
ગયા મહિને શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) પતિ રાજ કુંદ્રાની ધરપકડ (Raj Kundra Case) થઇ હતી. બાદમાં ઘણા સમય પછી શિલ્પાએ એક નિવેદન જાહેર કર્યું હતું. આ સિવાય શિલ્પા જાહેરમાં આવવાનું ટાળે છે. આ વચ્ચે શિલ્પા પહેલીવાર એક જાહેર ઇવેન્ટમાં ભાગ લેતી જોવા મળે. તેણીએ કોવિડ -19 ફંડ રેઇઝર ઇવેન્ટ, વી ફોર ઇન્ડિયા માટે તેની પ્રથમ ઓન-સ્ક્રીન હાજરી આપી છે. બિઝનેસમેન રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફિક સામગ્રી બનાવવા અને તેને અલગ અલગ પ્લેટફોર્મ પર પ્રકાશિત કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે.
આ ફંડ ઇવેન્ટની વાત કરીએ તો આ ઇવેન્ટમાં ઘણા બોલીવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. મલાઈકા અરોડા, અર્જુન કપૂર, વિદ્યા બલમ અને દિયા મિર્ઝા જોવા મળ્યા. શિલ્પાએ પોતાના સેગમેન્ટમાં યોગા (Shilpa Shetty Yoga) વિશે જણાવ્યું. શિલ્પાએ શ્વાસોશ્વાસના યોગ કરી બતાવ્યા. તેમજ શિલ્પાએ મસ્તિકની કોશિકાઓ સુધી ઓક્સિજન પહોંચવા વિશે જણાવ્યું. શિલ્પાએ કહ્યું કે ‘આ સમયે આપણે જોઈ રહ્યા છીએ કે ઓક્સિજન અને શ્વાસનું કેટલું મહત્વ છે. શ્વાસોશ્વાસથી જ આપણે સમગ્ર સિસ્ટમની રક્ષા કરી શકીએ છીએ. જો તમારા નાકનો માર્ગ સાફ હોય તો ઓક્સિજન મસ્તિકની કોશિકાઓ સુધી આસાનીથી પહોંચે છે. જેનાથી ઈમ્યુંનીટી વધે છે.’
આ સાથે જ શિલ્પાએ કહ્યું કે મુશ્કેલ સમયમાં નકારાત્મક વિચાર આવવા સ્વાભાવિક છે. પરંતુ આ ભાવનાઓ પર નિયંત્રણ માટે શ્વાસ પર નિયંત્રણ કરવા મહત્વપૂર્ણ છે. આ માટે સકારાત્મક રહેવા અને શ્વાસોશ્વાસને સારા બનાવવા માટે પ્રાણાયામ મહત્વપૂર્ણ થઇ ગયા છે. સાથે જ શિલ્પાએ વેક્સિન લેવાની પણ લોકોને અપીલ કરી છે.
તમને જણાવી દઈએ કે રાજ કુંદ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે. રાજની ધરપકડ બાદ શિલ્પાએ પહેલી પોસ્ટ કરી હતી જેમાં તેણે ચાહકોને તેની ફિલ્મ હંગામા 2 જોવાની અપીલ કરી. શિલ્પાની ફિલ્મ હંગામા 2 રાજની ધરપકડ થયાના થોડા દિવસો બાદ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા શિલ્પા લાંબા સમય બાદ વાપસી કરી રહી હતી. તે આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત હતી, પરંતુ પછી રાજની ધરપકડને કારણે તેના તમામ ઉત્સાહનો અંત આવ્યો.
આ પછી, શિલ્પાએ ફરીથી રાજ માલમેમાં પોસ્ટ કરી હતી કે ‘મારા અને મારા પરિવાર વિશે ખોટી ટિપ્પણીઓ ન કરો. આ મામલો હજુ તપાસ હેઠળ છે અને મને મુંબઈ પોલીસ અને ભારતના ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. હું ઇચ્છું છું કે તમે બધા મારા પરિવારની ગોપનીયતાનો આદર કરો. મારા બે બાળકોનો પણ વિચાર કરો. મેં હંમેશા કાયદાનું પાલન કર્યું છે અને ક્યારેય કશું ખોટું કર્યું નથી. તમે બધાએ મારા પર ઘણો વિશ્વાસ મૂક્યો છે અને હું તે વિશ્વાસ ક્યારેય તોડીશ નહીં. મહેરબાની કરીને કાયદાને તેનું કામ કરવા દો.’
આ પણ વાંચો: અનિલ કપૂર પુત્રી રિયા માટે રિસેપ્શનનું કરશે આયોજન, ઘણા બોલિવૂડ સેલેબ્સ આપી શકે છે હાજરી
આ પણ વાંચો: Indian Idol 12: શું ખરેખર ઇનામમાં મળેલી કાર પવનદીપ દરેક સ્પર્ધકને આપશે એક એક મહિના માટે? જાણો