Bigg Boss Ott: શમિતા શેટ્ટી કરે છે રાકેશ બાપટને પસંદ, પરંતુ આ કારણે નથી આવવા માંગતી નજીક

|

Sep 06, 2021 | 8:00 AM

શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ બિગ બોસ ઓટીટીના સ્પર્ધકોમાં સૌથી વધુ ચર્ચામાં છે. બંનેના વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ છે.

Bigg Boss Ott: શમિતા શેટ્ટી કરે છે રાકેશ બાપટને પસંદ, પરંતુ આ કારણે નથી આવવા માંગતી નજીક
Shamita shetty likes raqesh bapat but one thing about actor disturb her

Follow us on

શમિતા શેટ્ટી (Shamita Shetty) અને રાકેશ બાપટ (Raqesh Bapat) બિગ બોસ ઓટીટીના (Bigg Boss Ott) સ્પર્ધકોમાં સૌથી વધુ ચર્ચામાં છે. રાકેશ અને શમિતા શોમાં એકબીજા સાથે જોડીમાં છે અને બંનેને ઘણી વખત એકબીજાની ખૂબ નજીકથી જોવામાં આવ્યા છે. હવે તાજેતરમાં શમિતાએ સ્વીકાર્યું છે કે તે રાકેશને પસંદ કરે છે. જોકે, અભિનેત્રીએ એ પણ કહ્યું કે તે આ બધું કહેવાનું કેમ ટાળે છે.

વાસ્તવમાં, વૂટના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરેલા વિડીયોમાં શમિતા અને નેહા વાત કરી રહ્યા છે. આ દરમિયાન નેહા શમિતાને પૂછે છે કે શું તે રાકેશને પસંદ કરે છે? તો શમિતાએ કહ્યું, ‘એવું છે કે અમે એકબીજાને પસંદ કરીએ છીએ. તે પ્રેમાળ છે પરંતુ તે કેટલીકવાર ખૂબ જ કન્ફયુઝ લાગે છે જે મારા માટે ખૂબ જ ડિસ્ટર્બિંગ છે કારણ કે હું કન્ફયુઝ નથી. જ્યારે હું કોઈ નિર્ણય લઉં છું, ત્યારે હું તેના પર અડગ રહું છું.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

થયો હતો તકરાર

તમને જણાવી દઈએ કે શમિતાએ રાકેશને આ અઠવાડિયે જ્યારે બંને વચ્ચે ઝઘડો થયો ત્યારે કહ્યું હતું કે તે તેને પસંદ કરે છે. અહેવાલ મુજબ, જ્યારે રાકેશે મજાક કરીને શમિતાને એક ટોણો માર્યો કે તે હંમેશા અન્યની વસ્તુઓને પોતાની જ કહે છે. તેમજ રાકેશે એમ પણ કહ્યું હતું કે શમિતા તેને કંટ્રોલ કરે છે અને વારંવાર જણાવે છે કે તેણે રાકેશને બચાવવા માટે તેની માતાનો પત્ર ફાડ્યો હતો.

રાકેશે એમ પણ કહ્યું હતું કે જ્યારે તે તેને દિવ્યા અગ્રવાલ સાથે વાત કરવાથી રોકે છે ત્યારે તેને તે બિલકુલ પસંદ નથી. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા રાકેશને નોમીનેશનથી બચાવવા માટે શમિતા પોતે નોમીનેટ થઇ હતી અને તેના ઘરેથી આવેલો પત્ર તેને ફાડી દીધો હતો.

તે જ સમયે, શમિતાએ રાકેશને કહ્યું, મેં પહેલા દિવસથી કોઈ રમત રમી નથી. હું તને મારો હાથ પકડવા અથવા તમને ચુંબન કરવા દઉં છું કારણ કે હું તને પસંદ કરું છું. મને ફેક કેવી રીતે બનવું તે ખબર નથી. જ્યારે તે મને આ બધી વાતો કહી ત્યારે તારે સમજવું જોઈએ કે હું ક્યાંથી આવી છું. મારી જાતને સ્વીકારવામાં મને સમય લાગ્યો છે.

 

અક્ષરા અને મિલિંદ ગાબા શોમાંથી બહાર

બિગ બોસ ઓટીટીમાંથી ભોજપુરી અભિનેત્રી અક્ષરા સિંહ (Akshara Singh) અને પંજાબી ગાયક મિલિન્દ ગાબાનો (Milind Gaba) પ્રવાસ પૂરો થયો. બંનેને રવિવારે શોમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: Bollywood Glamour : શનાયા કપૂરે શેયર કરી પોતાની સુંદર તસવીરો, ફેન્સ પણ જોઇને બોલી ઉઠ્યા વાહ…

આ પણ વાંચો: Shweta Tiwariની દિકરી પલકે પોતાના બોલ્ડ લુકથી જીત્યા ફેન્સના દિલ, ફોટોઝ જોઇને બોલ્યા OMG

Next Article