અમેરીકામાં ઘણો લોકપ્રિય બનેલો રિયાલીટી શો શાર્ક ટેન્ક (Shark Tank) હવે ભારત (India) માં પણ જોવા મળશે. સ્ટુડિયો નેક્સ્ટ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ સીરિઝ ટૂંક સમયમાં જ ભારતીય ટેલીવિઝન પર જોવા મળશે. દેશના યુવા અને સ્ટ્રગલ કરતાં બિઝનેસમેન (Struggling Businessman) ને પ્રોત્સાહન આપતા આ શોની ઘોષણા કરતા સોની ટીવી (Sony Tv) ચેનલે રજીસ્ટ્રેશન (Registration) પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ચેનલ દ્વારા શેર કરવામાં આવેલા શાર્ક ટેન્ક ઇન્ડિયાના પ્રોમોમાં જોવા મળે છે કે કઈ રીતે એક યુવા બિઝનેસ મેન પોતાનો નવો બિઝનેસ શરૂ કરવા મથામણ કરે છે. વિડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે પોતાના નવા બિઝનેસને લઈને પોતાના પરિવાર અને મિત્રો પાસે સારી અપેક્ષા લઈને વાત કરવાનું કરે છે, ત્યારે આ બધા જ તેને પ્રોત્સાહન કરવાને બદલે તેની મજાક ઉડાવે છે.
જો કે તે યુવક એવું માને છે કે જો કોઈ બિઝનેસના જાણકાર કે કોઈ એક્સપર્ટ તેના બિઝનેસ આઇડિયાને મંજૂરી આપી દે છે, તો દુનિયાને પણ તેની વાત માનવી પડશે એને ચો-તરફથી સાંભળવા મળતા મ્હેણાં-ટોણાં પણ બંધ થઈ જશે.
World ka no.1 business reality show Shark Tank aa raha hai India mein!
Jahan Sharks, yaani India ke experienced businessmen, aapke business aur business idea ko parkhenge, taraashenge aur bada banayenge.. pic.twitter.com/i9DukFw0L1— sonytv (@SonyTV) June 22, 2021
વિશ્વનો નંબર 1 બિઝનેસ રિયાલીટી શો
ટેલીવિઝન ચેનલે આ વિડીયો શેર કરતાની સાથે જ લખ્યું કે વિશ્વનો નંબર 1 બિઝનેસ રિયાલીટી શો શાર્ક ટેન્ક ભારતમાં આવી રહ્યો છે. જ્યાં શાર્ક એટલે કે ઇન્ડિયાના અનુભવી બિઝનેસમેન તમારા બિઝનેસ આઇડિયાને સાંભળશે, તેને વધુ સારા બનાવશે અને તેને કઈ રીતે સારી રીતે અમલમાં મૂકી શકાય તેના વિશે કહેશે.
આ શોમાં ભાગ લેવા માટે ટેલીવિઝન ચેનલની એપ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે. જેમાં આપની પાસે એક ફોર્મ ભરાવવામાં આવશે. જેમાં આપે રિયાલીટી શોમાં શામેલ થવા માટે આપના વ્યવસાય વિશે સ્પષ્ટ રૂપે તમામ જાણકારી આપવી આપવાની રહેશે.
2009માં થઈ હતી શરૂઆત
પ્રખ્યાત રિયાલિટી શો ‘શાર્ક ટેન્ક’ નું પ્રીમીયર 9 August, 2009 ના રોજ અમેરિકાની લોકપ્રિય ચેનલ એબીસી (ABC Network ) પર થયું હતું, આ શોમાં 12 સિઝન થઈ ચૂકી છે.
આ પણ વાંચો : 13 વર્ષની લડત બાદ અમેરિકાએ સ્વીકાર્યું કે, ‘હળદર માત્ર ભારતની જ છે’, જાણો શું છે સમગ્ર હકીકત ?
Published On - 11:28 pm, Tue, 22 June 21