Aryan khan bail : શાહરુખ ખાન ‘મન્નત’થી નીકળી આર્થર રોડ જેલ જવા રવાના

|

Oct 30, 2021 | 8:25 AM

આર્યન ખાન શુક્રવારની રાત જેલમાં વિતાવ્યા બાદ આજે આર્થર રોડ જેલમાંથી બહાર આવશે. તો શાહરુખ ખાન પણ આર્થર રોડ જેલ જવાના રવાના થયો છે.

Aryan khan bail : શાહરુખ ખાન મન્નતથી નીકળી આર્થર રોડ જેલ જવા રવાના
Shahrukh Khan

Follow us on

આર્યન ખાન(Aryan khan)  શુક્રવારની રાત જેલમાં વિતાવ્યા બાદ આજે આર્થર રોડ જેલમાંથી બહાર આવશે. શુક્રવારે નિર્ધારિત સમયમર્યાદામાં તેના જામીનનો હુકમ જેલમાં પહોંચી શક્યો ન હતો.  અભિનેતા શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આજે જેલમાંથી મુક્ત થઈ શકે છે. આર્થર રોડ જેલનું બેલ બોક્સ સવારે 5.30 વાગ્યે ખોલવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ તે જેલમાંથી મુક્ત થઈ જશે.

ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે તેમને જામીન આપ્યા હતા. તો શાહરુખ ખાન પણ આર્થર રોડ જેલ જવાના રવાના થયો છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, આર્યન ખાન 10થી 11 વચ્ચે જેલની બહાર આવી શકે છે.

જામીનની પ્રક્રિયા પૂર્ણ ન થવાને કારણે આર્યન ખાને શુક્રવારની રાત આર્થર રોડ જેલમાં વિતાવવી પડશે. જેલના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર આર્યન શનિવારે સવારે 9 થી બપોરે 12 વાગ્યાની વચ્ચે જેલમાંથી બહાર આવી શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય છે જ્યારે રિલીઝ ઓર્ડર સમયસર મળી જશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આર્થર રોડ જેલના બેલ બોક્સમાં કેટલા રીલીઝ ઓર્ડર પેન્ડીંગ છે તેના પર પણ આધાર રાખે છે. જો પહેલા કરતા વધુ રીલીઝ ઓર્ડર હોય તો તેમાં થોડો સમય લાગી શકે છે અને જો ઓછા રીલીઝ ઓર્ડર હોય તો તેમાં વધુ સમય લાગતો નથી.

શાહરૂખ ખાનના ઘરે પુત્રની મુક્તિને લઈને ઉત્સવનો માહોલ છે. આર્યનના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. શુક્રવારથી આખું ઘર રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. શાહરૂખના ઘરમાં લાઇટથી ઝગમગતા મન્નતના ફોટા પણ સામે આવ્યા છે.

બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલા આર્યન ખાન વતી જામીન બની છે. તેણે પોતે કોર્ટમાં આર્યનના જામીન સંબંધિત કાગળો પર સહી કરી હતી. આર્યનને હાઈકોર્ટે એક લાખ રૂપિયાના બોન્ડ પર શરતી જામીન આપ્યા છે. વકીલ સતીશ માનશિંદેએ જણાવ્યું કે જુહી આર્યન ખાનને બાળપણથી જ ઓળખે છે અને પ્રોફેશનલી પણ જોડાયેલ છે. આ પછી ન્યાયાધીશે તેને જામીનપાત્ર તરીકે  સ્વીકારી હતી.

આ પણ વાંચો : Aryan khan drug case : આર્યન ખાનનો રિલીઝ ઓર્ડર જેલની અંદર પહોંચ્યો, થોડા સમયમાં જેલથી નીકળશે બહાર

આ પણ વાંચો : EPFOએ 6.5 કરોડ ખાતાધારકોના એકાઉન્ટમાં PF Interest જમા કર્યું, તમારા ખાતામાં વ્યાજના પૈસા આવ્યા કે નહીં? આ રીતે ચેક કરો બેલેન્સ

 

Published On - 8:09 am, Sat, 30 October 21

Next Article