Video: શાહિદ-મીરાની 5 વર્ષની દીકરી બની મેકઅપ આર્ટિસ્ટ, માતાને એવો કર્યો મેકઅપ કે ફેન્સે કહ્યું ‘બેસ્ટ લુક’

|

Aug 07, 2021 | 9:14 AM

શાહિદ કપૂરની પત્ની મીરા તેની દીકરી મિશા સાથે ઘણા વિડીયો શેર કરતી રહે છે. તાજેતરમાં આવો જ એક ક્યુટ વિડીયો મીરાએ શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Video: શાહિદ-મીરાની 5 વર્ષની દીકરી બની મેકઅપ આર્ટિસ્ટ, માતાને એવો કર્યો મેકઅપ કે ફેન્સે કહ્યું બેસ્ટ લુક
Shahid Kapoor's daughter Misha did her mother Mira Rajput's make-up

Follow us on

શાહિદ કપૂરની (Shahid Kapoor) પત્ની મીરા રાજપૂત (Mira Rajput) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે બાળકો સાથે મસ્તી કરતી વખતે તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. મીરાની આ પોસ્ટ ફેન્સને પણ ખુબ પસંદ આવે છે. તાજેતરમાં જ મીરાએ એક બહુ ક્યુટ વિડીયો શેર કર્યો છે. અને આ વિડીયો હવે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વિડીયોમાં શહીદ-મીરાની દીકરી મીશા કપૂર (Misha Kapoor) મીરાને મેકઅપ કરતી જોવા મળી રહી છે.

મીરાએ જે વીડિયો શેર કર્યો છે તેનાથી ચાહકોની નજર દૂર નથી જતી. વિડીયોમાં મીશા તેની મમ્મીને આઈશેડો કરી રહી છે અને મીરા પોતે હસું નથી રોકી શકતી. આ વિડીયો જોયા બાદ દરેક વ્યક્તિ મીશાને ક્યૂટ મેકઅપ આર્ટિસ્ટ કહે છે.

Islamic Rules : મુસ્લિમોમાં કયા કાર્યોને પાપ માનવામાં આવે છે? જાણો
Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ
Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત

નાની મેકઅપ આર્ટીસ્ટ

વિડીયો શેર કરતાં મીરાએ લખ્યું – મેકઓવર ઇન ગર્લ્સ ક્લબ. મેકઅપ અને ફોટો ક્રેડિટ – લિટલ મિસી. તમારા બાળકો પાસે તમારો મેકઅપ કરાવો. વિડીયોમાં મીરાએ કેટલાક ફોટા પણ એડ કર્યા છે જેમાં જોવા મળે છે કે મિશાએ કેવો મેકઅપ કર્યો છે.

ચાહકો કરી રહ્યા છે વખાણ

મીરા રાજપૂતનો વિડીયો જોયા બાદ ફેન્સ પ્રશંસા કરતા પોતાને રોકી શકતા નથી. એક ચાહકે લખ્યું – સૌથી સુંદર મેકઅપ આર્ટિસ્ટ અને ફોટોગ્રાફર. જ્યારે બીજાએ લખ્યું – તમારો અત્યાર સુધીનો શ્રેષ્ઠ લુક. એક ચાહકે લખ્યું – તે કેટલી ઝડપથી મોટી થઈ ગઈ છે. કેટલાક ચાહકોએ મીશાનો ચહેરો બતાવવાની માંગ કરી કારણ કે વિડીયોમાં માત્ર મીશાના વાળ જ દેખાય છે.

મીશા 5 વર્ષની થશે

શાહિદ કપૂર અને મીરા રાજપૂતની પુત્રી મીશા આ મહિને 5 વર્ષની થશે. મીરા સોશિયલ મીડિયા પર પોતાની દીકરીની અલગ પ્રતિભા ચાહકોને બતાવતી રહે છે. ક્યારેક તેમની સાથે ગેમ રમવા દરમિયાન અને ક્યારેક પેઇન્ટિંગ કરતી વખતે.

 

આ પણ વાંચો: Raj Kundra Case: પોલીસે શર્લિન ચોપરાની 8 કલાક પૂછપરછ કરી, અભિનેત્રીને પૂછ્યા મોટા પ્રશ્નો

આ પણ વાંચો: હની સિંહે પત્નીના ગંભીર આરોપો પર આખરે તોડ્યું મૌન, લાંબી પોસ્ટ શેર કરીને કહી આ વાત

Published On - 9:14 am, Sat, 7 August 21

Next Article