Gangubai Kathiawadi રીલમાં એક નાની બાળકીના તેવર જોઈને કંગના રનૌત થઈ ગુસ્સે, લોકોને પુછ્યો આ સવાલ

|

Feb 14, 2022 | 2:30 PM

તાજેતરમાં એક ઇન્સ્ટાગ્રામ રીલ સામે આવી છે જે હવે ચર્ચાનો વિષય બની છે. વીડિયોમાં આ બાળકીના તેવર જોઈને કંગના રનૌતે એક સવાલ કર્યો છે.

Gangubai Kathiawadi રીલમાં એક નાની બાળકીના તેવર જોઈને કંગના રનૌત થઈ ગુસ્સે, લોકોને પુછ્યો આ સવાલ
Kangana Ranaut react on viral video

Follow us on

Gangubai Kathiawadi: સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી‘નો ચાહકોમાં ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર વડીલોથી લઈને નાના બાળકો ‘ગંગુબાઈ’ના ફેન બની ગયા છે. આલિયા ભટ્ટની (Alia Bhatt) ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના એક ડાયલોગનો ઈન્સ્ટાગ્રામ રીલ પર ઘણો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે લોકો ગંગુબાઈના એક સીન પર રીલ બનાવી રહ્યા છે. હાલમાં જ વધુ એક વીડિયો સામે આવ્યો છે જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

જુઓ વાયરલ વીડિયો

કંગનાએ ‘ગંગુબાઈ’ની આ ઈન્સ્ટા રીલ સામે વાંધો ઉઠાવ્યો

કંગના રનૌતે આ વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો એક નાની બાળકીનો છે. વીડિયોમાં બાળકી ગંગુબાઈના ડાયલોગ્સને લિપ સિંક કરે છે. આલિયા ભટ્ટ ઓરિજિનલ વીડિયોમાં મોંમાં બીડી દબાવીને ડાયલોગ બોલે છે, ત્યારે આ નાની બાળકી પણ તેની રીલમાં તે જ સ્ટાઈલમાં બોલી રહી છે.

આલિયાની જેમ જ સફેદ સાડી અને કપાળમાં બિંદી પહેરેલી યુવતી પણ તેની ઉંમર કરતાં મોટી ઉંમરના ડાયલોગ બોલે છે, જાણે તેના શબ્દો તેને સારી રીતે સમજાય છે. આના પર વાંધો ઉઠાવતા કંગનાએ(Kangana Ranaut)  સવાલ પૂછ્યો છે કે ‘શું આ સાચું છે ?’

શું આ બાળકીએ સેક્સ વર્કરની જેમ નકલ કરવી જોઈએ?

પોતાની સ્ટોરી પર આ વીડિયો પોસ્ટ કરતા કંગનાએ લખ્યુ કે, ‘શું આ બાળકીએ સેક્સ વર્કરની જેમ નકલ કરવી જોઈએ, મોઢામાં બીડી નાખવી જોઈએ અને અશ્લીલ ડાયલોગ્સ બોલવા જોઈએ? જરા તેની બોડી લેંગ્વેજ જુઓ. શું તે તેની ઉંમર માટે સારું છે ? અહીં 100 વધુ બાળકો છે જે આ કરી રહ્યા છે.’ કંગનાએ આ સ્ટોરી પર સ્મૃતિ ઈરાનીને પણ ટેગ કર્યા છે.

આ પણ વાંચો : Video : બરફીલા મેદાનોમાં ધનશ્રીએ ગાયુ કરીના કપૂરનું સોંગ, ક્રિકેટર ચહલ વિશે કંઈક એવુ કહ્યુ કે ફેન્સ હસીને લોટ-પોટ થયા

Next Article