Sardar Udham: થઈ જાવ તૈયાર, ગુરૂવારે રિલીઝ થશે વિક્કી કૌશલની ફિલ્મનું ટ્રેલર

|

Sep 29, 2021 | 9:26 PM

વિક્કી કૌશલ ટૂંક સમયમાં ફિલ્મ સરદાર ઉધમ સિંહમાં જોવા મળશે. વિક્કીને આ પાત્રમાં જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે અને હવે ફિલ્મનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહ્યું છે.

Sardar Udham: થઈ જાવ તૈયાર, ગુરૂવારે રિલીઝ થશે વિક્કી કૌશલની ફિલ્મનું ટ્રેલર
Vicky Kaushal

Follow us on

વિક્કી કૌશલ (Vicky Kaushal)ની મોસ્ટ અવેટેડ ફિલ્મ સરદાર ઉધમ (Sardar Udham)ની ચાહકો લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરમિયાન, હવે ફિલ્મના ટ્રેલરને લઈને એક અપડેટ બહાર આવ્યું છે. એમેઝોન પ્રાઈમ વીડિયો (Amazon Prime Video)એ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટરમાં વિક્કી કૌશલને ઉધમ સિંહ તરીકે દર્શાવવામાં આવ્યા હતા, જે એક ક્રાંતિકારી હતા.

 

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ઉધમ સિંહે જલિયાંવાલા બાગ (Jallianwala Bagh) હત્યાકાંડની મોતનો બદલો લેવા માટે અજોડ બહાદુરી બતાવી. આવતીકાલે લોન્ચ થનારા ટ્રેલર માટે જોડાયેલા રહો. સુજિત સરકાર (Shoojit Sarkar) દ્વારા નિર્દેશિત, સરદાર ઉધમ આ દશેરા, 16 ઓક્ટોબર 2021 એમેઝોન પ્રાઈમ વીડિયો પર પ્રીમિયર કરશે.

 

 

 

વર્ષ 2019માં વિક્કી કૌશલે તેમના પાત્રનું પહેલું પોસ્ટર શેર કર્યું હતું, જેમાં તે લંડનમાં જોવા મળ્યા હતા. પોસ્ટર શેર કરતા વિક્કીએ લખ્યું કે ‘જ્યારે મેં જલિયાંવાલા બાગમાં ગોળી દ્વારા કરવામાં આવેલ છિદ્રોને સ્પર્શ કર્યો ત્યારે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ મને શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની તક મળશે.’ પહેલા પોસ્ટરમાં જ વિક્કીનો લુક જોઈને ચાહકો ખૂબ પ્રભાવિત થયા હતા. બધાએ વિક્કીની ખૂબ પ્રશંસા કરી હતી.

 

 

 

તાજેતરમાં રિલીઝ થયું ટીઝર

તાજેતરમાં જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં બતાવવામાં આવ્યું હતું કે સરદાર ઉધમ સિંહનો પાસપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને બેકગ્રાઉન્ડમાં સંગીત ચાલી રહ્યું છે. જોકે ટીઝરમાં વિકીનો ચહેરો બતાવવામાં આવ્યો ન હતો તો આનો મતલબ ચાહકોને ટ્રેલરમાં જ વિક્કીની ઝલક જોવા મળશે.

 

ટીઝર શેર કરતાં વિક્કીએ લખ્યું, ‘ ભગત સિંહની જન્મજયંતિ પર હું ખૂબ ગર્વ મહસુસ કરી રહ્યો છું, કારણ કે આજે હું તમારા બધાની સામે સરદાર ઉધમ સિંહની વાર્તા લઈને આવી રહ્યો છું.’

 

 

 

OTT પર થશે આ ફિલ્મ રિલીઝ

આ દિવસોમાં જ્યાં તમામ નિર્માતાઓ તેમની ફિલ્મો થિયેટરોમાં રજૂ કરી રહ્યા છે, ત્યાં આ ફિલ્મના નિર્માતાઓ OTT પર ફિલ્મ રજૂ કરી રહ્યા છે. અહેવાલો અનુસાર આ ફિલ્મ એમેઝોન પર 16 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. હવે નિર્માતાઓએ કેમ ફિલ્મને OTT પર માત્ર રિલીઝ કરવાની યોજના બનાવી છે આ વિશે તેઓએ કોઈ માહિતી આપી નથી.

 

આ ફિલ્મોમાં પણ જોવા મળશે

આ ફિલ્મ સિવાય વિક્કી ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી (The Great Indian Family) અને મિસ્ટર લેલે (Mr Lele) માં જોવા મળશે.

 

 

આ પણ વાંચો :- Expensive: પૂજા હેગડેએ પહેર્યું હતું થાઈ-સ્લિટ રફલ્ડ ગાઉન, નહીં આંકી શકો તમે તેની કિંમત

 

આ પણ વાંચો :- Bigg Boss 14 ફેમ નિક્કી તંબોલીએ કાળી સાડીમાં મચાવ્યો કહેર, બોલ્ડ લુકના ચાહકો થયા દિવાના

Next Article