Shakti kapoor net worth: કરોડોની સંપત્તિના માલિક છે શક્તિ કપૂર, જાણો અભિનેતાની નેટવર્થ

|

Sep 04, 2021 | 7:35 AM

શક્તિ કપૂર લાંબા સમયથી ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. અભિનેતા હંમેશા તેમના ખાસ અભિનય માટે જાણીતા છે. આજે અમે તમને અભિનેતાની નેટવર્થ સાથે પરિચય કરાવીશું.

Shakti kapoor net worth: કરોડોની સંપત્તિના માલિક છે શક્તિ કપૂર, જાણો અભિનેતાની નેટવર્થ
Shakti kapoor

Follow us on

Shakti kapoor net worth: શક્તિ કપૂર (Shakti Kapoor) બોલિવૂડમાં તેમના ખલનાયકી અને કોમિક ટાઈમિંગ માટે ચાહકો વચ્ચે ફેમસ છે. શક્તિ કપૂરનું સાચું નામ સુનીલ સિકંદરલાલ કપૂર છે. શક્તિ એક એવા કલાકાર છે જેમણે મનોરંજન જગતમાં પોતાનું એક વિશેષ સ્થાન મેળવ્યું છે.

શક્તિ કપૂરે 700 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હજુ પણ ફિલ્મોમાં એટલા જ સક્રિય છે. આજે, અમે આપને જણાવીશું કે આ પ્રખ્યાત અભિનેતાની નેટવર્થ શું છે અને તેમણે અત્યાર સુધી પોતાની મેળે શું પ્રાપ્ત કર્યું છે.

શક્તિ કપૂરની નેટવર્થ

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

શક્તિ કપૂરે પોતાની કારકિર્દીની શરૂઆતમાં નાયાબ ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘કુરબાની’ અને ‘રોકી’ જેવી ફિલ્મોમાં અભિનેતાએ નકારાત્મક ભૂમિકા ભજવીને બધાને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે આ નામાંકિત અભિનેતા કરોડોની સંપત્તિ પર રાજ કરે છે.

એક સમાચાર અનુસાર, અભિનેતાની કુલ સંપત્તિ 36.5 કરોડ છે. અભિનેતાએ આ મિલકત પોતાના દમ પર એકત્રિત કરી છે. તમને જણાવી દઈએ કે શક્તિનું કમાવવાનું સાધન અભિનય છે. તે કેટલાક રિયાલિટી શો વગેરેમાં મહેમાન તરીકે કમાણી કરે છે.

શક્તિ કપૂર તેમના બાળકો અને પત્ની સાથે મુંબઈમાં રહે છે. અભિનેતાનું મુંબઈમાં પોતાનું ઘર છે. આ સિવાય, અભિનેતા પાસે ઘણા વૈભવી વાહનો પણ છે. જો કે, અભિનેતાના વાહનો વિશે સંપૂર્ણ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.

શક્તિ કપૂર નામ કેવી રીતે પડ્યું?

આપને જણાવી દઈએ કે શક્તિ કપૂરે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત 1977 માં રિલીઝ થયેલી ફિલ્મ ખેલ ખિલાડીથી કરી હતી. આ પછી, શક્તિ ‘કુર્બાની’ અને ‘રોકી’માં જોવા મળ્યા હતા. આ બંને ફિલ્મોએ અભિનેતાની કારકિર્દીને વિશેષ ઓળખ આપી. ચાહકોને બંને ફિલ્મોમાં શક્તિનું ખલનાયક પાત્ર ખૂબ ગમ્યું. બાય ધ વે, તમને જણાવી દઈએ કે નામાંકિત અભિનેતા સુનીલ દત્તે શક્તિ કપૂરને ફિલ્મ ‘રોકી’ માટે વિલન તરીકે લીધા હતા.

સુનીલને તેમનું નામ સિકંદરલાલ કપૂર વિલન તરીકે વધારે જામ્યું ન હતું, ત્યારબાદ સુનીલ દત્તે તેમનું નામ બદલીને શક્તિ કપૂર રાખ્યું. શક્તિએ ‘રાજા બાબુ’, ‘બાપ નંબરી બેટા દસ નંબરી’, ‘અંદાઝ અપના-અપના’, ‘તોહફા’, ‘ચાલબાઝ’ જેવી ફિલ્મોથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.

 

આ પણ વાંચો :- Good News : અક્ષય કુમારની ફિલ્મ ઓહ માય ગોડ 2 નું શૂટિંગ શરૂ, પંકજ ત્રિપાઠી પણ મચાવશે ધમાલ

આ પણ વાંચો :- પ્રભાસ સાથે લગ્ન કરવા માંગે છે Kriti Sanon, જાણો કયા અભિનેતા સાથે કરશે ફ્લર્ટ?

Next Article