Shocking: સારી TRP હોવા છતાં શબીર આહલુવાલિયા ‘કુમકુમ ભાગ્ય’ને અલવિદા કહી રહ્યા છે, જાણો શું છે કારણ

|

Apr 07, 2022 | 7:35 PM

મેકર્સને કુમકુમ ભાગ્યમાં અભિ (Shabir Ahluwalia) માટે કોઈ સ્ટોરી નથી મળી રહી. કદાચ તેથી જ મેકર્સે શબીરને તેમના નવા શો માટે ફાઈનલ કર્યો છે.

Shocking: સારી TRP હોવા છતાં શબીર આહલુવાલિયા કુમકુમ ભાગ્યને અલવિદા કહી રહ્યા છે, જાણો શું છે કારણ
સારી TRP હોવા છતાં શબીર આહલુવાલિયા 'કુમકુમ ભાગ્ય'ને અલવિદા કહી રહ્યા છે
Image Credit source: Instagram

Follow us on

Shocking : શબીર આહલુવાલિયા (Shabir Ahluwalia) ટીવીનો પ્રખ્યાત ચહેરો છે. શબીરે ઘણા ટીવી શોમાં કામ કર્યું છે, ફિલ્મોમાં પણ જોવા મળ્યો છે. શબીરના ચાહકો તેને ઝી ટીવીની સીરિયલ ‘કુમકુમ ભાગ્ય‘માં જોઈ શકે છે. જો કે આ શો અને શબીરના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. આ શોના અભિ એટલે કે શબીરે ‘કુમકુમ ભાગ્ય’ (Kumkum Bhagya) થી અલવિદા લેવાનું નક્કી કર્યું છે. સાત વર્ષ સુધી આ શોનો ભાગ રહ્યા બાદ શબીરે તેનાથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર સાંભળ્યા પછી, શબીરના ચાહકો થોડા નિરાશ થઈ શકે છે, કારણ કે આ શો ટીઆરપીની રેસમાં સારો દેખાવ કરી રહ્યો હતો, પરંતુ તેમ છતાં શબીર શો છોડી રહ્યો છે.

શબીરે બીજા શો માટે ‘કુમકુમ ભાગ્ય’ છોડવાનો નિર્ણય કર્યો

શબીરે પોતે શો છોડવાની પુષ્ટિ કરી છે. TOI ના અહેવાલ મુજબ, શબીર ટૂંક સમયમાં એક નવા શો – ‘પ્યાર કા પહેલા નામ રાધા મોહન’માં જોવા મળશે. આ શો વૃંદાવનની એક પ્રેમકથા પર આધારિત છે. અભિનેતાએ વધુમાં ઉમેર્યું હતું કે મારા પાછલા શોમાંથી આગળ વધવું સ્વાભાવિક રીતે સરળ નહોતું, તમે રોજિંદા ધોરણે જે લોકોની સાથે કામ કરો છો તેને તમે યાદ કરો છો અને તેમની સાથે તમારા જીવનનો મોટો સમય પસાર કરો છો. મારા કિસ્સામાં હું સૃતિ ઝા અને અરિજિત તનેજા સાથે સારો બોન્ડ શેર કરું છું, તેથી શોમાંથી વિદાય લેવી ક્યારેય સરળ નથી

શું ખરેખર બીજો શો શબીર કુમકુમ ભાગ્ય છોડવાનું કારણ છે

જો કે શબીરે કહ્યું છે કે, તે બીજા શોનો ભાગ બનવા જઈ રહ્યો છે, તેથી તેણે કુમકુમ ભાગ્યને વિદાય આપી છે, પરંતુ અમારું મન અહીં કંઈક અલગ જ વાર્તા કહી રહ્યું છે. એટલે કે હવે કુમકુમ ભાગ્યમાં શબીરને રોકવાનું બીજું કોઈ કારણ નથી, જેના કારણે તેને બીજો શો ઓફર કરવામાં આવ્યો છે. શબીર છેલ્લા સાત વર્ષથી આ શોનો ભાગ છે. આવી સ્થિતિમાં, તેના પાત્ર અભિ અને તેની પ્રેમી પ્રજ્ઞા વચ્ચે ઘણી નિકટતા અને અંતર આવી ગયા છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

આ પણ વાંચો : PM મોદી સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, બજેટ સત્રના અંતે વિપક્ષી નેતાઓને પણ મળ્યા વડાપ્રધાન

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article