પાછા માંગ્યા તો તેને ધમકી આપવામાં આવી હતી.

જણાવી દઈએ કે પોર્નોગ્રાફિક ફિલ્મો કેસમાં આરોપી રાજ કુન્દ્રા જામીન પર જેલમાંથી બહાર આવ્યા બાદ હિમાચલમાં શિલ્પા શેટ્ટી સાથે જોવા મળ્યો હતો. રાજે અહીં મીડિયા સાથે વાત કરી ન હતી. આ પછી રાજ કુન્દ્રા પણ બાંદ્રામાં રમકડાની દુકાનની બહાર જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, પતિ-પત્ની બંને ધર્મશાળાના બગલામુખી મંદિરમાં ગયા હતા અને ત્યાં તેઓએ તાંત્રિક પૂજા કરી હતી

મંદિરમાંથી બંનેના વીડિયો અને તસ્વીરો સામે આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ તાંત્રિક પૂજા શત્રુઓના વિનાશ અને કષ્ટોને દૂર કરવા માટે કરવામાં આવે છે. રાજ-શિલ્પાનો હવન કરતો વીડિયો વાયરલ થયો હતો. બગલામુખી મંદિર જતા પહેલા રાજ શિલ્પાએ કાંગડાના મંદિરોમાં માથું ટેકવ્યું હતું.

રાજે સોશિયલ મીડિયાને પણ અલવિદા કહ્યું
રાજ કુન્દ્રાએ જેલમાંથી બહાર આવતાની સાથે જ સોશિયલ મીડિયાને પણ અલવિદા કહી દીધું હતું. તેણે પોતાના ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ ડિલીટ કરી દીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પોર્નોગ્રાફિક ફિલ્મોના કેસ સાથે તેનું નામ જોડાયા બાદ તેને અને તેના પરિવારને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા. અગાઉ રાજ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતો અને તેણે પત્ની શિલ્પા અને બાળકો સાથેના ઘણા વીડિયો પણ શેર કર્યા હતા.

આ પણ વાંચો : Children’s Day Special Songs: ચિલ્ડ્રન્સ ડેએ બાળકોને આ ગીત સંભળાવીને કરો ઉત્સાહિત, બાળકોનું વધશે મનોબળ

આ પણ વાંચો : Rajkummar-Patralekhaa Wedding : રાજકુમાર રાવે પત્રલેખાને ઘૂંટણ પર બેસીને કર્યું પ્રપોઝ, બંનેનો આ રોમેન્ટિક વીડિયો થયો વાયરલ